Quotes by Sonal in Bitesapp read free

Sonal

Sonal

@marirachana
(25)

દરેક ને એક ભૂતકાળ હોય જ છે..!!
આપણે તો ફક્ત એટલું જ કરવાનું છે કે સારા ભૂતકાળને યાદ કરીને તેમજ ખરાબ ભૂતકાળમાંથી શીખીને.... આપણી આવતીકાલને વધુ સુંદર બનાવવાની છે...!! #મારીરચના 😇

Read More

દીકરા હારુ... વરહ આખું
મનભાવતું રાંધીને
ભરે ટિફિન માવડી
જેની કદર કદી કોઈએ ના જાણી...

આજે જ્યારે....
વરહમા એક દી ,જન્મદિને...
કરી સરભરા થોડા મિત્રોની,
ઇ વહુને જીવનભર સૌ એ વખાણી...

#મારીરચના

Read More

જેવું મારા વિચારોને મળ્યું પૂર્ણવિરામ,
તરત કલમે લીધો નિરાંતનો શ્વાસ...
આપસમાં શબ્દો મરકી રહ્યા હતા,
જાણે કે 'હાશ પત્યું' કહી રહ્યા હતા...
#મારીરચના

Read More

હું ગણિતમાં હતી કાચી
અને અચૂક નાપાસ થતી...
કદાચ એટલેજ જીવનમાં
હું ગણતરીબાજ નથી ...!!!
#મારીરચના

આભને નિહાળું ને
મનને પોરસાવું...
એક જ મળી છે આ જિંદગી
તો શાને દુઃખમાં વિતાવું ...
#મારીરચના

પપ્પા.... !!!
શું લખું હું તમારા માટે ?

પપ્પા,
તમારી સાથેનો એક પણ ફોટો મળતો નથી ..પણ આજે તમારો ચહેરો આંખો સામે છવાઈ રહ્યો છે જે આ અશ્રુના કારણે થોડો ધૂંધળો દેખાય છે...


પપ્પા,
નાનપણમાં જોયેલો તમારો ગુસ્સો યાદ છે, તો સ્કૂલમાં રજા પડાવીને બહાર લઇ જવાનું, પિક્ચર દેખાડવાનું, હરવા-ફરવાનું અને લાડ કરાવતા એ પણ એટલું જ યાદ છે...


પપ્પા,
તમારું ભોળપણ તમે મને કેમ આપ્યું? તમારો સમય એવો હતો કે બધું ચાલી ગયું, પણ હાલમાં આ ભોળપણ એક ખામીની નિશાની બની ગઈ છે...

પપ્પા,
મને યાદ છે અમારા ભાઈ/બહેનોમાં હું સૌથી નાની અને મારા જન્મ વખતે તમે મને પથરા સાથે સરખાવી હતી.. પણ ટૂંક સમયમાં આજ પથરો તમારી લાડકી બની ગઈ હતી...

પપ્પા,
મને યાદ છે મારા લગ્નનો ખર્ચો કેમ નીકળશે એ ચિંતામાં તમને હૃદયરોગનો હુમલો આવેલો ... ત્યારે મારા થનાર બીજા પપ્પા , મારા સસરા એ કેટલો સુંદર સધિયારો આપેલો...

પપ્પા,
વિદાય વખતે બાથ ભીડીને જેટલું રડી હતી એટલું કદાચ તમારા મૃત્યુ વખતે નહોતી રડી કારણ કે તમે હજારો જોજન દૂર પરદેશમાં બીમાર હતા અને કદાચ એકાદ વરસથી ખબર હતી કે તમે અમને ટૂંક સમયમાં છોડીને જવાના છો...


પપ્પા,
તમારો છેલ્લો અવાજ મારા કાનમાં ગુંજે છે " સોની, તું જલ્દી આવીશને મને મળવા" ત્યારે મેં કીધું હતું કે હું 15 દિવસમાં આવું છું. રાત્રે વાત કરી ત્યાં તો તમે સવારે અમને છોડીને જતા રહ્યા.. તમે રાહ પણ ના જોઈ કે પછી હું જ સંસારમાં અટવાયેલી રહી...

પપ્પા,
તમે મારી પાસેથી લીધેલું વચન કે
" તમને કાંઈ થાય તો મમ્મીને ઇન્ડિયા લઇ જજે, તારી પાસે રાખજે."
બસ તમને યાદ કરીને આ વચન પાળું છું...


લિખિતંગ:
તમારી લાડકી
સોની
#મારીરચના

Read More

આ બહારનું વાવાઝોડું તો
બે દિવસમાં શાંત થઈ જશે,
પણ જીવનનો આ જંજાવાત
કોને ખબર ક્યાં જઈ અટકશે ...
#મારીરચના

હતો જેટલો મોહ તારો
એ પણ હવે નથી રહ્યો
જિંદગી, તારા પર હવે
જરાય વિશ્વાસ નથી રહ્યો

ખબર હતી કે તું હંમેશા
કોઇનો સાથ નહીં નિભાવે
પરંતુ અંદાજ નહોતો કે તું
આવી રીતે દગો આપીશ સૌ ને

ખમૈયા કર બાપલા હવે
મૃત્યુનો થોડો મલાજો રાખ
આમ જ જો ચાલ્યું રહેશે તો
આ ધરા ભેંકાર થઈ જાશે
#મારીરચના

Read More

આ કપરો કેવો કાળ આવ્યો છે,
સર્વત્ર ફક્ત મોતનો ઓછાયો છે..
ભૂલી જઈએ દુશ્મની ને વેરભાવ ,
હવે તો એકબીજાનો જ સહારો છે..
#મારીરચના

Read More

સંવેદના થી વેદના

કેમ છો? મજામાં? મારી ઓળખાણ પડી ? નહિ ને..ચાલો..હું જ મારી ઓળખાણ આપું.. હું બેંચ નંબર-૫ .બેંચ એટલે કોઈ સ્કુલની બેંચ નહિ...પણ એક સુંદર બગીચાની બેંચ નંબર-૫.
આ મોટા બગીચામાં આમ તો મારા જેવી ઘણી બેંચ છે. પણ હું ખાસ.. કારણ કે ફક્ત અહીંથી જ આખો બગીચો દેખાય. દરરોજ અહીં અલગ અલગ ઉંમરના લોકો આવતા અને એ લોકોની વાતો , સુખ દુઃખમાં સહભાગી પણ હું જ..
જેમ કે દરોરજ સવારે મોર્નીગ વોક લઈને બે કાકા મારી પાસે જ બેસતા. અને અલકમલકની વાતો કરતા. પોતાના જુના દિવસો યાદ કરતા, શેરબજારની વાતો કરતા અને એકબીજાને નવા સ્માર્ટફોનમાં કંઈક નવું શીખવાડતા.
તો બપોરે ક્યારેક નજીકની મેડીકલ કોલેજમાંથી થોડો સમય ચોરીને એક યુવક-યુવતી આવતા.. એમના નિર્દોષ પ્રેમ, મીઠી તકરાર, રીસામણા, મનામણાની સાક્ષી પણ હું જ.
અને સાંજે બગીચામાં રમતા નાના નાના ભૂલકાની દોડાદોડી, તો કોઈક બાળકના ત્રાગા પણ મેં જોયા છે. ખૂબ જ સુંદર દિવસો જોયા છે મેં.

પરંતુ છેલ્લા એકાદ વરસથી હું સાવ એકલી પડી ગઇ છું. કોઈ મારી પાસે બેસવા નથી આવતું. ક્યારેક રખડતું એકાદ કૂતરું આવે છે. દિવસમાં બે વખત ઝાડપાન ને પાણી પાતો માળી પણ નથી દેખાતો. કોઈક પાસેથી સાંભળ્યું છે કે એ પોતાને ગામ જતો રહ્યો છે.
હાલમાં તો આ બગીચામાં હીંચકાનો કિચુંડ કિચુંડ અવાજ બંધ છે. નાના ભૂલકાઓની દોડાદોડી, એમનો કલરવ સાંભળવા હું તરસું છું.
થોડા મહિના પહેલા સમી સાંજે પેલો યુવક એકલો જ આવેલો.. હાથમાં એક ફોટો જોતા જોતા ખૂબ જ રડતો હતો. મેં ધ્યાનથી જોયું તો ડો. ના ડ્રેસમાં પેલી યુવતી, તેની પ્રેમિકા જ હતી. શું થયું હશે એને?
અને ગયે અઠવાડિયે પેલા કાકા આવ્યા હતા, એકલા જ , બસ થોડીવાર બેસવા જ. કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા. મોઢા પર માસ્ક હતું એટલે અસ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યું કે એમના પેલા મિત્ર બહુ જ સિરિયસ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. વેન્ટિલેટર ઉપર છે.

આમ તો દર વર્ષે ચોમાસા પછી અમારા રંગરોગાન થાય ,રીપેરીંગ થાય, પણ આ વખતે એ પણ નથી થયું. કોઈકના પાયા હચમચી ગયા છે, કોઈક નો રંગ ઉખડી ગયો છે તો કોઈના હાથાનું લાકડું સડીને ખોખલું થઈ ગયું છે. જાણેકે અમે પણ વેંટીલેટર પર છીએ અને ગમે ત્યારે ટપકી પડીશું. બસ મને કોઈક તો જણાવો આ શું થઈ રહ્યું છે? ક્યાં ગયા મારા આનંદદાયક દિવસો? મને એ દિવસો પાછા આપો.. પાછા આપો...

#મારીરચના

Read More