Quotes by Mittal Mitesh Rana in Bitesapp read free

Mittal Mitesh Rana

Mittal Mitesh Rana

@mittalmiteshrana1790


વેદના #ઘડપણની હું જાણી ગયો છું..
#બાંકડા પર બેસીને થાકી ગયો છું.

#ગોળી લીધી તો જરા આવી મને ઊંઘ..
#પુસ્તકોથી ખૂબ કંટાળી ગયો છું.

બહાર કાઢો કે ભીતર રાખો ફરક શું ?
હું #સમયના_ફ્રીઝમાં જામી ગયો છું.

બીક લાગે છે હવાની લ્હેરખીથી..
ફળની માફક હું હવે પાકી ગયો છું.

મરતી વેળા શ્વાસ પણ દેતા નથી સાથ..
#વેન્ટિલેટરથી બહું ત્રાસી ગયો છું.

મોત ગમતું ના મળ્યું અફસોસ
કેટલીયે વાર હું #કાશી ગયો છું.

Read More

જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય
મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય

ગુજરાતી અને ઘોડા વચ્ચે ફેર તું સમજ
અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય

ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે
છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય

પીઠનાં દુખાવાના તું બીજા ઈલાજ શોધ
પ્રેમની ઉષ્માનાં આમ કંઈ શેક ના હોય

આપવું હોય તો રોકડું આપ અત્યારે જ
ચુંબનના કાંઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય

એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે
ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટને બ્લેક ના હોય

ચોરેલું દિલ તમારું લો તમને પાછુ સોંપ્યું
બધા બંદા કાંઈ અમારા જેટલા નેક ના હોય

Read More

આગળ વધવું છે બસ..
એજ વિચારથી બધી તકલીફો કાપી છે,
જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..

કુદરત ને જે વાત ની ઈચ્છા હતી,
એ વાત ને થવા દીધી છે,
અફવાઓને હવા નહિ દવા દીધી છે.

કઈક થયું એવું કે જે મારા હાથમાં નહોતું,
કહેવાયું ઘણું એવું જે વાતમાં નહોતું.

ભૂલ થઈ ગઈ તો ક્ષમા માંગી,
બીજાની ભૂલ પર ફરમાવી માફી છે.

જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..

અઘોર અંધારને કાપવા એક તણખો કાફી છે,
તમે દીવાને, અમે ખુદ દિલને આગ ચાંપી છે.

જેટલી પણ Error હતી, વાંચી નથી, બસ Ok આપી છે..

મગજ ના મોકા યંત્રથી નહિ..
હ્રદયના હોકાયંત્રથી જિંદગી જીવી છે.
એટલે થોડી વધુ Error આવી છે..
વાંચી તો આમ પણ નથી, ખાલી Ok આપી છે..

Read More