Quotes by Krupali Lakhani in Bitesapp read free

Krupali Lakhani

Krupali Lakhani

@krupalilakhani2000gmail.com5983
(5)

દાસ્તાં- એ - દોસ્તી



શબ્દો નથી મારી પાસે એ દોસ્ત કે હું તારા દિલ ની સુંદરતાને વ્યક્ત કરું શકું,💛
શબ્દો નથી મારી પાસે કે હું તારા વિચારોની વિશાળતા ને કંડારી શકું ,

તારા એ મનમોહક સ્મિત વિશે તો કેહવુ પણ શું,☺️☺️
એ સ્મિત તો છે જેને આ પાગલને પણ સ્મિત કરતા શીખવ્યું છે ☺️

જિંદગી તો હું પેહલા પણ જીવતી હતી ,
પણ એમાં ખુશ રેહતા તો તે શીખવ્યું છે ...

ભલે તું ક્યારેય ના કહે પણ ક્યારેક જીદ કરીને પણ ખુદ માટે બોલતા પણ તે જ શીખવ્યું છે ...

જિંદગી ની આ સફર માં સાથ તો ખબર નથી કેટલો હસે ,
પણ હા યાદો નો ખજાનો ને તારી વાતો ની સરવાણી હમેશા મારા દિલ માં ધડક્તી રેહશે,

તારી ખુશી નું કારણ હું કોઈ દિવસ બનીસ કે નહિ નથી ખબર

પણ જ્યારે પણ તું કદાચ દુઃખી હોઈશ ત્યારે તારા ચેહરા પર સ્મિત લાવવાની પેહલા કોશિશ હંમેશ મારી હોય એવો પ્રયત્ન જરૂર કરીશ.....

Read More

ખબર નહિ લોકો કેમ એને જ દોસ્ત બનવવા ઈચ્છે જે સામે પણ દોસ્તી નિભાવે , શું એક તરફી પ્રેમ થઈ શકે ને માન્ય પણ ગણાય , ને એકતરફી પ્રેમ માં જીવી પણ જવાય તો એક તરફી દોસ્તી ના જીવી શકાય કે ના નિભાવી જણાય ?💛💛💛

-Krupali Lakhani

Read More

"ચાલને ફરી એકવાર મળી લઈએ."






ચાલને ફરી એકવાર મળી લઈએ,
ચાલને એ જૂની યાદો ને ફરી વાગોળી લઈએ.

ચાલને ફરીએકવાર લેક્ચરો બંક મારીને,
કલાકો સુધી વાતો કરી લઈએ.

ચાલને ફરી એકવાર કામના બહાને ,
આખી કૉલેજ માં ચક્કરો લગાવી લઈએ,

ચાલને ફરી એક વાર વાત છુપાવવાના લીધે ખૂબ ઝગડી લઈએ,
ચાલને એ જિંદગી એકવાર મન ભરીને જીવી લઈએ .

ચાલ ને ફરી એકવાર અસાઇમેન્ટ માટે છેલ્લા દિવસે આખા ક્લાસ માં દોડી લઈએ,

ચાલને ફરી એકવાર એ રીસેસ માં બેલ માં દોડીને કેંટીન તરફ દોટ મૂકી લઈએ,

ચાલ ને ફરીએકવાર પ્રાથના માં ના બેસવા ધીમા માં ધીમે ગતિએ ચાલી લઈએ,

ચાલને ફરી એકવાર છેલ્લા લેક્ચર માં બેલ પડતા જ મેરેથોન ની જેમ દોડી નીકળીએ.

ચાલને ફરી એ પ્રોફેસરો ને સાથે સમય વિતાવી લઈએ ,
એ વીતી ગયેલી યાદો ને ફરી એકવાર જીવી લઈએ,

ચાલને એ કૉલેજ ને, એ પ્રોફેસરોને, એ  ક્લાસ ને , એ કેંટીન ને , એ લાયબ્રેરી ને , એ રંગમંચ ને ફરી એકવાર  આંખો માં વસાવી લઈએ,

ચાલને ફરી એકવાર મળી લઈએ,
ચાલને ફરી એકવાર એ જિંદગી ને મન ભરીને જીવી લઈએ.

Read More

नकाब से रखवाई नहीं होती जनाब,
रखवाई तो निगाहों से होती है।

-Krupali Lakhani

શિક્ષક


માં બની જીવનનું ઘડતર કરે,
તો પિતા બની જીવન જીવતા શીખવે

ભાઈ  કે બહેન બની પરિસ્થિતિ નો સામનો કરતા        શીખવે
તો મિત્ર બની દરેક પરિસ્થિતિ મા સાથ પણ નિભાવે,

ગુરુ બની જ્ઞાન પણ આપે
દરેકના વિચારોને એ માન પણ આપે

કર્મ નિષ્ઠા ને જે જીવન માં સ્થાન આપે
સાથે નસીબ કરતા વધુ મેહનત ને માન આપે

પોતાના પરિવારમાં સ્થાન આપે
સાથે દરેક વિદ્યાર્થીઓ ના હદય મા જે વગર તાજે પણ રાજ કરે

શિક્ષક બની જે કદાચ વિદ્યાર્થીઓને  શિક્ષા તો કરે
પણ જાણે એમનું હદય તે દિવસ દુઃખ મા આધી રાતે આંસુ બની રડે

વિદ્યાર્થીઓ ને શીખવવા જાણે એક દિવસ શિક્ષા જો આપે
એ દિવસ ને એ પોતાની જિંદગી નો બ્લેક ડે ગણાવે

શિક્ષક મહત્તા ને આ શબ્દો માં બાંધી શકવાની લાયકાત તો નથી,
પણ જાણે આજે આ શબ્દો જ મારી લાગણીઓ વ્યક્ત કરવાનો સહારો બન્યા છે..

( મારા જીવન માં અમૂલ્ય સ્થાન ધરાવતા મારા દરેક શિક્ષકોને સમર્પિત 🙏💐💐💐 )
  
                                       કૃપાલી લાખણી...

Read More

માતા પિતા તરીકે ની લાગણીઓ ને સમજવા માટે માતા પિતા બનવુ જરૂરી નથી કારણકે દરેક સ્ત્રી ને પુરુષ માં ભગવાને જન્મતાની સાથે જ માતૃત્વ ને પિતૃત્વ ની લાગણીઓનો સંચાર કરેલો હોય છે

-Krupali Lakhani

Read More

મારા જીવન નો આધાર છે તું ,
મારી જીંદગી નો સાર છે તું ,
મારા અસ્તિત્વ નો પડછાયો છે તું,
મારા હદય નો ધબકારો છે તું.
કોળિયો એક તું ભરે છે ને પેટ મારું ભરાઈ છે ,
અરે, સ્મિત એક તું કરે છે આ ધરતી પર જાણે સ્વર્ગ પથરાઈ છે.
પાપા પાપા પગલી માંડી જ્યારે તે ભરી હતી એક ડગ,
ત્યારે તારી સાથે જાણે અમે પણ એક નવી જિંદગી ની શરૂઆત કરી હતી.
જ્યારે હું હોવ દૂર તારાથી એ દરેક ક્ષણે મારી આંખો માત્ર તને જ ઝંખે છે,
દુનિયાથી ભીડી ને જ્યારે સાંજે હું થાકી ને લોથ પોથ થાવ છું ત્યારે તારી મલકાતું મુખ જાણે અલગ જ આંનંદ આપે છે મને
આજે તું મારા શબ્દો ને સમજી તો નઈ શકે પણ
આ વરસો સુધી હદય રૂપી અને સાધન રૂપી કેમેરા માં જેટલી પણ યાદો ને સમાવી છે અને આગળ સમાવાસુ એ યાદો જ અમારા જીવન નો સહારો છે. ઈશ્વરે આપેલી તુજ સ્વરૂપે અમૂલ્ય ભેટ બદલ હું આજના આ દિવસે હું એમનો આભાર વ્યક્ત કરું છું...

( માતા પિતા ની તેમના બાળકો પત્યે તેમના જન્મદિવસે લાગણીઓ નો ટૂંકસાર )

Read More

तुझे अपने आप से ही दूर करने की कोशिश कर रही हूं , वो भी खुद तुम्हारे कहने पर ,
क्युकी कल दूर होजा ने के बाद मुझे बुरा ना लगे , पर अभी कोशिश करने में भी जैसे में हजार मौत मर रही हूं।

-Krupali Lakhani

Read More

ઈશ્વર પાસે પોતાની જાત માટે માંગવાની સૌથી અમૂલ્ય ભેટ એટલે પોતાની મેહનત થી કમાયેલા પૈસા થી અને પોતાની જાતે બનાવીને બે ટક શાંતિથી જમી શકીએ એટલી જ જિંદગી..🙏

-Krupali Lakhani

Read More

इस दुनिया में सबसे बूरी चीज़ है किसी व्यकति की आदत हो जाना , जिसे नाही छोडी जा सकती है और नाही बदली जा सकती है।
-Krupali Lakhani

Read More