Quotes by નિમિષા દલાલ્ in Bitesapp read free

નિમિષા દલાલ્

નિમિષા દલાલ્ Matrubharti Verified

@meghrain41yahooin
(603)

કહેવત :

જમને તેડું નહીં ને બાવળિયાને ખેડુ નહીં.

વિવરણ :જમને એટલે કે મોતને બોલાવવા માટે નિમંત્રણ પાઠવવું પડતું નથી. એવી જ રીતે, ઠેકઠેકાણે ઉગી નીકળેલા બાવળિયાને કોઈ ખેડૂતની જરૂર હોતી નથી. એ પોતાની મેળે જ ફૂટી નીકળે છે અને પછીય ફાલવા માંડે છે. પરંતુ આ કહેવતમાં ઈશારો કુદરતી ક્રમ કે કુદરતની ગતિ તરફ છે. માણસ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ મોત સામે તેના હાથ હેઠા પડે છે.

Read More

વરસાદના ગીત

આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ ;

ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક.

**

આવ રે વરસાદ નેવલે પાણી;

નઠારી છોકરીને દેડકે તાણી.

Read More

કહેવત :

ઘીના ઘડામાં હાથ નાખ તો પણ અચ્છેરની ખોટ.

વિવરણ : અમુક કામ કે વ્યવસાય એટલા મોટા હોય કે તેમાં નાનું તુચ્છ- નગણ્ય અસર ધરાવતું કામ કરવામાં પણ મોટી કમાણી થાય અથવા મોટી ખોટ પડે. જેમ ઘીનું આખું પાત્ર ભરેલું હોય તેમાં કોઈ માણસ બીજું કંઈ ન કરતા ફક્ત પોતાનો હાથ નાખીને કાઢી ;એ તો એટલી પ્રક્રિયામાં તેના હાથે જે ઘી ચોંટે તે પણ અડધા શેર જેટલું એટલે કે ખાસ્સી કિંમતનું હોય.

Read More

કહેવત :

ધણી વિનાની વાડી ને વેઠે પકડી ગાડી.


વિવરણ : માલિક વિનાની રેઢી પડેલી વાડીમાં મનમાની કરી શકાય. પહેલાંના સમયમાં અફસરો પ્રવાસે ઉપડે ત્યારે રસ્તામાં આવતાં ગામના લોકોએ ફરજીયાત નાનામોટા કામ કરવા પડતા અને પોતાની ચીજવસ્તુઓ તેમની સેવામાં ધરવી પડતી. માણસોને તેમની ગુલામી કરવી પડે તેને વેઠ કહેવાય. આવી વેઠ અંતર્ગત કોઈની ગાડી જપ્ત કરી લીધા પછી તેનું જે કરવું હોય તે કરી શકાય.

Read More

કહેવત : વાધરી માટે ભેસ મારવી. વિવરણ : નાના ફાયદા માટે મોટું નુકસાન થાય એવું કામ કરવું. વાધરી એટલે ચામડાનો ટુકડો. નાનો ટુકડો જોઈતો હોય એના માટે આખી ભેંસા થોડી મરાય? પરંતુ ટૂંકા ગાળાનો સ્વાર્થ જોનારા ઘણીવાર લાંબાગાળાનું પરિણામ નજરઅંદાજ કરી જાય છે અથવા ત્યાં સુધી જોવાની શક્તિ ગુમાવી બેસે છે. પરિણામે તે નુકસાન વહોરે છે અથવા મોટા ફાયદાથી વંચિત રહે છે.

Read More

કહેવત :

હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય.

વિવરણ : સંકૃતમાં એક સુભાષિત હતું. જેનો મતલબ છે : પુસ્તકોમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલા ધનનો કશો અર્થ નથી. એવું પણ કહેવાય છે કે હાથમાં તેના બાથમાં. આ કહેવતનો અર્થ પણ એવો છે કે ગોળ હથેળીમાં રહેલો હોય તે જ કામનો. એ જ્યારે ખાવો હોય ત્યારે ખાઈ શકાય છે. એવી જ રીતે વસ્તુ કે વિદ્યા આત્મસાત થયેલી હોય તો જ તેનો અર્થ સરે છે.

Read More

કહેવત :

એક ખરચું દામ, તો અઢારસો ગુલામ. આવી બીજી :
હાથ પોલો તો જગ ગોલો.


વિવરણ : રૂપિયાની બોલબાલા સૂચવતી આ કહેવતનો શબ્દાર્થ તો સ્પષ્ટ છે. જે માણસ રૂપિયા ખરચવા તૈયાર હોય તેને કામ કરનારા એક કહેતાં અનેક મળી રહે છે. રૂપિયા વેરવાથી ગમે તે ખરીદી શકાય છે એવો આત્મવિશ્વાસ અથવા અહં આ કહેવતોમાંથી વ્યક્ત થાય છે.

Read More

કહેવત:

ઓતિમાનો હારે, મુઠ્ઠીમાંનો જીતે.


વિવરણ : જેણે ધન ઓટીમાં–કમરે બાંધીને એટલે સંઘરીને રાખ્યું હોય તેને ખરા વખતે ધન કામ ન આવે અને એને હાર વેઠવી પડે. પણ જેને ધન ક્યાંક સલામત રાખવાને બદલે મુઠ્ઠીમાં- એકદમ હાથવગું રાખ્યું હોય તેને આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવું પડે. પાસે રહેલા ધનથી તેનું કામ સારી જાય અને તે જીતે.

Read More

કહેવત :

નાણાંથી કોઈ પૂરો નહીં, અક્કલથી કોઈ અધૂરો નહીં.

વિવરણ : માણસની મૂળભૂત પ્રકૃતિ વિશેની આ શાણપણભરી કહેવતનો મર્મ એ છે કે, માણસ ગમે તેટલા રૂપિયા હોય તો પણ એ તેને ઓછા જ પડે છે. તેને કદી સંતોષ થતો નથી. અને કોઈ પણ માણસ ગમે તેટલો મૂર્ખ લાગતો હોય તો પણ એ પૂરેપૂરો મૂર્ખ કદી હોતો નથી.

Read More

કહેવત :

ઘડાના કળશ્યા કરવા : એના જેવી બીજી :
લાખના બાર હજાર કરવા..

વિવરણ : તેનો શબ્દાર્થ તો મોટો ઘડો ભાંગીને નાના લોટા કરવા એવો થાય છે. એટલે કે લાખના બાર હજાર કરવા એટલે કે મોટી મૂડી ભાંગીને નાની રોકડી કરવી- નાનો ફાયદો કરવો એ પ્રકારનો છે.

પરંતુ સામજિક અને રાજકીય વ્યવહારમાં પણ આવી વર્તણૂક સામાન્ય છે. નાનો ફાયદો મેળવવા માટે માણસો ઘણી વાર પ્રતિષ્ઠા દાવ પર લગાવી દે છે ત્યારે પણ આવું કહેવાય છે.

Read More