Quotes by Makwana Vipul Itarkaka in Bitesapp read free

Makwana Vipul Itarkaka

Makwana Vipul Itarkaka

@makwanavipulitarkaka8675


..........."નેટવર્ક"...........

"સા'બ, અવાજ કપાય છે!" વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અચાનક આવો અવાજ સંભળાતા સાહેબે હેન્ડ્સફ્રીને બટન પાસેથી પકડી મોં પાસે લઈ જઈ બોલ્યા, "હેલ્લો", "બાળકો મારો અવાજ સંભળાય છે?" ચાર-પાંચ વિદ્યાર્થીઓએ 'હા' પાડી એટલે સાહેબે ફરીથી પ્રેઝન્ટેશન દ્વારા ભણાવવાનું શરૂ કર્યું. બે મિનિટ બાદ ફરીથી તેનો તે જ અવાજ સંભળાયો, "સા'બ, અવાજ કપાય છે! સાહેબે ફરીથી હેન્ડ્સ ફ્રી બટન પાસેથી પકડી મોં પાસે લઇ જઇ વિદ્યાર્થીઓને પૂછ્યું, "હેલ્લો", "બાળકો તમને મારો અવાજ સંભળાય છે?" આ વખતે તે બાળક સિવાયના તમામ બાળકોએ 'હા' પાડી. સાહેબે તરત જ પેલા બાળકને સમજાવતા કહ્યું, "જો બેટા! તારે ત્યાં નેટવર્ક નો પ્રશ્ન હશે. એટલે, મારો અવાજ તને સ્પષ્ટ સંભળાતો નહીં હોય. તું એમ કર, અત્યારે જે બાળકો વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાયેલા છે, તેમાંથી કોઈ તારી આસપાસ રહેતું હોય તો તેની પાસે જઈને જોડાઈ જા. આટલું કહીને સાહેબે પોતાનો ક્લાસ શરૂ કરી દીધો.

મોરલ : ઘણીવાર આપણાં કર્મો દ્વારા આપણું નેટવર્ક એટલું ખરાબ થઈ ગયું હોય છે કે, આપણને ઈશ્વરનું નેટવર્ક સમજાતું નથી. આપણે તેને ફરિયાદ કરતા રહીએ છીએ. તે અમારી સામે જોતો નથી. તેના નેટવર્કમાં તો બધા હોય જ છે પરંતુ આપણે જ આપણા ખરાબ નેટવર્ક દ્વારા તેની સાથેનું જોડાણ કાપી નાખીએ છીએ. જરૂર છે આપણા નેટવર્કને સુધારવાની.
‌‌ -ઇત્તરકાકા

Read More

किसका भरोसा करें? पता नहीं;
कौन से मास्क के पीछे मौत दिखे!
-इतरकाका

જ્યારે બાળકને ઘરેથી પુરતાં પ્રમાણમાં પ્રેમ મળતો નથી ત્યારે તે પોતાની ખુશી અન્ય વસ્તુ કે વ્યક્તિમાં શોધે છે.

-ઇતરકાકા

Read More

योग यानी भारतीय रूषीओ के द्वारा किया गया अध्यात्म और विज्ञान का संयोजन हैं। जो लोगों के शारीरिक एवं मानसिक स्वास्थ्य को तंदुरुस्त बनाता है।
-इतरकाका

Read More

જવું નથી પણ
સમય‌ લઇ જાય છે
માંડ થોડુંક ભૂલ્યાં'તા
ફરીને ત્યાં જ લઇ જાય છે
અદ્ભુત છે સમયનું ચક્ર
જેનાથી ચેતતા ફરીએ
તે જ સામે આવે છે
-ઇતરકાકા

Read More

જો તમે જરુરી હોય તે વિચારવાને બદલે બિનજરૂરી વિચારશો તો એક સમયે આવતા જરૂરી વિચારો પણ બંધ થઈ જશે.
-ઇતરકાકા

સત્તાને શાણપણ શોભે. તેની અણઆવડત, દ્વેષ ભાવના તેમજ અભિમાન તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ(?) મૂકે છે.
-ઇતરકાકા

સકળ વિશ્વ માં નથી એક જ માનવી
પશુ છે, પક્ષી છે, છે વનોની વનસ્પતિ
માનવની મોટા ભાગની પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ્ય સુખ અને આનંદની પ્રાપ્તિ હોય છે. મોજશોખ એ માનવ જીવનને હર્યુંભર્યું રાખે છે. જ્યારે જીવનમાંથી મોજશોખ તેમજ આનંદ લુપ્ત થઈ જાય ત્યારે જીવન સ્મશાન જેવું બની જાય છે. જીવનને વસંત જેવું બનાવવા વ્યક્તિ વિવિધ પ્રસંગો, તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવે છે. વિવિધ મનોરંજનની પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ હંમેશા આનંદની ખોજમાં હોય છે. દરેક વ્યક્તિને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવવો એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. વ્યક્તિએ મનોરંજનની સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણી શિવાય આ જગતમાં અન્ય જીવો પણ જીવી રહ્યા છે. તેમને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું તે પણ આપણી ફરજ છે. જ્યારે વ્યક્તિ અન્ય જીવોના અસ્તિત્વને સ્વીકારી તેમનો ખ્યાલ રાખશે ત્યારે જ આપણે સાચો આનંદ માણી શકીશું.
હમણાં જ આપણે ઉતરાયણનો તહેવાર ધામધૂમથી મનાવ્યો. ઉતરાયણનો તહેવાર પૂરો થાય એટલે જ્યાં ત્યાં દોરીની ગુંચો તેમજ પ્લાસ્ટિકનો કચરો છવાઈ જાય છે. આ દોરીની ગુંચો ઘણા પક્ષીઓનો જીવ લે છે. પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. તેમજ ઘણા પ્રાણીઓ પ્લાસ્ટિક ખાય છે. આપણા આનંદથી અન્ય જીવોને નુકસાન ન થાય એટલા માટે આપણે તમામ ગુંચો તેમજ પ્લાસ્ટીક એકઠું કરી તેને બાળી દેવું જોઈએ. આપણા કાર્ય થી આપણા બાળકો ની અંદર અન્ય જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરવાની ભાવના કેળવાશે.
-ઇતરકાકા

Read More

જો આકાશમાં, એકલો હોય પતંગ મારો, તો આકાશ કેવું લાગે?
ઇ તો હોય બિજા રંગબેરંગી પતંગોનો સંગ, તો જ સુંદર અને ભરેલુ લાગે.
-ઇતરકાકા

Read More

કટ્ટર ધાર્મિક થવા કરતા;
થોડોક રેશનલ થઈ તો જો
ધર્મ સમજાઈ જશે
-ઇતરકાકા