Quotes by કુંજલ in Bitesapp read free

કુંજલ

કુંજલ Matrubharti Verified

@koyal14
(190)

#તું અને તારી વાતો ♥️

અયાના, અયાન અને રોબિન.. તેઓ એ તેમના પ્રિયજન ની લાગણી ને પોતાના કરતા વધારે મહત્વ આપ્યુ.એક એવી પ્રેમ કથા કે જે દર્શાવે છે કે પ્રેમ કરવું ખૂબ સરળ પણ નિભાવવું ખૂબ જ મુશ્કેલ છે. અને જો તમે તે કરી શકો તો પેલો ડાયલોગ છે ને..'पुरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है'.
આ વાર્તા છે ' લાગણીઓ નું મૂલ્ય'..

Read More

તારી યાદ માં ખોવાઈ છે દિલ..
સપના આવે છે તારા ખુલી આંખે...
જીવું છું તે સપના ના સથવારે,
હસી પડે છે હોઠ તેમાં તને જોઈને.
સ્પર્શ નો અહેસાસ થતાં તારા, દિલ એક ધબકારો છોડી દેય છે.
તારી મીઠી યાદો ને સંગાથ વિતાવું છું વિરહ ની એક એક પળ.

- કુંજલ

Read More

તું જ તારો ગુરુ થા..

     375 વર્ષ પહેલાં કવિ અખા એ તેમના અખાના છપ્પા ' ગુરુ અંગ' માં કહ્યું હતું તું જ તારો ગુરુ થા. તેણે પોતે જ પોતાના ગુરુ થવા કહ્યું હતું. અને જો તે વાત નો મર્મ જાણશો તો સમજાશે કે કેટલું તથ્ય છે આ શબ્દો માં.
     માણસ હંમેશા થી બસ પોતાને સાચા અને બીજા ને ખરાબ ચિતરતા જ આવ્યા છે. પણ ક્યારેક જો આત્મ મંથન કરે અને પોતાની ભૂલ આત્મસાત કરે તો સમજાય કે મારા કાર્ય માં શું ખોટ રહી ગઈ હતી અને સામેની વ્યકિત એ કયા કારણ થી અનુચિત વર્તન કર્યુ તે સમજાય. કદાચ ભૂલ તે સમય ની તે સ્થિતિ ની પણ હોય તો તમે સામેના વ્યક્તિ ની જ ભૂલ છે એવું સાબિત નઇ કરી શકો. આવી સ્થિતિ માં જેમ ગુરુ તમને જ્ઞાન આપે તેમ તમે પોતાની જાત ને જ ઠપકારી શકો છો કે આ કામ ખોટું હતું, બીજી વખત હું થોડું સમજી વિચારીને વર્તન કરીશ.
    માણસ નો ગુસ્સો અને અહંકાર તેને પોતાની ભૂલ સ્વીકારતા અટકાવે છે. તમે તમારા ગુરુ ની સલાહ લેવ છો કે તમે તમારા ગુસ્સા પર કાબૂ કેમ નથી કરી શકતા..હું શું કરું? તો આવી સ્થિતિ માં જેમ ગુરુ શાંત ચિત્તે તમને સમજાવે તેમ તમારે પોતાની જાતને સમજાવી જોઈએ , ઘણી વાર ફકત આત્મમંથન થી પણ ગુસ્સો કાબૂ માં એવી શકે. મૌન થી ઉત્તમ કોઈ શસ્ત્ર નથી. તમે મૌન રૂપી શસ્ત્ર થી કોઈને પણ પરાજય આપી શકો છો. પોતે જ પોતાના જ વિવેચક બનવું જોઈએ. કોઈ પરિસ્થિતિ માં તમને કોઈના માર્ગદર્શન ની જરૂર પડે ત્યારે પોતાની જાત ને સમજવાની કોશિશ કરો , કારણ કે તમારા પોતાના સિવાય કોઈ તમને સારી રીતે સમજી શકતું નથી.
     જો વ્યક્તિ પોતે જ પોતાના ગુરુ બની જાય તો કોઈ પણ લડાઈ જીતી શકે છે. 
   આપ સૌ ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🙏

                                                          કુંજલ. 

Read More

વર્ષા ના અમી છાંટણા થી ફૂલ જાણે હસી ઉઠ્યું!!

મારી નવલકથા નો નવો ભાગ !!
"ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૧"
https://www.matrubharti.com/book/19888188/facebook-prem-shu-shaky-chhe-11

મારી નવી વાર્તા !!

વ્યવહાર નથી બદલાતા,
સંજોગ બદલાય છે..
માણસ નથી બદલાતા,
તેનો અભિગમ બદલાય છે..
ભીડ વચ્ચે જ્યારે કોઈ ની ખોટ વર્તાય છે,
ત્યારે સંબંધ ની કિંમત સમજાય છે.
- By Kunjal

Read More

ચુંબન એ તાણ દૂર કરવા માટે નું ઉત્તમ માધ્યમ છે.
#ચુંબન

પ્રેમ વધે કે ઘટે ખરો??

Valantine's day આવે છે, તો થોડું પ્રેમ વિશે લખવાનું મન થયું...

કબીર ની એક પંક્તિ યાદ આવી...
घड़ी चढ़े घड़ी उतरे, वह तो प्रेम ना होय
अघट प्रेम ही ह्यदय बसे, प्रेम कहिए सोए।
અર્થાત્.. ઘડીક માં ચડે અને ઘડીક માં ઉતરી જાય તે સાચો પ્રેમ તો ના જ હોય... સાચો પ્રેમ તો બસ અવધ - અઘટ હોય છે... જે બસ નિરંતર પ્રેમી ના હૃદય માં અડીખમ વહ્યા કરે અફાટ સાગર ના પાણી ની જેમ. હા,સાગર માં ભરતી ઓટ આવે તેમ પ્રેમ માં પણ રિસામણા મનામણા આવે જ. પણ તે તો પ્રેમ ની રીત છે. જેમ મીઠા જામફળ માં મરચું નો જરા સ્વાદ આવે તો મજા આવે ખાવાની , તેમ પ્રેમ માં પણ થોડા રિસામણા મનામણા આવતા રહે તો સંબંધ જીવંત લાગે. કારણ કે સ્થિર પાણી પણ ગંધાય ઉઠે છે, તેને પણ થોડા ઉછાળા ની જરૂર હોય છે. તેમ સ્થિર સંબંધ પણ જીવન નીરસ કરી દે છે, તેને પણ થોડી ભેટ, થોડા વખાણ, થોડી કાળજી, થોડી મીઠાશ, થોડા attention રૂપી ઉછાળાની જરૂર હોય છે!!
            
         આશા રાખું છું કે તમને વર્ષ ના ૩૬૫ દિવસ તમારો પ્રેમ મળતો રહે, અને દરેક દિવસ તેને માણતા રહો. કોઈ પણ પ્રેમ એક દિવસ માં વધી નથી જતી કે ઘટી નથી જતો , તમને ફક્ત પ્રેમ ને માણતા આવડવું જોઈએ!!
                                               - કુંજલ

Read More