The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લેખક - ભવ્ય રાવલ પુસ્તક - '....અને' ઓફ ધી રેકર્ડ #Book review એક પત્રકાર ના જીવનમાં આવતા પડકારો...એક એવો પત્રકાર જે ખુદ જોખમ ઉઠાવી નિષ્ઠાથી પોતાનું કાર્ય કરે ત્યારે...એને ઘણા સતાધીશો તરફથી રોકવા કે મારી નાખવાના ષડયંત્ર વચ્ચે બચીને કઇ રીતે પોતાના કામ પાર પાડે છે... રાજકારણીઓ, સતાલોલુપ, લાલચી, ભ્રષ્ટાચારી લોકોની એક એવી હદ...જયાં માનવતા નું નામોનિશાન નહિ....પોલીસ,જજ,ડોક્ટર, બધાને ખરીદીને પાળેલા પોપટ કરી નાખતા....ભ્રષ્ટાચારીઓ ને બેનકાબ કરવાનું એક મિશન.... વિબોધ એક એવું પાત્ર જે મને યાદ રહી ગયું...જો કે બધા પાત્રો ખૂબ જ દમદાર છે જ...વિબોધ પત્રકાર છે....અને એક એવું મિશન સ્ટાર્ટ કરે છે જેમાં સમાજમાં રહેતા ભ્રષ્ટાચારી લોકોને ખુલ્લા કરવા...ને પોતાની ધારદાર કલમ વડે ભલભલા ને કોઈપણ શસ્ત્ર વિના મારી શકે , એમ કહીએ કે ગળે તલવાર ની જેમ બાઝી પડે...એના માટે સુદર્શન અખબાર શરૂ કરે છે જેના તંત્રી તરીકે તે ખુદ...અને એના માલિક તરીકે સત્યા... સત્યા અને વિબોધ ની મુલાકાત એક સોશિઅલ સાઈટ પર થઈ હતી અને ધીમે ધીમે વાતચીતનો દોર વધ્યો...અને સત્યા વિબોધ ના સાહિત્યિક, પત્રકારીત્વ, જીવન, વિશેના વિચારોથી પ્રભાવિત થઈ ગઈ....અને વિબોધ પણ સત્યા ના વિચારો એના જવાબો થી.... સત્યા એક એવી સ્ત્રી જેના નામ ની જેમ સત્ય ની નજીક પણ કોઈ એને સમજી કે સ્વીકારી શકે નઈ.... જ્યારે વિબોધ એક એવું રેકર્ડ બનાવે છે કે જેમાં લોકોના કાળા કામો અને સ્વિસ બેન્ક માં પડેલા કાળા નાણાં ની વિગત દર્શાવતું લિસ્ટ જેની ફાઇલ એની જોડે હોય છે...જેમાં દેશના પ્રતિષ્ઠિત નામી રાજકારણીઓના નામ હોય છે....જે ફાઇલ ને જપ્ત કરવા આ રાજકારણીઓ દ્વારા વિબોધ ને એક બેનામ મોત દેવા ષડ્યંત્ર રચાય છે...જેમાંથી વીબોધ ને એનો મિત્ર મોહન બચાવે છે.... જ્યારે આ ફાઇલ એક એવી વ્યક્તિના હાથમાં જવાના અણસાર સત્યા ને મળે છે કે જે ખતરનાક હોય શકે...ત્યારે એ વિબોધ ને એ ફાઇલ ન દેવા કહે છે...વિબોધ ટસ થી મસ નથી થતો ત્યારે સત્યા વિબોધ પર ગોળી ચલાવે છે...આ બાબત પર થી કહી શકાય કે જ્યારે દેશના હિત ની વાત આવે ત્યારે કોઈ મિત્ર નથી... કોઈ પાર્ટનર નથી....કોઈ કઇ નથિ... વિબોધ ના ખૂન ના કેશ મા સત્યા ને ખૂબ જ યાતના સહન કરવી પડે છે...એને મેન્ટલ સાબિત કરવા સરકારી વકીલના જુઠા સબુતો....અને હોસ્પિટલમાં પુરી રીતે પાગલ કરી નાખતી થર્ડ ટોર્ચર સિસ્ટમ....જો કે એને વિશ્વાસ હોય છે કે વિબોધ આવશે....જ્યારે આ બધા થી કંટાળીને સત્યા આત્મહત્યા કરવા જાય છે ત્યારે વિબોધ આવીને એને બચાવે છે... આમ આ નોવેલ એક એવી વાસ્તવિકતા રજૂ કરે છે કે...કોઈ પણ સતાલોલુપ રાજકારણી પોતાની પ્રતિષ્ઠા અને નામ ને બદનામ ન થવા દેવા એક નિષ્ઠાવાન પત્રકાર ને ઠાર કરવા ડૉક્ટર, પોલીસ, જજ, બધાને ખરીદી લે....ત્યારે આ ન્યાયની વ્યવસ્થા પર ઘણા સવાલો ઉભા કરે છે... આગળ વિબોધ એ ફાઇલ નું શુ કરે છે...? એને એના સાચા મુકામે પહોંચાડી શકે છે કે કેમ ? આ બધા ષડયંત્ર પાછળ કોણ છે... શુ આ મિશન કામયાબ થાય છે ? વિબોધ નું શુ થાય છે....?? આ બધા સવાલો ના જવાબ મેળવવા must read this book.... સત્યા વિબોધ પર બુક લખે છે જેનું ટાઇટલ......અને' ઓફ ધી રેકર્ડ... છેલ્લે નોવેલ મા એક શેર છે...અકબર ઇલાહાબાદી ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો જબ તોપ મુકાબીલ હો, તો અખબાર નિકાલો..
પુસ્તક - અમૃતા પ્રીતમ એક પ્રેમ કહાની લેખક - ઉમા ત્રિલોક અનુવાદ - ભદ્રાયું વચ્છરાજાની sunday મેગેઝીન મા આવતી અંકિત દેસાઈની કોલમ બુક કોર્નર મા આના વિશે વાંચ્યું હતું જો કે અમૃતા પ્રીતમ,ઇમરોઝ અને સાહિર ના નામથી અજાણ ન હતી..ટુકડે ટુકડે વાંચ્યું હતું...એકવાર પૈસા ભેગા કરીને 2 બુક ઓર્ડર કરેલી એક તો રઈસ મણિયાર ની મરીઝ સાહેબ નો પરિચય અને ઉમા ત્રિલોક ની અમૃતા ઇમરોઝ જેનો અનુવાદ ભદ્રાયું વચ્છરાજાની કરેલો એ ઓર્ડર કરેલી પણ પપ્પા જોઈ ગયા, મને કે આવી બુક વંચાય, love story, એમને એ જ દિવસે એ બન્ને બુક પાછી મોકલાવી દીધી...જો કે અફસોસ થયો હતો....પણ એક મિત્ર એ લિંક મોકલી કે માતૃભારતી માં છે...tqsm dear.. # Book review કોઈ પણ સામાજિક રીતરિવાજ વિના જોડાયેલ બે વ્યક્તિઓની દાસ્તાન... અમૃતા અને ઇમરોઝ ના છુટા છવાયા સંવાદો....જેને જોડીને રચાયેલ પુસ્તક... પ્રેમ અને આઝાદી બન્ને વિરોધાભાસી છે, બન્ને એકસાથે સંભવી જ ના શકે, પ્રેમ કોઈને પ્રેમની ગાંઠથી બાંધે છે, જ્યારે આઝાદી બધા બંધનો તોડીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું નામ છે...આ સ્ત્રી કે જેણે આ બન્ને આયામો ને એકસાથે જીવ્યા...એક આઝાદ, ખુદદાર સ્ત્રી, જે કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈનો સ્વતંત્રતા દિવસ હોય તો એ મારા માટે ઇમરોઝ છે... ઇમરોઝ અમૃતા કરતા 7 વર્ષ નાના છે, એકવાર અમૃતા કહે છે કે, અજનબી.... તુમ મુજે જીંદગીકી શામ મેં ક્યુ મિલે મિલના થા તો, દોપહર કો મિલતે.... બન્નેએ જ્યારે કોઈ સામાજિક રીતરિવાજ વિના સાથે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે અમૃતા ઈમરોઝ ને કહે છે કે, એકવાર તમે દુનિયા કેમ નથી ફરી આવતા જો પછી પણ તમે પાછા આવ્યા અને મારી સાથે જીવવાનું પસંદ કર્યું તો હું એ. જ કરિશ જે તમે ઇચ્છસો.. ત્યારે ઇમરોઝ અમૃતાની આજુબાજુ ફરીને કહે છે ચાલો હવે મેં દુનિયા ફરી લીધી...ઇમરોઝ ની પુરી દુનિયા અમૃતા જ હતી.. ..અમૃતા ને રોજ મોડી રાતે કોઈ પણ જાતનો શોર ન હોય ત્યારે લખવાની આદત...અને તે ચા બનાવવા ઉઠી શકે નહિ...રોજે ઇમરોઝ એના માટે 1 વાગે ઉઠતા ચૂપચાપ એમના ટેબલ પર ચા નો કપ મૂકી આવે એમને ખબર પણ ન પડે એમ...છેલ્લા ચાલીસ વરસથી આ ક્રમ ચાલુ રહ્યો... એવો નિયમ હોય છે કે પતિ પત્ની એક જ રૂમમાં રહે પરંતુ ઇમરોઝ ને અમૃતા સામ સામે ના રૂમમાં રહેતા જેથી એકબીજાની સુગંધ મેળવી શકે... દર્દ વિશે અમૃતા કહે છે કે, દર્દ તમારું સલામત રહે, ન જાણે આશિષ છે તે કે અભિશાપ... એક દર્દ હતું, જે સિગારેટ ની જેમ મેં ચૂપચાપ પીધું, માત્ર થોડી કવિતાઓ છે - જે સિગારેટમાંથી રાખની જેમ મેં ખંખેરી છે... અમૃતા પોતાની કવિતાઓને નાઝાયઝ બાળક જેમ કહે છે કેમ કે એમની કવિતાઓનો નાઝાયસ બાળક ની જેમ તિરસ્કાર થયો હતો...જયારે ભાગલા થયા ત્યારની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ નો ચહેરો રજૂ કરતી હૃદયદ્રાવક કવિતાઓ વિરુદ્ધ પણ ઘણી રચનાઓ થઈ અને એમની ઘણી સાહિત્યિક રચનાઓ ને પબ્લિશ થતા રોકવામાં આવતી કેમ કે એમણે... પતિ હોવા છતાં બીજા પુરુષ સાથે પરણ્યા વિના રહેતા હતા... એ જમાનામાં કદાચ સમજી શકીએ કે કેટલા વિરોધ વચ્ચે આ સ્ત્રી પોતાના નિર્ણય પર મક્કમ રહી હશે.... એવી સ્ત્રી જેણે સૌપ્રથમ live in માં રહેવાની શુરુઆત કરી...અને કોઈપણ જાતના ડર વિના પોતાના સીધાંતો મુજબ જીવ્યા... ઇમરોઝ કહે છે કે જે સ્ત્રી અને પુરુષો ને પોતાના નિર્ણય પર ભરોસો નથી હોતો એને જ સામાજિક સ્વીકૃતિની જરુરત હોય છે ..... શરીર પરનો ઘા એક સામાન્ય રોગ છે ઘાના નગ્નપણાથી જો શરમ આવે તો સપનાનો એક ટુકડો ફાડીને ઘા પર લગાવી લો... ----------------------------- ઉઠ અપને ઘડે સે પાની કા કટોરા દે ધો લૂંગી બેઠકર રાહો કે હાદસે -------------------- અમૃતા પ્રીતમ એમના મિત્ર માટે લખે છે કે, અજનબી કા તો મને પાંખ આપી દે કે પછી મારી પાસે આવીને રહે.... ઇમરોઝ પોતાની પેઇન્ટિંગ વેચાય એના માટે એક્ઝિબિશન ક્યારેય ન કરતા તેઓ કહેતા કે, 'કલા ને દર્શકની જરૂર નથી પરંતુ દર્શક ને કલા ની જરૂર છે... અમૃતા જ્યારે આ દેહ છોડીને જાય છે ત્યારે ઇમરોઝ એ જ રાતે એક કવીતા લખે છે જેની 2 લાઈન... વૃક્ષ હવે બીજ બની ગયું હવાઓ મા ઉજડી ગયું ખબર નહિ કઈ ધરતીની શોધમાં .....?? કદાચ આવા આત્માઓ વિખુટા નથી પડતા.... એકાકાર થઈ જાય છે.... એકબીજામાં સમાય જાય છે.... પુરી નોવેલ મસ્ત છે મેં તો મને ગમતું મૂક્યું તમે તમારું ગમતું મુકજો....
ક્યાં સુધી તું કોઇની સલાહ પર જીવતો રહીશ sir...દિવ્યભાસ્કર માં આવતી તમારી ચિંતનની પળે કોલમ રેગ્યુલર વાંચું છું...બીજા લેખકો કરતા તમારી ભાષા એકદમ સરળ..ઉદાહરણ પણ એકદમ સમજાય એવાં હોય...કોઈ અઘરા શબ્દો નઈ કે વાચક સમજી જ ન શકે...☘ https://www.matrubharti.com/book/8150/
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser