The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*દિલને નથી કરાર તમારા ગયા પછી ,* *આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી...* *યત્નૉ કર્યા હજાર તમારા ગયા પછી ,* *લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી...* *વીતી રહ્યૉ છે એક સરીખૉ સમય બધૉ ,* *શું સાંજ શું સવાર તમારા ગયા પછી...* *ખીલે તૉ કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,* *આવી નથી બહાર તમારા ગયા પછી...* *મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,* *ચડતૉ નથી ખુમાર તમારા ગયા પછી....* *જીવતૉ તાંતણૉ છે તમારા જ દમ સુધી ,* *તૂટી જશે ધરાર તમારા ગયા પછી.....* * નાઝિર ને છેક ઑશિયાળૉ ને તમે કરૉ ,* *કરશે ન કૉઈ પ્યાર તમારા ગયા પછી....* * નાઝિર નૉ સાથ છૉડી જનારા જરા કહૉ ,* *કૉને કરે એ પ્યાર તમારા ગયા પછી.....*
ના જાણું આ રીતે બીજા ને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિ નું મને ડહાપણ નથી જોતું, અને કોઈ ટાઢ થી થરતા તો એનું અંગ ઢાંકી દયો, નકામાં આ મૃત શરીર પાછળ મને ખાંપણ નથી જોતું, અને જીવતા ને જ્યાં રાંધી ખાવા નથી મળતું ઇંધણ તો મરેલા પાસે, ખડકેલું મને બળતણ નથી જોતું, કવિતા ના દાદ ના દેનારી બે કદર મહેફિલ નું મને આમંત્રણ નથી જોતું.
જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જનમતી, દંપતી સકળ પરિસ્થાપતિ, ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રીયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા, ઉજળાવાળી સધુ બાપલ બુટ બલાળ બેચરા, ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને સાવજ કર ધર્યા, સુણી સાદ આવળ માતના રવિરાજ પણ થંભી ગિયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા... નવ લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પોસિયા, વરમંડ ધારી ઉદર વરવડી(વરૂડી) એ સાત સાગર સોસિયા, જળમા કણમા પાર કેરા લોઢ દળ સમાઈ ગિયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા... મોણિયાવાળી માત નાગલ રા ને અતિ સમજાવિયો, નહિ માનતા જુના તણો જટપાટ લઈ પલટાવિયો, કરમાલ કાગલ જો તળાજે રાજ વાજા રોળિયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા... સરધારમા આઈ જીવણી પર ઝાર મનસુબો હતો, થઈ સિંહણ બાકર શેખને સરધારમા ચિર્યો હતો, ઉંધો પછાડીને પીર સ્થાપીયો અકળ પરચા આપીયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા... ચોરીએ ચડેલ માત સોનલ કોડિયે રમતી હતી, વરમાળ ફેંકીને વેગળી ગોપાલને ભજતી હતી, જગજાળ તોડીને જોગણી બ્રહ્મચારિણી વ્રત પાળિયા, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા... આ વસમો સમય આદ્યચંડી અમ ઘેર સૌ આવજો, જીણ પેટ જન્મે શુદ્ધ ચારણ વખત એવો વરતાવજો, સત્ કાગ આદિ કળિયુગમા વસીયુ ક્યા તમે, અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser