Quotes by Jayshree Patel in Bitesapp read free

Jayshree Patel

Jayshree Patel Matrubharti Verified

@miltajayahoocom
(282)

સુપ્રભાત🙏🌹
રામકબીર🌹🙏
કબીરના દોહા 3

दीपक सुंदर देख करि, जरि - जरि मरे पतंग।
बढ़ी लहर जो विषय की, ज़रत न मोरैं अंग॥३॥

દીપકની સુનહરી લહેરાતી જ્યોતની તરફ આકર્ષિત થઈને જીવાણું પતંગિયા એમાં બળી મરે છે. એવી જ રીતે કામી વાસના યુક્ત લોકો વિષય વાસનાની તેજ લહેરમાં વહીને એ પણ ભૂલી જાય છે કે તે ડૂબી મરશે.
(અનુવાદઃ જયશ્રી પટેલ)

Read More

સુપ્રભાત🙏🌹
રામકબીર🌹🙏
કબીરના દોહા ૨

निरमल गुरु के नाम सों ,निरमल साधू भाय।
कोईला होय न ऊजला, सौ मन साबुन लाय॥२॥

સત્ગુરુના જ્ઞાનથી નિર્મલ મનવાળા લોકો સત્ય-જ્ઞાની થઈ જાય છે, પરંતુ કોલસા જેવાં કાળા મનવાળા લોકો મણભર સાબુ ઘસે તો પણ ઉજળા નથી થઈ શકતા અર્થાત એમની પર વિવેક બુદ્ધિની વાતોની અસર નથી થતી.
(અનુવાદઃ જયશ્રી પટેલ)

Read More

સુપ્રભાત🙏🌹
રામકબીર🌹🙏
કબીરના દોહા ૧

नहाए धोए क्या भया, जो मन मैला न जाय।
मीन सदा जल में रहें,धोए बास न जाय॥१॥
કબીર કહે છે કે પવિત્ર નદીઓમાં શારીરિક મેલ ધોવાથી
કલ્યાણ નથી થતું.એના માટે ભક્તિ-સાધના કરી મનનો મેલ સાફ કરવો પડે છે.માછલી હંમેશાં જળમાં જ રહે છે, આટલું ધોવાયા છતાંય તેની દુર્ગંધ નષ્ટ નથી થતી.
(અનુવાદઃ જયશ્રી પટેલ)
૨૧/૫/૨૨

Read More

તરતો મૂક્યો..

તરતો મૂક્યો
નેટ-ઈન્ટરનેટનો
જાદુ ફેલાયો સેટનો..! તરતો

તક્તા પર દેખાયો
ચિત્ર વિચિત્ર છાપનો
મોહ પમાડે લાઈકનો..! તરતો

પેલા વોટ્સઅપ પરનો
હાય હલો ને ઝંઝટનો
મારો લાગે તો પણ હેતનો..! તરતો

ઓહ! ફેસ બુકમાં મિત્રોનો
કંઈજ જુદો જ મામલો ગૂંજનો
કોણ સાચું ખોટું ભ્રમ ભમતો..! તરતો

બધાં થયા સમૂહનાં ટોળા
થોડા જ દીમાં બધાં મોળા
સ્પર્ધાની લાહીમાં ખાંખાંખોળા ..! તરતો

ક્યાંક ભજન, સૂર સંગીત
ક્યાંક ગઝલ ગદ્ય પદ્ય વંદિત
ક્યાંક ભાષા વિભૂષા મૂર્છિત..! તરતો

ક્યાંક ટ્વિટર તો ક્યાંક ઈન્સ્ટાગ્રામ
ક્યાંક ઈમેલ તો ક્યાંક ફેસટાઈમ
ક્યાંક દેશ વિદેશની સોસિયલ થીમ..! તરતો

એક વાત સાચી દુનિયા
નાની થઈ *વિશ્વકર્મા* ફરિયા
જોવાને ઈન્ટરનેટની દુનિયા..! તરતો

આશ્ચર્ય! બોલી ઉઠ્યા પ્રભુ!
કાળા માથાના માનવીએ માર્યુ!
કેવું તીર! વિશ્વ હાર્યું કે તાર્યુ..! તરતો

જયશ્રી પટેલ
૧૭/૧૨/૨૦૨૦

Read More