Quotes by Lichi Shah in Bitesapp read free

Lichi Shah

Lichi Shah Matrubharti Verified

@lichishahpatel8382
(168.3k)

પ્રભુ 🙏🏻...

હશે એ દ્રષ્ટિભ્રમ, પણ છળ તો નથી જ
માંગીએ એ ભેગા પામી પણ લઈએ
એટલું એ સરળ તો નથી જ

હા,હતાં મૌન અધર,
પણ ન જોયા એ જોડેલા કર?
ન જોયું એ નમેલું શીશ?
ને ન જોઈ એ મૂંગી રીસ?
ખરા છો તમેય પ્રભુ!
માત્ર શબ્દો થી જ વ્યક્ત થાય
એટલું એ અકળ તો નથી જ.


કોઈ ના સંપૂર્ણ સમર્પણ ને કેમ કરી વર્ણવશો?
હે સર્વશક્તિમાન!
આપને આ સર્વોચ્ચ સ્થાન માટે ગર્વ છે
કે અભિમાન એ સમજાવશો?
નતમસ્તકે પાંપણોથી હમણાં
કોઈ તમારા ચરણ પખાળી ગયું,
પ્રભુ જરાં ધ્યાન થી જુઓ,
ગમે તે હોય પણ એ માત્ર જળ તો નથી જ.

નર્યા ઝંઝાવાત વચ્ચેય અડીખમ છું
હાલક-ડોલક નાવમાંય સક્ષમ છું
બસ કરો હવે કરુણાકર;
આ મધદરિયે ઉઠતો વલોપાતનું કારણ માત્ર
વમળ તો નથી જ.


એ આસ્થા છે, શ્રદ્ધા છે, પ્રાર્થના છે
એ વિનંતી સાર્થક કરવાની અભ્યર્થના છે
પ્રભુ!આપના ચરણો માં ચડાવવામાં આવતા પુષ્પો એ
માત્ર ફૂલ, ગલગોટા કે કમળ તો નથી જ....

Read More

આંખ થી સરકેલ શમણાં ને
પાંપણ નો સહારો જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

સ્મૃતિઓ ની સોનેરી સાંકળ પર
'ફુરસત'નો સિંદૂરી વરખ જો ચઢશે
અને સૂરજ ઢળશે તો ગમશે

ગમા -અણગમાં નાં વલોપાત વચ્ચે
ક્રોધ -ઉચાટ નાં સનેપાત વચ્ચે
ઘડી -બે ઘડી માથું ટેકવવા
એ ખભાની ઓથ જો મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

અમે ક્યાં સંપૂર્ણ અધિપત્ય માંગ્યું છે?
આંખ માં આંખ પરોવી કહી શકાય
બસ એવું અખંડ સત્ય માંગ્યું છે...
દિનભરની વ્યર્થ રઝળપાટ પછી
આ રાહબરને મનગમતી રાહ જ્યાં મળશે
અને સૂરજ ઢળશે તો ગમશે

---લીચી

Read More

પ્રીતમ

લીચી

કૃષ્ણમયી

સાજણ...

ls

"માઁ નો ઓડકાર "
એના પેટમાં તો જાણે લાય લાગી હતી. સવારનો અન્નનો એક દાણોય પેટમાં નથી ગયો. ઉપરથી એક રૂપિયાનુંય દાતણ નથી વેચાયું. બ્રશના જમાનામાં દાતણ લેય કોણ?

બાજુમાં સૂવાડેલો મુન્નો ભૂખથી થોડો સળવળ્યો. લખમી લાચાર બની દીકરાને જોઈ રહી. ત્યાં વળી કોઈ આજુબાજુ જોઈ પાળીતું કૂતરું કે ગાય ન મળતા લખમીને કોથળીમાં વધેલો સૂકો રોટલો દઈ ગયું.

ફટાફટ મુન્નાને ઉઠાડી રોટલો અને પાણી આપ્યા. મુન્નો બે -મોઢે ખાવા મંડ્યો. "ઓહયા "-એક ભર્યો ઓડકાર લખમીને આવ્યો.પેટને શાતા વળી.

Read More