Quotes by આઝાદ in Bitesapp read free

આઝાદ

આઝાદ

@kikanihimanshuyahoocom9962


'ટાઇપિંગના' વ્યવહારમાં 'ટોકિંગની' લાગણીઓ 'બ્લોક' થઇ રહી છે.

#આઝાદ

કોઈના જીવનમાં આવવું અને જવું એ માત્ર એક ' ક્ષણ ' છે.
પણ
કોઈના જીવનમાં આવવાથી લઈને જવા સુધી એ સંબંધને નિસ્વાર્થ પણે નિભાવવો એ આખી એક ' પ્રક્રિયા ' છે.

#આઝાદ

Read More

'લખવુ',
એ આત્મસંતોષ છે,
અને
પોતાની અસલ જીંદગી ને
મનગમતા રંગોથી ચિતરવા માટે
'પોતાનુ લખાણ'
છે.

#આઝાદ

#એક_ફોન_કૉલ .....

એક ફોન કોલ, આખા દિવસ દરમિયાન રંગમંચ પર ચાલતા નાટક ને વિસામો આપીને લાગણીઓની દુનિયા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, મનની હિંડોળા ખાટ પર ઝુલતી તરી યાદોને વિરામ આપીને હ્રદયના જીવંત પ્રસારણ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, અણગમા, આકાંક્ષા, ભૂલો, ઝગડાઓ અને જીદ્દને ટકોરી વિશ્વાસ સભર વાતોના આમંત્રણ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, રિતી, રીવાજ, બંધન, બહેઝ અને અલ્પવિરામ માંથી આઝાદ કરીને સંબંધોના પુર્ણવિરામ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, હ્રદયમાં ભરાયેલા આશાઓના સમંદરને તુજ હૈયે ઢોળી જીંદગીભર તારુ જ થઈને રહેવાની આશા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, દિવસે જોયેલા બ્લેક એન્ડ વ્હાઇટ સપનાઓમાં વિશિષ્ઠ રંગ પુરીને બેજોડ રજની ની મહંતા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, હ્રદયમાં અનુભવાતી દરિદ્રતાને ઊગારી રક્તના કણ કણમાં કુબેર પ્રેમધનની સ્થાપના થવા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, હું અને તું ની અણધારી એકલતા માંથી આપણને અસ્મિતાના આભમાં આઝાદ ઉડાન તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, આમ અમથી ધણી વાતો ને મુકી! શું સાચુ ને શુ ખોટુ ભુલવી આપણને સત્યતાના સંવાદો તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, ઝીંદગીના ખુણે ખુણે થી વિણેલી ઝીણી ઝીણી વાતોને જીલી તને ખુશ કરી ખુશ થાવ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, તારા વગર આત્મવિલોપન ના વિચારો ને આત્મવિશ્વાસ મા પરીભુત કરવાની પ્રેરણા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, તારા મનની વાતોને મારા શબ્દોમાં કંડારી એક કોરા પન્ના પર તારું સોનેરી રંગચિત્ર દોરવા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, ક્યારેક દુર પણ કરી દે છે ને ક્યારેક દુરતાની દિવાલ સમાન બનેલી પાતડી દોરીને તોડવા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, હસ્ત રેખાના લહેજતદાર મધુ જરતા ફૂલમાં સુગંધ સાંકળી હૈયાના અવીરત ઝરણા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, પ્રેમના પ્રસાદ સાથે મમતાની મીઠાસ ભેગાવડી કરી સંબંધોનો પ્રસંગ ઉજવવાના ઉમંગ તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, મારી લાગણીઓ અને તારી લાગણીઓ વચ્ચે સક્ષમ સુમેળ સાધવાના કારણભુત સંવાદ તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, આપણી નૈતિકતા વચ્ચે રહેલા પારદર્શિ પળદાને હટાવી પ્રત્યક્ષ આંખોથી આંખો નાં મડવા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, ઊંઘને સુવડાવી તારી સાથે રાતભર મશગુલ થવા શરિરના રોમે રોમને જગાડવાની તૈયારી તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, કર્મકાંડ થી સુન્દરમ, કામદેવ થી કનૈયો, ને હિમાંશુ થી આઝાદ બનવાની અણમોલ સફર તરફ લઈ જાય છે.....

એક ફોન કોલ, ખરેખર મારા જેવા આઝાદ પંખી ને તુજ હૈયાના પાંજરામાં પુરવા કંકુ ચોખાના નિર્ણયો તરફ લઈ જાય છે....

#આઝાદ

Read More

#Kavyotsav

#લાગણીથી_આઝાદ_____કેમ .?

ચંદ્રને નજર કોની લાગી, કેમ એની માથે દાગ છે.?
આ સૂરજને શેની ગરમી, કેમ એની માથે આગ છે ?

ખોતરી કાઢે કાષ્ઠ એ ના ભેદે કોમળ પુષ્પ પાંખડી
આલિંગન મળે છે મોતને, તોય પ્રેમ કેમ રાજ છે ?

પથ્થરમાં પછડાતી સરીયુ તપતી તરવળતી દરીયે
અંત નથી મીઠાશમાં, તોયે જલ્દી કેમ ખારાશ છે ?

નથી ખબર મને અક્ષર કેટલા ને શબ્દ કેટલા છંદમાં
કલમ ઉઠેને લખાય પ્રણય, તોય એમાં કેમ રાગ છે. ?

અવાજ નથી કોઈ છતાંય સાદ કરે છે આ અક્ષરો
કિતાબના પન્ના નિર્જીવ, તોયે શબ્દોમાં કેમ શ્વાસ છે ?

ઇશ્ક, મહોબ્બત, પ્રેમ, આશિકી, જીવો તો જીવંત છે
લાગણી જીવ્યો કાયમ, તોયે કેમ હૈયુ 'આઝાદ' છે ?

?લિ.
#આઝાદ

Read More

#Kavyotsav

#તું_જલ્દી_આવ_અહીં_મોત_મલકાય_છે

આંખેથી યાદો હવે ઉભરાય છે
ચાલુ વરસાદે પણ ભૂતળ સુકાય છે

યાદોના ધોધ હવે હૈયે અથડાય છે
ધિમે ધિમે અંતરની ધરા ખોતરાય છે

આ બંધપાળા મે બંધાવ્યા કઈક છતાંય,
તિરાડો માંથી લાગણીઓ છલકાય છે

કહું છું, તું આવી જા ને જલ્દીથી
તારી વાટ બહુ અધીરાઈથી જોવાય છે

આવીને ખીજાજે તું, આ નફ્ફટ મોતને
મારા એકાંતના કોલાહલમાં મલકાય છે

✏ લિ.
#આઝાદ

Read More

#Kavyotsav

___' खुदा के दरबार में '___


क्या खुदा था कोई,
जो चिर पुरता था ???
क्या खुदा था कोई,
जो चित्कार सुनता था ???

आरस के चौबारे मे,
पथ्थर की मुरत मे,
लेटा हुआ तु भी तमासा देख रहा था क्या ???
हवस के बौछारो मे,
कहेर की सुरत मे,
आयी असुरी हैवानियत तु देख रहा था क्या ???
क्या खुदा था कोई,
जो असुर मारता था ???



इक नन्हा फूल था,
जिसे कुचल दिया था हवस के हैवानो ने,
हर गली हर चोराहे पे थी मोम की बतीया,
देश मांग रहा था,
महिलाओ की गरिमा के हत्यारो को फांसी,
रफा दफा हुई धिरे से इन्सानियत की रद्दीया ।।

लो आज फिर से,
इक नन्ही कली शिकार,
लो आज किर से,
उठी है दबी हुई आवाज,

कब तक चलेगा सियासत के महोरो मे यह खेल,
नात जात धर्म पे टीका है आज संविधान तेरा मोल
रावन की लंका से लौटी थी सिता सुरक्षित अब बोल,
ए खुदा तैरे ही घर मे आज कौन सा चल रहा है जोल ???



क्या खुदा था कोई,
जो ईमान बनाता था ???
क्या खुदा था कोई,
जो इलाज बक्षता था ???

बचाने कही चले गुनहगार,
फिर भी चुप परवरदिगार,
जाग ईन्सान भाग ईन्सान,
अब तुं ही है तेरा सरदार ।।

आँखो देखे सच मे,
कोर्ट कचहरी दौड़ मे,
हर तारीख पे सुनावणी गुनहगार जैल मे जाएगा क्या ???
बलात्कार के कृत मे,
अब कायदा मृत मे,
हर कुकर्मी को बकायदा सजा-ए-मौत नही हो सकती क्या ??


'आझाद' कहे संभलो देखो अने वाली सामत,
समजो ना समजो यह हर घर की है आफत,
करो परवरिश खुद की अच्छी रहो खुद सावध,
फिर क्या कर लेगा हमारा कोई नापाक कपूत ।।


क्या खुदा था कोई,
जो इन्सान बनाता था ???
क्या खुदा था कोई,
जो इन्सानियत बक्षता था ???



-आझाद

Read More