Quotes by Margi Patel in Bitesapp read free

Margi Patel

Margi Patel Matrubharti Verified

@margipatel
(707)

સ્ત્રી કમજોર નથી...
----------------------------


હું કોઈ ની દીકરી છું...
હું બહેન પણ છું...
હું પત્ની પણ છું...
હું ભાભી પણ છું....
હું નણંદ પણ છું...
હું દેરાણી પણ છું...
હું જેઠાણી પણ છું...
હું એક મા પણ છું...


અરે હું કેમ એક સ્રી છું???

આ બળાત્કારી દરિદ્ર ની વચ્ચે એક સ્ત્રી નો જન્મ જ કેવીરીતે થઇ શક્યો...

કોઈની હવસ નો શિકાર બીજાની બહેન, દીકરી, પત્ની કે માતા કેમ બને છે???

સમાજમાં જાગૃતિ લાવવા માટે સ્ત્રીભ્રૂણહત્યા નાં કાર્યક્રમો યોજાય છે... તો આ દરિદ્રો માટે કોઈ સજા નથી... એ સમયે એક ટ્વિટર, ફેસબુક ને whatsapp નો બસ એક પોસ્ટ જ...


ખબર હોવા છતાં કે આજ વ્યક્તિ છે તો કેમ તેને ત્યાંજ જ સજા આપવામાં નથી આવતી... કોની રાહ દેખાય છે. બળાત્કારી બળાત્કાર કરતી વખતે તો કોઈની રાહ નથી દેખતો...

શું એક દીકરી બની ને આ સુંદર દુનિયામાં આવવું ગુનો બની ગયો છે??? જો દીકરા આવા હોય તો એના કરતા 10 દીકરીઓ સારી...


એ બળાત્કારી... સંભાળ તું... તું જે નો બળાત્કાર કરે છે. એ એક સ્ત્રી છે. જેવી રીતે તારા ઘરમાં તારી મા ને બહેન છે... તું કોઈ સ્ત્રી ને કમજોર નાં સમજ બળત્કારી... સ્ત્રી શક્તિ નું પ્રતીક છે. નથી બોલતી તો ફક્ત સમાજ નાં બીક થી. કે તેના પરિવારજનો ને નીચે માથું નાં ઝુકાવું પડે... પણ કોઈ સ્ત્રી કમજોર નથી..

- માર્ગી પટેલ
અમદાવાદ

Read More

My First Haiku...

#KAVYOTSAV -2

(પ્રેરણા)

જિંદગી રમી ગઈ રમત અહીં...
--------------------------------

થાય અહેસાસના નવા નવા કિરણો,
લાગે જીવનમાં અનેરી રસમ અહીં,
ને,લો જિંદગી રમી ગઈ રમત અહીં...

હોય છે વસંત ને લાગે પાનખર અહીં,
કેવી બદલાતી કુદરતની રસમ અહીં,
ને, લો જિંદગી રમી ગઈ રમત અહીં...

ખૂબ દેખાય ચેહરા પર નકાબ અહીં,
છે કઈ પરખવાની અહીં રસમ નવી?
ને, લો જિંદગી રમી ગઈ રમત અહીં...

બિન મૌસમ વરસે આંખેથી વરસાદ,
લાવી જીવનમાં સંબધોની રસમ નવી,
ને, લો જિંદગી રમી ગઈ રમત અહીં...

રોજ ખૂબ લડ્યા છે ખુદ જ પોતાનાથી,
લાવી છે નવી અનુભવીની રસમ ખરી,
ને, લો જિંદગી રમી ગઈ રમત અહીં...

સાચા-ખોટા,કડવા-મીઠા,વ્યક્તિ અહીં,
લાવ્યા જીવનમાં કસોટીની રસમ નવી,
ને, લો જિંદગી રમી ગઈ રમત અહીં...

- માર્ગી પટેલ

Read More

#KAVYOTSAV -2

પ્રેમ કહાની...
-----------------

હીર અને રાંજાની એક વાત હતી,
જેમાં આપણી છુપાઈ જાત હતી.

લૈલા ને મજનું ક્યાં વિસરાય કદી,
પ્રેમનાં કિસ્સામાં સદા હયાત હતી.

ઝેર પીધા મીરાંએ હસતા વદને,
અલૌકિક પ્રેમની નોખી ભાત હતી.

સ્વપ્ન રોમિયો,ને પાંપણો ઝુલિયેટ,
એવીજ તો આપણી મુલાકાત હતી.

ને સહસા દિલ મારુ તે જીતી લીધું,
જિંદગી મારી થઈ કેવી મ્હાત હતી.

આભ ઝાકળ બની ફૂલને ભેટયું તું,
કદી ન ભુલાય એવી એ રાત હતી.

મીણ બની પથ્થર હૃદય પીગળ્યું તું,
તું આવી જ્યારે મારી સાક્ષાત હતી.

સમજાવ્યું છતાં દિલ મારુ માને ના,
મારા હાથે લખાય પ્રેમની ઘાત હતી.

- માર્ગી પટેલ

Read More

#KAVYOTSAV -2

સ્વપ્ન ની યાદો...
---------------------

હતી એ મીઠી યાદો આપણી,  વહેતી કરી દીધી...
દુઃખના ડુંગર ને આપણે સાથે અપનાવી લીધા...


હવે ક્યાં કરીશું વાતો આપણે અનોખી રાતો ની...
તારા નામે મારા સપના ને મેં સમજાવી લીધા...


જે એહસાસ લઈને આવે છે મને તારી જ જોડે...
તે રસ્તા હવે મેં બદલાવી દીધા...


પ્રેમ ના રસ થી ગઝલ મોકલી હતી તને...
તે બસ એમજ સમજી ને સળગાવી દીધી...


જીવન ભર શોધતી રહી સાથ તારો...
તારા હોઠોની એ નજાકતે હવે લલચાવી દીધા...


હવે બૌહુ થયું આ છુપાનછુપાઈ...
હવે તારા હોઠો થી અવાજ સંભળાવી દીધા...


હોઠ પર આવે છે તારી જ વાતો રાત દિવસ....
હવે મુલાકાતો ના સપના બતાવી દીધા...


તારા આ ગુલાબી ચેહરે આપ્યું આ જીવન...
બસ, તારા હોઠો એ મને ભમરાવી દીધા...

- માર્ગી પટેલ

Read More