Quotes by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” in Bitesapp read free

મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું”

મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” Matrubharti Verified

@manishchudasama17990
(189)

ઈમાનદારીની કિંમત ફળશે નહિ,
લાગણીની કિંમત કદી થશે નહિ !

ન સ્વાર્થ કોઈ સંબંધમાં, ન નીતિ ખોટી,
તોય પોતાનાં કદી પોતાનો ગણશે નહિ !

સચ્ચાઈની સફાઈ આપીને થાકી જઈશ,
તોય કદી વિશ્વાસ કોઈ કરશે નહિ !

હૃદય પ્રેમથી છલોછલ ને લાગણીનો દરિયો,
તોય સાચું હમસફર જિંદગીમાં મળશે નહિ !

નિભાવીશ કેટકેટલુંય, તોય હૃદય તૂટશે,
ને એ તૂટેલું હૃદય કોઈ દેખશે નહિ !

પણ જે દી મરણખાટલી પર હોઈશ, "મનીષ",
તે દી લોકો પસ્તાવાને ય લાયક રહેશે નહિ !

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"
29112022

Read More

હું તને કેટલું ચાહું છું
એ જતાવી નહિ શકું.
હું તને કેટલું માનું છું
એ બતાવી નહિ શકું.
હું તને કેટલું સમજુ છું
એ સમજાવી નહિ શકું.
તારા દુખે દુખી ને
તારા સુખે સુખી થાઉ છું.
મારા હૃદયની લાગણીઓનું
આલેખન હું કરી નહિ શકું.
શું કહું તને હું
બસ,
હું તને કોઈ સ્વાર્થ વિના ચાહુ છું.

- મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”

Read More

મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” લિખિત વાર્તા "નરક" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19955840/narak

Read More

પ્રેમ કરવાથી થાય છે ?
ના... ના...
પ્રેમ તો થઇ જાય છે.
આંખ થી આંખ મળી જાય છે.
દિલ થી દિલ મળી જાય છે.
મન થી મન મળી જાય છે.
બે આત્મા એક થઇ જાય છે.
દિલની ધડકનો જોરજોરથી ધડકવા લાગે છે,
ને કારણ વગર હૈયાને કોઈ ગમવા લાગે છે.
એકબીજા વિના ચેન નથી પડતું,
એકબીજા વિના ક્યાંય મનડું નથી લાગતું.
શબ્દો કરતા આંખો આંખોથી વાતો થાય છે,
હૃદયની લાગણીઓની આમ જ આપલે થાય છે.
આ પ્રેમ આમ જ થઈ જાય છે.

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"

Read More

સમય આવ્યે અટકવાનું હોય છે,
તો જ જિંદગીમાં ટકવાનું હોય છે.

રાખ્યા કરીશ જો આંધળો વિશ્વાસ તો,
કાચની માફક તૂટવાનું હોય છે.

કર્યા કરીશ જતું વારંવાર જો જીવનમાં તો,
સદાય અપમાનિત થતા રહેવાનું હોય છે.

જેવા સાથે તેવા થઈને, “મનીષ”,
આત્માનું રક્ષણ કરવાનું હોય છે.

- મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”

Read More

આપડે એકબીજાને ચાહીએ છીએ કોઈ સ્વાર્થ વિના.
એકબીજા વગરનું જીવન જીવન નથી.
આત્માનાં બંધનમાં
લાગણીનાં બંધનમાં
પ્રેમનાં બંધનમાં
એવા તો બંધાયા છીએ
કે,
એકબીજા વગરનું જીવન નરક લાગે છે.
આપડે લડીએ છીએ.
એકબીજાથી રિસાઈએ છીએ.
એકબીજા પર ગુસ્સે ય થઈએ છીએ.
પણ, પછી પાછા એકબીજા વગર રહી પણ નથી શકતા.
આપડા ખોળિયા જુદા છે ને આત્મા એક છે.

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"

Read More

આપણે જેને પ્રેમ કરીએ છીએ. જેને આપણે આપણું દિલ સદાય માટે આપી દીધું હોય છે. આપડું સર્વસ્વ સોંપી દીધું હોય છે. અને એજ વ્યક્તિ આપડી ઈજ્જત ન જાળવે, આપડું માન સમ્માન ન જાળવે, આપણને ન બોલવાના શબ્દો બોલે. છતાંય એવા વ્યક્તિને જ આપડે ચાહતા રહેવું. એ આપડી પોતાની જ સૌથી મોટી મુર્ખામી છે. એ આપડી પોતાની જ ભૂલ છે. આપડે જાતે કરીને આવા વ્યક્તિની પાછળ આપડી જિંદગી બરબાદ કરતા હોઈએ છીએ. કેમ કે, આવા વ્યક્તિનાં દિલમાં કદીય પ્રેમ હોતો જ નથી. આવા લોકો માત્ર હવસનાં જ ભૂખ્યા હોય છે. આવા લોકોને છોડી દેવામાં જ ભલાઈ છે. નહિ તો એકદિવસ એવો આવશે કે, આપડી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહિ બચે.

- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"

Read More