Quotes by Nena Savaliya in Bitesapp read free

Nena Savaliya

Nena Savaliya

@nayanasavaliya2237gmail.com6264
(33)

#Good morning #morning motivation

Fathers Day પર થી મારો એક પ્રસંગ!!!
એક દિવસ મારે સાંજે ઓફિસ એ થી આવતાં થોડું મોડું થઈ ગયું. પપ્પાનો ફોન આવ્યો કે શાક લઈ આવું? મેં કહ્યું લઈ આવો. ઘરે પહોંચી તો જોયું તો પપ્પા એ શાક ધોઈને સાફ કરીને સુકવવા પણ મૂકી દીધું હતું. તે જોઈને હું ભાવુક થઈ ગઈ કે પપ્પા મને મારાં ઘર કામમાં કેટલી મદદ કરે છે.
સામાન્ય રીતે રસોડામાં સ્ત્રી શોભે છે પરંતુ નહીં! જ્યારે એક સ્ત્રી ની ગેરહાજરી હોય ત્યારે પુરૂષ તે કામ હાથમાં લે તો તે વાત ઘણાં અંશે સારી કહેવાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કહું તો તે છે મારાં પપ્પા.
સવાર થી લઈને સાંજ સુધીમાં ઘણાં ખરાં કામમાં મને મદદ કરાવે.ભલે તે કામ મારુ હોય તો પણ, હું કેટલી પણ નાં કહું તો પણ તે મારું ઘણું ખરું કામ આસાન કરી આપે.ઓફિસ એ થી આવું ત્યાં તો તેમને થોડું એવું કામ તો કરી જ દીધું હોય. મમ્મી નાં ગયાં પછી તેની જગ્યા લેનાર પપ્પા. ક્યારેય પણ મને મમ્મીની કમી મેહસૂસ થવા દીધી નથી.

મારાં પપ્પા એ મારાં માટે એક પ્રેરણા સ્ત્રોત રહ્યાં છે પહેલેથી જ. સામાન્ય રીતે દરેક નાં માતા-પિતા પોતાનાં પુત્ર કે પુત્રી માટે એક પ્રેરણારૂપ બનેલા જ હોય છે. તેઓ માંથી તેઓ ઘણું બધું શીખે છે. આપણાં સારાં સંસ્કારનો પાયો તો આપણાં મમ્મી-પપ્પા જ છે. તેઓના કાર્યને જોઈને આપણે તેમાંથી ઘણું આપણે આપણાં જીવનમાં ઉતારીએ છીએ.ઘણું બધું જ્ઞાન મેળવીએ છીએ કે જે અભ્યાસ ને લાગતું હોય, ઘરને લાગતું હોય કે સમાજ ને લાગતું હોય. શૂન્ય માંથી સર્જન કરતાં તેઓ શીખડાવે છે આપણને.

Happy Fathers Day Papa!🤗
- નેના સાવલિયા

Read More

#goodmorning #sunday

ઈચ્છા રાખવી અને તેને પૂરી કરવી એટલે શું?
શું આપણે ધારેલી ઈચ્છાઓ આપણે પૂર્ણ કરી શકીએ છીએ?
આપણે આપણી ૧૦૦% મહેનત તેની પાછળ ખર્ચ કરીએ છીએ, છતાં ક્યારેક તે અપૂર્ણ રહે છે..
ત્યારે સમજી લેવું કે હવે આ વસ્તુ આપણાં હાથમાં નથી, આપણે બને તેટલાં પ્રયાસો તો કરીએ જ છીએ તેને મેળવવાં માટે તે છતાં લાખ કોશિશો કરવાં છતાં ક્યાંક ને ક્યાંક આપણને કંઇક ખૂટતું લાગે કે નઈ હજુ કંઇક ખૂટે છે આમાં!!
કલ કિસને દેખા હૈ!! આજે મારી ઈચ્છા કંઇક અલગ છે અને કાલે તદ્દન તેનાથી વિરુદ્ધ વસ્તુ કે ઘટના આપણી સાથે બને કે જે આપણી શક્તિની તદ્દન બહાર ની હોય, તો ત્યારે તે સમયે આપણે શું કરીએ?!! તેમાંથી નાસીપાસ થઈએ છીએ??? તો કે ના! નાસીપાસ થવું એ તેનો ઉકેલ નથી, વળી આપણને ખબર પણ છે જ કે મારી ઈચ્છા વિરુદ્ધની વસ્તુ મારી સાથે થવા જઈ રહી છે કે જે મારી અપેક્ષાની બહાર છે તો પણ જખ મારીને આપણે તેને હસતાં મોઢે નસીબ પર છોડીને તેનો સાથ આપીએ છીએ કે તેને સ્વીકારીએ છીએ..

વ્યક્તિ ધારે તે પ્રમાણે પૈસા ખર્ચીને પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકે છે એટલે કે જે વસ્તુ પૈસાથી મળી જાય છે તે તે લઈ શકે છે પરંતુ એવી આપણી ઇચ્છાઓ કે જેનો રસ્તો ભગવાન પાસે જ હોય તેવી ઈચ્છાઓને આપણે જાતે પણ પૂરી કરી શકતાં નથી..

Read More

#sundaymotivation #goodmorning

તમને એમ થશે કે આ ૧૦૦૦ રૂપિયાનો ફોટો કેમ?? આ રૂપિયા ઘણાં મહત્વનાં છે જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત પોતાની જાત મહેનતથી કમાય છે ત્યારે!!
જેને ભગવાને સોળે કળાના બનાવ્યાં છે એટલે કે બધાં શરીરનાં અંગો આપ્યાં છે તે રડ્યાં કરતો હોય છે કે મને કામ નથી મળતું, હું કઈ રીતે પૈસા કમાવ,, વગેરે વગેરે!! કામ ના કરવાનાં બહુ બધાં બહાનાં હોય છે.. જેને કામ નથી જ કરવું તે બધાં બહાનાં જ શોધ્યા કરશે..કારણ કે તેને કોઈ પણ કામ કરવામાં રસ જ નથી તો!! ટુંકમાં તદ્દન આળસુ માણસ!!
જ્યારે બીજી બાજુ ભગવાને જેને શરીરનાં બધાં જ અંગો આપ્યાં છે પરંતુ તે અંગો કામ નથી કરી શકતાં અને તે માણસને ઘેલછા છે કમાવાની,કંઇક કરવાની,સાથ- સહકાર આપવાની!!
આ ૧૦૦૦ રૂપિયા એ પહેલી કમાણી છે મારાં નાના ભાઈ ની!! ૧૮ વર્ષની ઉંમરે તેણે આ પહેલી વાર પોતે જાતે કામ કર્યું!!
ઘરનાં બધાં લોકોને કહ્યાં કરે કે મારે પણ તમારી જેમ કામ કરવું છે, કમાવું છે..તો મને તેનાં પર દયા આવે એટલે હું એમ કહું કે તારે જે જોઈએ તે હું લઈ આપુ કારણ કે એ બિચારાના હાથ પગ પણ નથી ચાલતાં તો અમને એમ થાય કે અમારાથી થાય તેટલી તેની ઇચ્છાઓ પૂરી કરીએ!! તો તે એમ જ કહે કે ના!! તારાં પૈસા થી નહિ પરંતુ મારે પણ તમારી બધાની જેમ જાતે કામ કરીને પૈસા લાવવા છે, આ વાત પાછળ તેની જાતે કામ કરવાની ધગશ જોવા મળે છે.. કે જે શરીરે સહેજ પણ હરતો ફરતો ન હોવા છતાં એને કેટલી તાલાવેલી છે! જેનાં હાથ પણ ધીમે ધીમે લેપટોપ ની keys પર સરકતાં હોય તે છતાં ગમે તેમ કરીને પોતાનું કામ પૂરું કરે!!
પોતે ૫ ધોરણ સુધી ભણ્યો હોવા છતાં મગજ તો તેનું એટલું પાવરફુલ!! એન્જિનિયર જેવું !! સમજવાં શીખ્યો ત્યારથી મોબાઈલ પર જાતજાતનાં વિડિયો બનાવે, અપલોડ કરે.યુ ટ્યુબ પર ચેનલ બનાવે..મારાં પણ ઘણાં ખરાં videos તે એડિટ કરીને આપે!! ભણેલાં વ્યક્તિ કરતાં પણ વધારે ખબર તેને પડે!! મોબાઈલ માં પણ કઈ આમતેમ થઈ ગયું હોય તેની પાસે બધાં જ ઉપાય હોય!! લેપટોપ માં કંઇ ને કંઇ શોધ્યા કરે કે ટીવી પર Play station પર ગેમ રમ્યાં કરે,, ટુંકમાં પોતાનો આખો દિવસ આમાં જ વિતાવે અને કંઇ ને કઈ શોધ્યા કરે!! એક સમયે અમે પોતે તેના માટે બધી HD video games બીજા પાસે ડાઉનલોડ કરાવતાં, પછી ધીમે ધીમે યૂ ટ્યુબ પર નત નવાં સંશોધન કરીને જાતે શીખી ગયો કે કઈ રીતે ગેમ ડાઉનલોડ કરવી!!
ત્યારબાદ તેને વિચાર આવ્યો કે હું પણ બધાને ગેમ download કરી આપું તે પણ ઓછાં પૈસા માં!પ્રતિસાદ પણ સારો મળ્યો.ધીમે ધીમે આરામ કરતાં કરતાં તેનાથી થાય તેટલું કરે!
ક્યારેક એવું ફીલ થાય કે ઈશ્વર પણ આ પૂતળાં સમાન શરીર ને ઘડે છે તો ક્યારેક ૧૦૦% ઘડવામાં કચાસ રાખે છે ક્યાંક ને ક્યાંક ઉણપ સર્જે છે,મગજ એટલું પાવરફુલ બનાવ્યું છે પરંતુ બીજા અંગો નહિ!!
***
નેના સાવલિયા

Read More