Quotes by કિસ્મત પાલનપુરી in Bitesapp read free

કિસ્મત પાલનપુરી

કિસ્મત પાલનપુરી

@kismat23
(43)

ના તોડો ડાળી એમની પારિજાતને ખિલવા દો,
મસ્ત મધુરી ખુશ્બુ એની ઘર-આંગણે ફેલાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જ્યોત જગાવા દો.
કોખ માં એને મારશો તો વહુ ક્યાંથી લાવશો ?
કાલીઘેલી વાતો મહીં બચપણ ક્યાંથી પામશો !
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.
નાં મારો જન્મવા દો એને સપનાઓ સજાવા દો,
ભણી-ગણી આદર્શ બને એ રસ્તો બનાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.
ક્યાંક કલ્પના ક્યાંક ઈન્દિરા લતા મંગેશકર ને ગાવા દો,
છ-છ ગોલ્ડ મેડલ જીતનારી હીમાદાસ ને થાવા દો,
બંધ કરો હત્યા બેટીની જીવન જયોત જગાવા દો.

- કિસ્મત પાલનપુરી

Read More

ભર ઉનાળે થઈ વિંઝણો મન ભિંજવે
રાત આખી હું જાગ્યા કરૂં તારી યાદમાં
ને વહેલી સવારે ઝાકળનો સહવાસ ભિંજવે
         સનમ તારી યાદ ભિંજવે
આંખોના સમણાંમા સમાયો શ્ર્વાસ ભિંજવે
ખેતરને શેઢે પૂનમની રાત ભિંજવે
વડલાની ઘનઘોર ઘટામાં હું અટવાયો
ને આંબાડાળે કોયલનો ટહુકાર ભિંજવે
       સનમ તારી યાદ ભિંજવે
નયનોથી નયને મળેલા તાર ભિંજવે
યૌવનની મોસમ આ મુશળધાર ભિંજવે
પલકોમાં સચવાયો ચહેરો વરસોથી
ને રૂદિયામાં સંગ્રાહેલ તમારો સાદ ભિંજવે
           સનમ તારી યાદ ભિંજવે
નટખટ નજરો હસતો ચહેરો ખાસ ભિંજવે
ને મારાં માં રહેલો તારો અહેસાસ ભિંજવે
વરસોથી તરસી મારી આ ધરતીને
તારા સ્પર્શનો પહેલવહેલો વરસાદ ભિંજવે
            સનમ તારી યાદ ભિંજવે

          - કિસ્મત પાલનપુરી
                   ( રવિધામ )

Read More

આખરી સલામ

જે રૂદિયામા જીવતી ને યાદ બહું આવતી,
એ જીંદગી ને આ અમારી આખરી સલામ છે.

ભર ઉનાળે ખેતર તણા રસ્તામાં આવતા;
દિલને ઉમંગ થતો પણ કશુંક સતાવતા,
નવવધુ નાં રૂપ જેમ સોળે કળાએ ખિલતાં;
એ કેસુડાનાં ઝાડને આ આખરી સલામ છે.

ચંદ્ર તણી આશ માં તરસી ઊભેલી ચાતકી;
ને સારસો ની પ્રિત મે બચપણમાં ભણી હતી,
એક સારસ જો મરે બીજું પાછળ જીવ ત્યજે;
એ પ્રિતઘેલા પંખીઓને આ આખરી સલામ છે.

વોકરાંની રેત માં આળોટતા ખુશ થઈ;
આગિયાં ને આંબવા રાત્રે પાણી માં દોડતા,
કોતરોમાં જ્યાં વસી રંગીન અમારી દુનિયા;
એ નદીના પટ ને આ આખરી સલામ છે.

પ્રિત મારી જ્યાં મળી એ ક્ષણ મે હદયે ભરી;
પ્રણય તણી એ પળો સ્મરણમાં મારા ભળી,
અનંત પ્રણય નજરમાં લઈ પાંપણો ઝુકાવતી;
એ ઘેલુડી સારસી ને આ આખરી સલામ છે.

- કિસ્મત પાલનપુરી

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'આખરી ઈચ્છા.' વાંચો
https://www.matrubharti.com/book/19865490/aakhri-ichha

ટુંક સમયમાં આપની વચ્ચે વિકલાંગ સિમરન ની મનોવ્યથા લઈ ને આવી રહ્યો છું. સામાજીક રીત-રિવાજો માં અપંગ લોકો કેવીરીતે પિસાઈને જીવન વ્યતીત કરતાં હોય છે. તો વાંચવાનું ચુકશો નહી મારી આ અધુરા ઓરતા નામની ખાસ વાર્તા.

આપનો
કિસ્મત પાલનપુરી

Read More

તને બેસતાં શિયાળાની આથમતી સાંજ લખું ,
આછો અજવાશ લખું; લખવું શું પહેલાં સંદેશમાં ,
અમે ઝુરતાં રે એકલ પરદેશ માં.
- અજ્ઞાત

Read More