Quotes by Nangesh Jashi in Bitesapp read free

Nangesh Jashi

Nangesh Jashi

@nangeshjashi8660


सारी दुनिया के गम सहने की क्षमता रखती हूँ..
पर मेरी माँ को बोले गए शब्द मुझे युद्ध की चुनौती देते हैं..✍

જશુબેન હરીયાભાઈ નાંગેશ

Read More

સાંભળી કોઈના મોંઢે "આભા"
ને આંખોના વહેણ આજે પણ છલકી ઉઠે છે..
માથા પર ફરતાં એ હેતભર્યા
હાથની ખોટ મારે કાયમ રેવાની..
પાંપણ બિચારા છૂપાવે ઈ
આંહુડાની ધાર..
પણ આતમને લાગે ઓછું..
ત્યારે કયાં જાઈને ટેકવું હું માથું "આભા"

જશુબેન હરીયાભાઈ નાંગેશ

Read More

એ સમજણ અંગુઠાની વડીલો મહીં..
જે બોલપેનમાં કયારેય નવ ઉતરી શકી..!!
Jashu Nangesh..✍

ન કરું યાદ ભૂતકાળ કે ન રાખું ભવિષ્યની હાય..

પ્રેમ ઝંખતા આ હ્રદયને વર્તમાનમાં જીવનાર જીગરજાન જોઈએ છે..!!

મારા માટે તારો પ્રેમ એટલે
તરફડતી સૃષ્ટિનું જાણે મેઘથી મિલન!!

jigs Nangesh

તારી મધૂરી વાતોના સ્વાદમાં
આજે
નમવા લાગી હું તારા હરેક વાદમાં

jigs Nangesh

સખી..
સમજણની થોડી સુવાસ આસપાસ રાખું છું..
કયારેક મોજીલી તો કયારેક ધીર-ગંભીર લાગુ છું..
આકાશમાં ઉડવાની તમન્ના હું રોજ રાખુ છું..
કયારેક અકળાતી-ચિડાતી તો
કયારેક વ્હાલનો દરિયો લાગુ છું..
સૌના સુખ-દુઃખમાં ભાગીદારીનો ભાવ કાયમ રાખુ છું..
નથી સમજાતી દુનિયાદારી મને..
તોય સમજવાની કોશિશ જારી રાખુ છું..
હસવા-ખેલવા-લખવાનો શોખ જોરદાર રાખુ છું..
હજારો સપનાઓ સંજોતી હું..
એક સંસ્કારી દીકરી થવાની આશ કાયમ રાખુ છું..
ભાઈની વ્હાલી બેનડી થઈને દુનિયાથી અલિપ્ત લાગુ છું..
ન રાખ મારી એટલી કાળજી માં..
હું સૌમ્ય હૃદયમાં વિકરાળ અગ્નિ રાખુ છું..
હજારો આપત્તિઓ વચ્ચે પણ ખીલતાં પુષ્પ માફક રહું છું..
અરે..
દુનિયા શું હરાવે મને..
હૃદયમાં કાયમ દ્વારકાધીશનો નાદ રાખું છું..✍
Jashu Nangesh

Read More

થઈ શકે તો...
કર હાથ ઉંચો
ના કરીશ પગ નીચો..✍
jashu nangesh

કાર્ય કરતાં કંટાળે
એને નજીક ના'વે કોઈ નાતો..
કર્મ રાખે કાળને કળવાનો કાંટો..
તુ જ તારો સાથી થા કર્મવીર..
ન કરે નારાયણ..
તે કરે કર્મ નો કિરતાર..
નિત ઉઠી નચાવીશ મા નસીબને..
કાર્ય કુશળતા કંડાર તારા રસ્તે..
બે હાથ ભેગા કરી રાખ કર્મ ને સંગાથ..
દુનિયામાં કર્મથી નથ મોટો કોઈ કિરતાર...✍
jashu nangesh

Read More

तुझसे जुड गया कुछ ऐसा वास्ता...
जैसे गुड से चिट्टीयो का रास्ता..😘

"jigs"