Quotes by - Dr. Megha Chaudhari in Bitesapp read free

- Dr. Megha Chaudhari

- Dr. Megha Chaudhari

@meghachaudhri.241838


- Dr. Megha Chaudhari

- Dr. Megha Chaudhari

તમને અને તમારા પરિવારને ધન તેરસની હાર્દિક શુભેચ્છાઓ...








-- Dr. Megha Chaudhari

આજથી શરૂ થતા દિવાળીનાં પર્વની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ


રમા એકાદશી અને વાઘ બારસની શુભકામનાઓ...

-- Dr. Megha Chaudhari

Read More

સતી


કવિની કવિતાઓમાં રચાયેલી એ સ્ત્રી,
આંખોમાં એ પોતાને સર્વ શ્રેષ્ઠ રાચતી તી !!!

કવિએ કહેલા એ શબ્દોના મહેલોમાં,
અત્તરની જેમ વાલમના રોમાંસમાં મઘમઘતી તી!!!

કવિના એ રેલાતા પ્રેમના ઝરણામાં,
મધદરિયે મીઠા અમૃતની ધાર ગોતતી તી !!!

કવિએ સર્જેલા એ હિમાલયના પર્વતોમાં,
પોતાના કાળા રણમાં ખીલ્યા ગુલાબને ઝંખતી હતી!!!

કવિએ ઢોળ્યાં અહેસાસનાં એ તાંડવમાં,
લથપથ લાગણીઓની આવી ગઈ ત્સુનામી !!!

કવિની કલ્પનામાં રચાયું એક રંગમંચ જેમાં,
અહેસાસની હવેલીમાં વસ્યા શિવજીના સતી !!!

Read More

ખબર નથી કેમ પણ,
આ તહેવાર, ઉત્સવ,
હવે કઈક નવા લાગે છે !!!
જીવનમાં બધું જ ગુમાવ્યા બાદ,
હવે જીવન અનેરું લાગે છે !!!
જુવાની તો વિતાવી રંગબેરંગી,
હવે આવનારું ઘડપણ નિરાળુ લાગે છે !!!
શ્વાસ તો ઘણા લીધા જીવનમાં,
પણ હવે પછી લેવાના શ્વાસ,
જીવનના અંતિમ શ્વાસ લાગે છે !!!

Read More

વાવ્યા બીજ પ્રેમના હૃદયના ક્યારે,
સિંચ્યા નીર હુફના પ્રેમથી ધબકારે...!

થયા બીજ અંકુરિત આપ્યું નામ "કાન્હા" રે,
ગોકુળ, વૃંદાવન બન્યો દેહ આ ભવે...!

રગ રગ રમતું થયું ખીલ્યા ફૂલ શ્વાસે શ્વાસે,
જીવ્યું જીવન ભાન ભૂલી ક્ષણે ક્ષણે...!

આવી ઋતુ શિયાળો, ઉનાળો, ચોમસુ,
ખીલ્યા સોળે કળાએ ફૂલ ઉપવને...!

પણ....! અચાનક આવી એવી ઋતુ,
જેનું નોતુ નામ ઠામ લઇ ગઈ વિનાશે...!

રહ્યા સદેહે આ હૃદયે નામ "કાન્હા" રે,
જીવતા રહ્યા શરીર નથી શ્વાસ આ દેહે...!

- (ભૂલાયું છે નામ......)

Read More

મારા કોરા આકાશમાં,
શાને કર્યું તે મેઘધનુષ ?

હતી ખબર તને મારી,
ઉજ્જળ વનની...!!!

છતાં ખેલ્યા રંગ હોળીના,
શાને ચોળ્યો પલાશ ?

બેસ્યુ ચોમાસુ ને મારા,
ધોવાયા રંગો મનના...!!!

Read More

સુંદર દેખાતા ચહેરા પરનું હાસ્ય,
ક્યારેક હોઠોને ભાર લાગતું હોય છે...!!!

ક્યાં લઈને ચાલવું આ જગનો તમાશો,
દરેક વ્યક્તિ સમય આવ્યે ત્યજી જાય છે...!!!

હૃદયના કિનારે ઉપસેલું આ ઝાકળનું બિંદુ,
સૂર્યના તેજથી ચમકી પોતાનું અસ્તિત્વ મૂકી જાય છે...!!!

Read More

HAPPY SHARAD PURNIMA...

-Dr. Megha Chaudhari