Quotes by Mahi Nikunj Raval【મીત】 in Bitesapp read free

Mahi Nikunj Raval【મીત】

Mahi Nikunj Raval【મીત】

@meetthakar5466
(75)

કોણ ખેંચે છે, કોની લગામ

જુનવાણી વિચારોવાળા પુરુષો પોતાની પત્નિ અને દીકરી પર પોતાનો રૂઆબ ચલાવતા હતા. એમને એમ હતું કે તેઓ તેમના ઘરની સ્ત્રીની લગામ ખેંચીને રાખી છે . બાર જવાનું નહીં, કોઈની જોડે બોલવાનું નહીં, જોરથી હસવાનું નહીં. આવું ઘણું મોટું લિસ્ટ હતું. પેલાની સ્ત્રી માટે એટલે જ આજે બધાનાં ઘરમાં સ્ત્રીનું ચાલે છે. બધી જગ્યાએ સ્ત્રી કહે એમ થાય છે. બધી જગ્યા પર સ્ત્રી આગળ છે.
હવે એવા પુરુષો એમના દિકરાઓને સમજાવે છે કે તારી પત્નિ ને કાબુમાં રાખ પણ આજ કાલ ની સ્ત્રી કાબુમાં રહે ખરી પણ હું કહું છું કે સ્ત્રી સ્પીરિંગ જેવી છે. એના અસ્તિત્વ કે અવાજને જેટલો દબાવો એટલી એ ઉપર ઉછાડસે તો પછી એની લગામ ખેંચવા જઈએ તો પડી જવાય.

Read More

વર્તન-વાણી

આ દુનિયામાં દરેક વ્યક્તિ એક સરખા નથી હોતા. એમ દરેક વ્યક્તિની વાણી ને વર્તન અલગ અલગ હોય છે. પ્રાંત પ્રમાણે તો કેટલાક લોકોની વાણી સ્વભાવ પ્રમાણે હોય છે. ઘણા લોકોની વાણી ને વર્તન બીજાને દુઃખી કરે છે, કોઈની વાની ને વર્તન આશ્વાસન આપે છે કે સુખ આપે છે.
ઘણા વ્યક્તિની વાણીને વર્તન એટલું ખરાબ હોય છે કે એ વ્યક્તિ ક્યારેક જ સારું બોલી શકે છે. જેમ કે કાગડાના મોઠામાં રામના હોય.
એક વ્યક્તિ વર્તન ખરાબ કરે તો બીજી વ્યક્તિની વાણીને વર્તન બદલાય છે ને સામે વાળી વ્યક્તિ પણ ખરાબ વર્તન કરે છે ને વાણીમાં પણ ફેરફાર થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની વાણીને વર્તન પર થોડું ધ્યાન આપવું જોઈએ.

Read More

જીવન

આજ કાલ ની જીવનશૈલીમાં જીવનનું મહત્વ જ વધી ગયું છે. લોકો કોરોના થી ડરી રહ્યા છે. ઘણા બધા રોગોને જીવનમાં રાખી રહ્યા છે.

દરેક વ્યક્તિને પોતાની જિંદગી જીવવાનો હક છે. એવું જેને પણ કીધું છે એ સાવ ખોટું કીધું છે. બાળપણ થી લઈને વૃધ્ધાવસ્થા સુધી બધા ને ગમે એમ જ જીવવાનું એવું થઈ ગયું છે. બાલ્યવસ્થામાં માતા પિતાને ગમે એમ , જુવાનીમાં boss ને ગમે અને પછી પત્નિ કે પતિ ને ગમે એમ ને જો જરા પણ પોતાની જાતને પોતાની રીતે ઠાળ આપે તો બધા કેશે કેવી મનમાની કરે છે.
જીવન તો આવે એમ જીવાય ને ઘણા લોકોનું જીવન તો પરિસ્થિતિ પર જ આધારિત હોય છે. ઘણા લોકો જીવનમાં નાનીનાની વાતમાં હારી ને માનસિક રીતે ભાંગી પડે છે. પણ શા માટે ભાંગી પડવાનું જીવન છે તો નાની શું મોટી પણ મુશ્કેલીઓ તો આવશે પણ ક્યારેય ભાંગી નઈ પડવાનું હંમેશા પરિસ્થિતિ સામનો કરવાનો ને જો સામનો ના કરી શકો તો એટલું તો જરૂર કરો કે થોડો સમય રાહ જુઓ કંઈક તો રસ્તો નીકળશે. જે લોકો જીવન ટુંકાવે છે એ લોકો ના જીવનમાં શું એ પરિસ્થિતિ સિવાય કંઈ જ નહીં હોય ? પોતાની જાતને બીજી પ્રવૃત્તિ તરફ લઈ જાવ પછી જીવન માં પરિસ્થિતિ આપો આપ સારી થઈ જશે. પોતાનું જીવન ટૂંકાવતા પેલા દરેક વ્યક્તિએ બે વાતનો વિચાર કરવો પડે કે આજીવન માતાએ આપેલું છે તો અત્યાર સુધી એમને તમને મોટા કરી કંઈક બની જાઓ એની માટે રાત દિવસ એક કર્યા છે. તમારી આસપાસ ના વ્યક્તિ તમારા માતાપિતા, પત્ની કે પતિ અથવા બાળકોનું શું થશે એ વિચારવું જોઈએ. આ થઈ પેલી વેટ બીજી વાત એ કે ભગવતગીતા માં લખેલું છે કે દરેક વ્યક્તિને ભગવાને કંઈક તો કરવા માટે અવતરિત કર્યા છે તો એવું કંઈક કરવું જોઈએ કે તમને પણ થઈ કે મેં કંઈક તો જીવનમાં કર્યું છે.

Read More

જીવન એક એવા અજાણ્યા રસ્તા સમાન છે જેમ આગળ શું થશે એની ખબર નથી.

-Mahi Nikunj Raval【મીત】

કોઈ નિર્બળ વ્યક્તિને એટલું પણ ન હેરાન કરવું કે એ  વ્યક્તિ જ્યારે બદલો લેવાનું નક્કી કરે તો તમારુ વ્યક્તિત્વ જ ખરાબ કરી નાંખે.

-Mahi Nikunj Raval【મીત】

Read More

દરેક વ્યક્તિ બીજાની મદદની અપેક્ષા શા માટે રાખે છે ! કોઈ મદદ કરશે ને તો ઉપકાર કર્યો હોય એવું લાગશે યાદ રાખો જીવનમાં કોઈની મદદની અપેક્ષા નહીં રાખવી પોતાની મદદ પોતે જ કરવી.

-Mahi Nikunj Raval【મીત】

Read More

હમેશા વ્યક્તિ નિષ્ફળ થાય પછી એ વિચારે છે કે કોના લીધે નિષ્ફળ થઈ. પણ એ વ્યક્તિ કેમ એ નથી વિચારતી હવે એવું શું કરવું જોઈએ તો નિષ્ફળ ના થવાય !

-Mahi Nikunj Raval【મીત】

Read More

હમેશા પોતાની જાત જોડે સ્પર્ધામાં જોડાયેલા રહેવું તો તમને કોઈ પાછળ નહીં કરી શકે.

-Mahi Nikunj Raval【મીત】

બીજાને સુધારવાની મહેનત કરવી એના કરતાં પોતાની જાતને બધી વસ્તુઓ માટે અનુકૂળ બનાવી દેવી જોઈએ

-Mahi Nikunj Raval【મીત】

Read More

વ્યક્તિના તનમાં ફેરફાર આવશે તો પણ એને સુધારો કરવા ઘણા પ્રયત્ન કરે છે. પણ એનું મન મુત્યુ સુધી કદ આકારથી બદલાવાનું નથી તો પણ એને સુધારો કરવાનો પ્રયત્ન કેમ નથી કરતો ? 

-Mahi Nikunj Raval【મીત】

Read More