Quotes by Dharmista Mehta in Bitesapp read free

Dharmista Mehta

Dharmista Mehta

@mehtadharmisitagmail.com165944
(30)

મકાન તને ઘર બનાવવા મે શું શું ન કર્યું ?
જગ્યા શોધી ,રોડ શોધ્યો આસપાસનો વિસ્તાર પણ શોધ્યો.
બ્રોકર શોધ્યો ,ઓનર શોધ્યો લોન દેનાર પણ શોધ્યો.
બોટમ શોધ્યો,મિડલ શોધ્યો ટોપ ફ્લોર પણ શોધ્યો.
નવો શોધ્યો ,જૂનો શોધ્યો,નવા નો રીસેલ પણ શોધ્યો.
ક્યાંક પોકેટ ને પરવડ્યું પણ આંખને ન ગમ્યું.
આંખને ગમ્યું તે પોકેટ ને ન પરવડ્યું.
મને ગમ્યું તો તેને ન ગમ્યું.
તેને ગમ્યું તો મને ન ગમ્યું.
ઘર માંડતા જેટલી જફા ન હતી કરી તેટલી જફા તો તારામાં કરી.
ક્યાંક બ્રોકર નારાજ થયો તો ક્યાંક ઓનર તો ક્યાંક ઘરના.
પણ વણથાક્યા મારા કદમો તને અવિરત શોધતાં રહ્યા.
પ્રેમ માં પડ્યા વગર ઘર માંડી શકાય છે.
ઘર માંડી ને પ્રેમ માં પડી શકાય છે.
પણ અહીં તો પહેલી નજરનો પ્રેમ જરૂરી છે.
પ્રથમ પ્રેમ થાય તો જ 'મકાન' તું 'ઘર' થાય.
- 'ઘર 'એક ખોજ

Read More

રસ્તામાં પડેલા ખાડા જોઈને થાય,
ચૂંટણી આવે તો સારું.
માઝા મૂકતી મોંઘવારી જોઈને થાય,
ચૂંટણી આવે તો સારું.
નવાં નવાં વચનોનો ઉન્માદ જાગે ત્યારે થાય ,
ચૂંટણી આવે તો સારું.
છેલ્લા 5 વર્ષથી નથી જોયાં જેમના ચહેરા ,
તેમને જોવાની આશ સાથે થાય ,
ચૂંટણી આવે તો સારું.
જો ચૂંટણી પર જ સારું કાર્ય થતું હોય તો એમ થાય ,
ચૂંટણી દર વર્ષે આવે તો સારું.

-Dharmista Mehta

Read More

મારા મતે ફરજ કરતાં નિષ્ઠાનું સ્થાન એક સ્ટેપ ઊંચું છે.જો તમે તમારા ઓફિસ ના સમય નું પાલન કરી રહ્યા છો,નિયમિત છો,સમયસર છો અને આ સમય દરમ્યાન તમે તમારું કાર્ય કરી રહ્યા છો તો તે તમારી ફરજ છે.અને તેનો જ પગાર તમને મળે છે.પણ ઓફિસ સમય દરમ્યાન જ (હું કોઈ એક્સ્ટ્રા સમયની વાત નથી કરતી ) તમે તે કાર્ય દિલ થી ,તે સંપૂર્ણ સમય તમારા કાર્ય ને સમર્પિત થઈ ને કરો છો તો તમે નિષ્ઠા થી કાર્ય કરો છો.જેનું ભલે તમને અલગ થી મહેનતાણું નથી મળતું.પણ કાર્ય કર્યાનો આત્મ સંતોષ મળે છે.જે દરેકના નસીબ માં નથી હોતો.

-Dharmista Mehta

Read More

બોર્ડની પરિક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે આજ ઘણા બધા ના મોટીવેશનલ status જોયાં .ગમ્યું .પણ એક વિચાર એવો પણ આવ્યો કે શું આજ તે વિદ્યાર્થીઓ status જોતાં હશે?? કે પછી પરીક્ષા ની તૈયારી માં ડૂબેલાં હશે?
અને જે સ્ટેટસ જોવા માં પડયા હશે તેમની માટે સાચે જ આ બધા સ્ટેટસ હિંમત આપશે કે વાંધો નહિ ભલે આજ પણ મોબાઈલ માં. પડ્યો રહ્યો,ભલે ઓછા માર્કસ આવે પણ ગભરાવું નહિ.
હકીકત માં સ્ટેટસ તેવાં પરેન્ટ્સ માટે છે જેમના મતે પોતાનું બાળક એક બાળક નહિ પણ સમાજ માં તેના માર્કસ થકી એક ઇમ્પ્રેશન જમાવાનું સાધન માત્ર છે.જેમને મન બાળકની રુચિ કરતાં પોતાનું સમાજ માં સ્ટેટસ વધુ મહત્વનું છે.બાકી જે બાળક આ બધા થી પર રહી મહેનત કરી છે તે સ્ટેટસ જોવા ફ્રી નથી.અને જે પરીક્ષા પર પણ મોબાઈલ ને છોડી શકતો નથી તેની માટે તે ખોટાં આશ્વાસન સમાન છે.

-Dharmista Mehta

Read More

જયુબેલીના પુલ પાસે મને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી ત્યાં ઘણા બધા માણસો એકઠા થયેલ હતા એટલે થયું કે કંઈક ચેકિંગ હશે .ત્યારબાદ મને ગુલાબ આપવામાં આવ્યું અને કહ્યું કે તમારું સન્માન કરવાનું છે તો થયું કે ક્યાંક મુન્નાભાઈ એમ.બી.બીએસ જેવું તો નથી ને સન્માન!!! પણ હું સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરું છું તે બદલ મને ગુલાબ પ્રશસ્તથ પત્ર અને રૂપિયા 500 રોકડા આપી સન્માનિત કરી. આ બદલ હું પોરબંદર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો ખુબ ખુબ આભાર માનું છું
-Dharmista Mehta

Read More

કોણ કહે છે સમય દર્દનું મારણ છે ?
વીતી ગયેલ ખુશીઓ ને પૂછો,
કહેશે સમય દર્દ નું કારણ છે.

-Dharmista Mehta

હમણાં માતૃભાષામાં શિક્ષણ તે પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.મને લાગે છે કે તેના કરતાં આ jsk,,tc,sd,gn,gm ,gst અને ભાષાની શોધ પહેલાં જે વિવધ પ્રકારના ચિન્હો વાપરતાં તેના જેવા અલગ અલગ ચિન્હો (જે હવે ઈમોજી કે Gif તરીકે ઓળખાય છે) ને એક અલગ ભાષાનો દરજ્જો આપી દેવો જોઈએ. અને મને તો લાગે છે કે જો તેને વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે તો તે આપણી ' એક ભારત એક ભાષા ' બની શકે એમ છે.
-Dharmista Mehta

Read More

પરિવાર એટલે ઈશ્વરે વગર માંગે આપેલું વરદાન. આપણે ક્યાં જન્મ લેશું તે આપણા હાથમાં નથી.બાકી જન્મ થયા પછી લગભગ દરેક વસ્તુ કે વ્યક્તિ ને આપણે માંગતા આવ્યાં છીએ.અને ક્યારેક માંગી ને પ્રાપ્ત થયેલ આપણી ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ પણ આપણને અનુકૂળ ન આવી હોય એમ બને.પણ વ્યક્તિની કોઈ ઈચ્છા વગર જે પરિવારમાં તેનો જન્મ થાય છે.પોતાના તે પરિવારને જ તે શ્રેષ્ઠ પરિવાર માનતો હોય છે.
-Dharmista Mehta

Read More

આ ધનતેરસે માં લક્ષ્મીજીને એટલી જ પ્રાર્થના કે સરકાર ને એટલું ધન દે કે કર્મચારીઓ ને પગાર ભથ્થાં વધારવા કોઈ આંદોલન ન કરવું પડે.સરકારે આ વધારો કરવા કોઈ ચૂંટણી કે કોઈ મુહર્ત ની રાહ ન જોવી
પડે.કર્મચારીના પગાર કે ભથ્થા માં વધારો થાય તો ' સરકારી તિજોરી પર આટલું ભારણ પડશે ' જેવું બોલવું ન પડે. ગરીબ કલ્યાણ મેળા યોજવા પડે તેવા કોઈ ગરીબ જ ન રહે. પ્રજા પૈસે ટકે એટલી સુખી રહે કે ચૂંટણી વખતે પૈસાની લાલચ જ વ્યર્થ બની રહે.કોઈ અધિકારી કે પદાધિકારીને આહાર સિવાય બીજું કંઈ 'ખાવા ' ની ઈચ્છા જ ન થાય તે રીતે પૈસાથી તે સંતૃપ્ત થઈ જાય જેથી કોઈ પુલ રસ્તા ન તૂટે.અને હે! લક્ષ્મીજી આપની આ કૃપા દૃષ્ટિ એટલાં લાંબા સમય સુધી રહે કે દરેક સરકારી કર્મચારીને NPS માંથી OPS આપી દે તો પણ સરકારની તિજોરી ખાલી ન થાય.CA વાળા GST કે ઇન્કમટેક્સ ના ફોર્મ ભરવાને બદલે સરકારે કોને કેટલા આપવાના થશે એ ગણતરી માં લાગ્યાં રહે.બજેટ વખતે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે તેની બદલે રૂપિયા ફક્ત ક્યાં ખર્ચાશે તે જ રજૂ કરવું પડે.સરકારને પણ બિવડાવા માટે ઈન્કટેકસ ની રેડ ને બદલે બીજું હથિયાર વાપરવું પડે. માલિયા, નિરવ મોદી જેવા લૂંટારા જ્યાં ભાગી ગયા હોય ત્યાં થી પાછા આવવા કાકલૂદી કરે.વર્લ્ડ બેંક પણ ભારત પાસે થી લોન લે.બસ લક્ષ્મી દેવી છેલ્લે એટલું જ કહેવાનું કે આટલી તારી કૃપા દૃષ્ટિ તો જ વર્ષાવજે જો કોઈ વ્યક્તિ એક પણ પૈસો હરામનો લેવાની ઈચ્છા ન રાખે અને તારી કૃપા દૃષ્ટિ જોઈ ને કામ કરવાનું મૂકી ન દે.સૌ ને હેપી ધનતેરસ.

Read More

આવી દિવાળી ને પડ્યું વેકેશન ,
પંખી સૌ માળામાં આવશે.
ઘર ઘર ઝગમગસે દીવા
અને જામશે માનવ મહેરામણના મેળા ,
અંધકારની સાથે એકલતા પણ ભાગશે.
રંગાશે ઘર રંગોળી ને સંગ ,
રંગાશે મન સ્વજનોને સંગ.
માં મલકાશે મનથી અને હરખાશે ઉરથી.
ફૂટશે ફટાકડા ત્યાં એક તણખો મન માં પણ જરશે.બસ પૂરું થશે વેકેશન !!!
ગાજતા ગુંજતા ઘરનું પાછું થશે શું સુરસુરિયું ??!!
-Dharmista Mehta

Read More