The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઘણીવાર એવું થતું હોય છે ને કે આપણે ખૂબ જ પ્લાનિંગ સાથે ચાલતા હોઈએ છીએ કે આના પછી આ, આના પછી આવું કરશુ પરંતુ અહીંયા આખરે તો જીવન સેકન્ડ બદલાઈ જાય છે. તો મારું એવું કહેવું છે કે તમે જે પણ પળમાં જીવો છો એ પણ નહીં એટલું સારું જીવો કે કોઈ મનની ઈચ્છા બાકી ના રહી જાય બાકી તો એવું છે કે વર્ષોથી ઘડાયેલા જીવનને તૂટતા વાર નથી લાગતી અને આ જ રીતે મેં થોડુંક અલગ લખેલું હતું. કે કલાકના સમયને મિનિટમાં જતા જોયો છે, વર્ષો જુના સંબંધોને મેં સેકન્ડમાં તૂટતા જોયાં છે. ને આજકાલ એક પછી એક આજે ઘટનાઓ બની રહી છે એના ઉપર મારી કલમ કાંઈક એવું લખે છે કે જીવન જીવવું છે તો થોડું જીવને પણ ગમતું કરવા દે, કોઈ ભરોસો નથી જીવનો, તું જીવ ને જીવે ત્યાં સુધી જીવવા દે. કે એક ઘડીએ નથી કોઈ ભવિષ્યના ભરોસા, જીવન આવે જેમ તેમ એ જ રીતે જીવી લે. કે અહીં શ્વાસનું વચન પણ ક્યાંયે લખાયેલું નથી, હવે જે છે પણ પળ મળે એને જીવી લે. કે રડવું હોય કે હસવું, બધું જ ગમતું કરી લે, આ હ્દય ધબકે છે જ્યાં સુધી તેટલું મનગમતું જીવી લે . કે સપનાની સાથે જો ભંગાઈ જાય તોહ હારતો નહીં, એ જ તુકડાઓ ને જોડી તું ગમતું જીવી લે. 'કિર્તન' કહે કે હવે મનમાં ભવિષ્ય મૂકી ના જીવતો, બસ ઈશ્વર ના ચરણોમાં અને વર્તમાનને ગમતું જીવી લે. Writer ✍🏻 Dr Kirtan Chheta ✍🏻❤️ 🎤..
કરશે નીલામ ભરી મહેફિલમાં કશો વાંધો નહીં, વાતો મારી કાંટા જેવી કરે તો પણ કશો વાંધો નહીં. આગળ વધવું એક જ વિચાર આરામ છે હરામ, પછી ભલે ને શરીર થાક ખાય કશો વાંધો નહીં. આદત છે નદી જેમ શાંત રહી આગળ વધવાની, એમાં ભલે ગંદકી થાય તો પણ કશો વાંધો નહીં. ઈચ્છાઓ અને સપનાઓ સઘળાં ભરપૂર જોયાં છે મેં, લડખડાતા ડગમગાવતા પણ પૂરી થાય તો પણ વાંધો નહીં. મારો અહમ તમને ના ગમે તો પણ કશો વાંધો નહીં, નમવું નથી સર કલમ થાય તો પણ કશો વાંધો નહીં. વાત એટલી કે જીવન આખું હસતા હસતા જાય, પછી ભલે ને એકલા જીવાય તો પણ કશો વાંધો નહીં. ઇશ્ક ભલે કોઈથી ન થાય તો પણ કશો વાંધો નહીં, ઇશ્ક જો શિવ સાથે થાય તો પણ કશો વાંધો નહીં. હૃદયનું રુધિર ભલેને ઝડપથી વહેતું જાય તો પણ કશો વાંધો નહીં, પછી ભલે ને શરીર આખું થાક થાય તો પણ કશો વાંધો નહીં. વાત એટલી કે આગની જેમ વિચારો વિશ્વમાં પ્રકાશિત થાય, પછી ભલે ને મારું સન્માન થાય તો પણ કશો વાંધો નહીં. Writer ✍🏻 Dr Kirtan Chheta.
ગઝલ: "જાણી ચુક્યો છું..." કહે છે બધાં કે હું હવે ભુલકણો બની ગયો છું, પણ હ્રદયની યાદો ને ભુલતા શીખી ચુક્યો છું. ઇશ્કમાં હાર્યાની વાતો મેં ઘણી સાંભળી છે, એટલે હું જીંદગીને વફાદાર રાખી ચુકયો છું. કે વિશ્વાસ તૂટવો એનું દુઃખ શું હોય છે, તારા વિશ્વાસને તોડવાની કીમતથી જાણી ચુકયો છું. કે લાગણીઓની રમત બને કઈ રીતે તોડે છે, એ તારા જવા પછી થી સમજી ચુકયો છું. કે એકલાપનની સાંજમાં તે સહારો ન આપ્યો, માટે હવે કોઈને એકલું ન પાડવું શીખી ચુકયો છું. હું તો ઈશ્કમાં નિષ્ફળ રહ્યો,એનો કોઈ અફસોસ નથી, પણ છેતરપિંડી થી બચવાની રીત જાણી ચુક્યો છું. Writer ✍🏻 Dr Kirtan Chheta
કે જરૂર નથી મને રખડવાની હું હજુયે કામધંધે છું, એટલે મારો ઈશ્વર મને કાયમ છલોછલ રાખે છે. કે બસ માથું નમે છે શિવચરણોમાં આશીશ લેવા, કારણ મારાં આંસુ પણ શિવ અદશ્ય રાખે છે. કે હવે હું લાગણીઓના દરિયામાં રહી લઉ છું, કારણ માં નું હુંફ ભરેલું આંચલ મને જીવતું રાખે છે. કે બને છે જેનું દિલ અધૂરું અને વિહલ આ સફરમાં, એ જ સફર તો માણસ ને માણસ બનાવી રાખે છે. કે ભલેને વહે છે જીવનમાંથી પીડાની નદીઓ, ત્યાં પણ શિવ મારો પીડા ઠેલવા એક દરિયો રાખે છે. કે જીવન આખું મથીશ હજુયે કમાવાની લાલચમાં, બસ આવતો પગાર મને ખુશખુશાલ રાખે છે. કે વાત ન થાય મારી પરિસ્થિતિની કેમ રહું છું હું, હવે શબ્દો કરતા વધુ હાથ મારાં સંકેત રાખે છે. કે હવે અહમ ના પંથે ન જઈ શકાય મારે કદી, સમાજ મને નમ્ર લેખકની ગણતરી માં રાખે છે. મકતા: કે હું રડી ન શકું હવે કારણ કલમ મને લખતો રાખે છે, એટલે તો શિવ આ સંકોચિત હ્દયને ધબકતું રાખે છે. Dr. Kirtan Chheta ✍🏻
કે અલબેલી, કંઈક અનકહી ને, મારે સમજવી હોય છે, એ મારી શ્વાસો વચ્ચે લહેજત લેતી હોય છે. કે હળવે ઝૂમતાં વાદળ જેવી હસે ત્યારે, એ ભીની ઝુલ્ફો ને આડી રાખતી હોય છે, એ શ્વાસ બનવાનો વાયદો કરી, મારાં હ્દય ને ધબકતું કરતી હોય છે. કે પાંપણની પાછળથી એ સપના ઘૂમાડતી હોય છે, એ હોય તો વિસ્મય પળોને નિહાળતી હોય છે. કે કદી મૌન રહી ને ઘણા પ્રશ્ન પૂછે, એ નજરે વાતો કરતા કરતા ભીંજાવતી હોય છે. કે એમ લાગે કે જીવું અધૂરું છે એના વિના, આ જાણ એને પણ છે, છતાંય તડપાવીને એ મોજ લેતી હોય છે. કે કાયમ સાથ નથી પણ લાગણી જાય છે , એ વિરહની વચ્ચે પણ વધારે, મારી જ થતી જાય હોય છે. કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે. કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે મને, મંદ મુસ્કાન સાથે મારું મૂંગુ હ્રદય પણ વાંચી જાય છે. ~ કિર્તન છેતા
કે બગીચાનાં ચાહનાર શું જાણે, એક ફુલડાં પર ફિદા થવું શું છે, જ્યાં માળીનું દિલ સાક્ષી બન્યું હોય, ત્યાં દિલની હાર મંજુર કરવી શું છે. મહેકતું રહે જે સુગંધથી આખુંય ચમન, પુછ ક્યારેક અમને, કે એ ફુલડાં નું શબનમ સજાવવું શું છે, હવા જે બોલે તે પ્રેમના હિંચકામાં, પુછ ક્યારેક અમને, આ કલમ થી એના રુપ નું ગીત લખવું શું છે. તારા નજરના નશામાં ગુમ થઈ ગયાં હશે ઘણાં, પણ પુછ ક્યારેક અમને, કે ઘાયલ દિલને સાચવવું શું છે, હું તો રઝા માંગી રહ્યો છું તારા ઈશકથી, પણ પુછ ક્યારેક તને લખતી કલમ ને, કે ગઝલની ભાષામાં જીવવું શું છે. તારા દિદારથી મને લાગે છે, ઘણાય નાં કતલ થઈ ગયા હશે, પણ પુછ ક્યારેક અમને, કે તારા ઇશકનું કતલખાનું બનવું શું છે. આ દિલનેય નસીબથી દિલદારે જીતી લીધું, પણ જો ક્યારેક એ બેચારા દિલદાર ને, પુછ ક્યારેક એ બેચારા દિલદાર ને, કે ઈશકમા આફતાબ બનવું શું છે. Writer ✍🏻 :- Kirtan Chheta
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser