Quotes by Mausam in Bitesapp read free

Mausam

Mausam Matrubharti Verified

@maulikagosai1322
(1.5k)

આપણું ગૌરવશાળી ગુજરાત

સમૃદ્ધિ.. સંસ્કૃતિ..ને સભ્યતાની ધરતી એટલે ગુજરાત
તારું મારું ને આપણું ગૌરવશાળી છે ગુજરાત.

કચ્છના ભરત ગુંથણ અને...(2)
રણોત્સવથી પ્રખ્યાત છે ગુજરાત.
સૌરાષ્ટ્રની સુંદર બાંધણીને...(2)
પાટણના પટોળાથી પ્રસિદ્ધ છે ગુજરાત.
રાસગરબાના આધ્યાત્મિક તત્ત્વની...(2)
અદ્વિતીય છાપ એટલે ગુજરાત.
ભાતીગળ સંસ્કૃતિની ઓળખ એટલે ગુજરાત.
તારું ને મારું આપણું વૈભવશાળી છે ગુજરાત.

પ્રભાતિયા ને પદોના રચયિતા...(2)
આદ્યકવિ નરસિંહ મહેતાનું છે ગુજરાત.
સત્ય અને અહિંસાના સેવક...(2)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું છે ગુજરાત.
એકતા અને અખંડિતતાના આગ્રહી...(2)
લોખંડી પુરુષ સરદારનું છે ગુજરાત.
ગૌરવપૂર્ણ વિભૂતિઓની ધરા એટલે ગુજરાત.
તારું મારું ને આપણું પ્રભાવશાળી છે ગુજરાત.

કેવડિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી..(2)
છે ઓળખ ગુજરાતના વિકાસની.
સહસ્ત્રલિંગ તળાવ..ને રાણીની વાવ...(2)
ધરોહર છે લાવણ્યમય ઇતિહાસની.
ઉત્સવો.. મેળાઓ..ને પ્રસંગો..(2)
ઝાંખી છે ઉત્સવ પ્રિય ગુજરાતીની.
પ્રગતિ અને સમૃદ્ધિનો પર્યાય એટલે ગુજરાત.
તારું મારું ને આપણું ખુશખુશાલ છે ગુજરાત.

સમૃદ્ધિ.. સંસ્કૃતિ..ને સભ્યતાની ધરતી એટલે ગુજરાત
તારું મારું ને આપણું ગૌરવશાળી છે ગુજરાત.

Read More

સ્મિતનાં ઉપયોગ કેટલાં ?
જીવનમાં નામ છે તેટલાં.

હાસ્યના પ્રકાર કેટલા ?
વિશ્વમાં લોકો છે તેટલાં.

એક સ્મિત કોઈનું દિલ જીતી શકે છે.😊
એક સ્મિત હારેલાંનું જીવન બની શકે છે.😊
એક મુસ્કાન પ્રેમનું કારણ બની શકે છે.☺️
એક મુસ્કાન કોઈનાં દર્દની દવા બની શકે છે.☺️
એક હાસ્ય કોઈની તાકાત બની શકે છે.😄
એક હાસ્ય શત્રુને માત કરવાનું શસ્ત્ર બની શકે છે.😃
એક મીઠી સ્માઈલ તમારાં વ્યક્તિત્વને બદલી શકે છે.🙂
એક પ્યારી સ્માઈલ તમારાં ચહેરાને ખૂબસૂરત બનાવી શકે છે.🙂

માટે મિત્રો..ખૂબ હશો. હસતાં રહો..હાસ્યથી જ જીવન વધુ નિખરે છે. તમે હસતાં હોય ત્યારે એટલા સુંદર લાગો છો ને કે તમારે ફેશિયલ કરાવવાની પણ જરૂર નથી. સાચું કહું છું. એકવાર અરીસા સામે જઈ સ્માઈલ કરી જુઓ, તમને ખબર પડશે કે તમે કેટલા સુંદર દેખાઓ છો.😊

હા, પણ એક વાત યાદ રાખજો કે જાહેરમાં કારણ વિના એકલા એકલા હશે ના જતાં નહીંતર લોકો ઊંધું સમજશે.🤣🤣

-Mausam

Read More

જખ્મો હોય લાખ દિલમાં તેમ છતાંય
જો કોઈ પૂછે હાલ દિલના..!
મજામાં કહેવું પડે છે.

પીડા હોય અઢળક જીવનમાં તેમ છતાંય
દર્દને હોંઠો પર મુસ્કાન બની..!
હાસ્ય રેલાવું પડે છે.

સુખ દુઃખ તો પૂરક છે એકબીજાનાં તેમ છતાંય
દુઃખને છુપાવી, મુખને મલકાવી..!
ખુશીથી 'મૌસમ' જીવવું પડે છે.

-Mausam

Read More

કાળો છું.. ગોરો છું..
દુબળો છું.. તંદુરસ્ત છું..
સીધો છું.. ટેઢો છું..
કઠોર છું.. લાગણીશીલ છું
મૂક છું.. વાચાળ છું..
હસમુખો છું.. શાંત છું..

આપણે જેવા છીએ તેવાં સારાં છીએ કેમકે આપણા સૌનું સર્જન પરમ કૃપાળું ઈશ્વરે કર્યું છે. આપણને પૃથ્વી પર મોકલવાનો ભગવાનનો જરૂર કોઈ સારો ઈરાદો હશે. આપણે જેવાં છીએ તેવા પોતાને સ્વીકારીએ. આપણી ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કરી પ્રામાણિકતાથી જીવન જીવીએ અને પૃથ્વીના સાચા વારસ બનીએ. સ્વનો સ્વીકાર કરી આત્મવિશ્વાસને કેળવીએ અને સ્વ-વિકાસ કરીએ.

ખુશ રહો..મસ્ત રહો..
સ્વસ્થ રહો..જબરદસ્ત રહો..🤣😄😆

-Mausam

Read More

ના કર તું વાદા, ના ખુદ સે, ના ખુદા સે
બસ કર લે પક્કા ઈરાદા, સચ્ચે દિલ સે
થાન લે, ભરની હૈ ઊંચી ઉડાન હોંસલો સે
પાની હૈ મંજિલ અપને મજબૂત પંખો સે

રોકેગા તુજે..
ટોકેગા તુજે..
હર કોઈ હર કદમ પે.

રુકના નહીં..
ઝુકના નહિ..
તું કિસી ભી કિંમત પે.

આંધી તુફાન ભી આયેગા, તુજે ડરાને
હિંમત સે કર સામના તું હર આફત સે
તભી હાંસીલ હોગા મૂકામ આંસમાનો મેં
જો ડટે રહેગે હરદમ હરકદમ અપને ઈરાદો મેં

ઉમ્મીદ રખ તું..
ફિર દેખ તું..
અપને મજબૂત ઈરાદો કી તાકત કો.
તું હી બદલેગા તેરી મૌસમ કી મુસ્કાન કો.

-Mausam

Read More

આળસ

આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. જો ભૂલથી પણ આળસ નામનો કીડો જો શરીરમાં ઘૂસ્યો તો પત્યું સમજો. આળસ મનુષ્યની શક્તિઓને, આવડતને, બુદ્ધિને નિરર્થક- વ્યર્થ બનાવી દે છે. આળસુ માણસ નથી કોઈ વિદ્યા મેળવી શકતો કે નથી કોઈ ધન.

આથી મારા વાચક મિત્રો જો તમારાંમાંથી કોઇને પણ એવું લાગતું હોય કે આળસ નામનો કીડો તમારાં શરીરમાં પ્રવેશ્યો છે તો તે મોટો થઈ તમારાં શરીરમાં ઘર કરી જાય તે પહેલાં તેને ખંખેરી દૂર ફેંકી દેજો. પછી કહેતાં નહિ કે મેં કીધું નહોતું.🤣😂

-Mausam

Read More

પ્રેમ,ઈશ્ક,લવ,પ્યાર આ બધા શબ્દો સાંભળવામાં અને વાંચવામાં જેટલાં સારાં લાગે છે નિભાવવામાં એટલાં જ કઠિન છે.

આજ કાલના જુવાનિયાઓ કેરિયર બનાવવાના સમયમાં પ્રેમનાં ચક્કરમાં પડી જાય છે. છોકરીઓ પણ હેન્ડસમ છોકરાં જોઈ પ્રેમમાં પડી જાય છે. રોજ મળવાનું, મોંગી મોંગી ગિફ્ટ આપવાની ને લેવાની, અડધી રાત સુધી વાતો કરવાની, સાથે જિંદગી જીવવાના સપનાંઓ જોવાના ને આ બધામાં કેરિયરની તો વાટ લાગી જાય. અહીં સુધી તો ઠીક છે પણ જ્યારે સંબંધ જોડવાની વાત આવે ત્યારે છોકરીનો બાપ પહેલાં એ જ પૂછશે કે છોકરો કામધંધો શું કરે છે. બસ ત્યાથી ડખા શરૂ થાય. લગ્ન તો ન થાય ને જુદાઈમાં બેઉ રોઈ રોઈને અડધા થઈ જાય ત્યાં ફરી કેરિયરની વાટ લાગે.

મારો કહેવાનો આશય બસ એટલો જ છે, જુવાનિયાઓ...! સૌથી પહેલાં કેરિયરને પ્રેમ કરો. કામિયાબ વ્યક્તિ બનો પછી જુઓ છોકરીઓની કેવી લાઇન લાગે છે. પ્રેમ બહુ જ ખૂબસૂરત અહેસાસ છે તેને રમત કે ખેલ ન બનાવો. પ્રેમ જેવાં પવિત્ર શબ્દને હલકીવૃત્તિઓથી પ્લીઝ બદનામ ન કરો. પ્રેમ તો ઈશ્વરે આપેલ અણમોલ ભેટ છે. પોતાની કે બીજાની જિંદગી બરબાદ કરવાનું હથિયાર ન બનાવો.

-Mausam

Read More

કોઈપણ વ્યક્તિ આપણને કેટલો પણ ખરાબ કેમ ન લાગતો હોય પણ જો તેને સમજવાની કોશિષ કરશું તો તેનામાં કોઈક તો સારો ગુણ તમને મળી જ રહેશે. મારો કહેવાનો આશય એટલો જ છે કે બીજાની ખામીઓ ન જોતાં આપણે સામેની વ્યક્તિની ખૂબીઓ જોવાની આદત પાડવી જોઈએ.જો આમ કરશું તો સંબંધોને સમજવાની જગ્યા મળી જશે, ખામીઓને કારણે તૂટતાં સંબંધો બચી જશે. તો આવો દ્રષ્ટિની સાથે સાથે દ્રષ્ટિકોણ પણ બદલીએ... અને આપણી આસપાસનું વાતાવરણ પોઝીટીવ બનાવીએ.

-Mausam

Read More

પ્રકૃતિ તારું..
સાનિધ્ય મળી જાય..
ગજબ થાય..

સુમન તારી..
સુવાસ મળી જાય..
ગજબ થાય..

પ્રારબ્ધ તારો..
સંગાથ મળી જાય..
ગજબ થાય..

ઈશ્વર તારી..
કૃપા વરસી જાય..
ગજબ થાય..

-Mausam

Read More

બંધાઈ ગઈ..
લાગણીના તાંતણે..
હું તુજ સંગ..

-Mausam