The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
दोस्ती में कभी कोई लाचारी नहीं होती , बिना दोस्ती कोई समझदारी नहीं होती। अगर सब समझ जाते बिना कहे सबकुछ , तो इस दुनिया में दोस्ती इतनी प्यारी ना होती ।।😊
कोई कभी मुझपे रहम ना खाए, मुझे बस मेरे हाल पे छोड़ दिया जाए, अगर कभी किसीको आ भी जाए, तो पहेले थोड़ा तरस वो ख़ुद पे खाए 😎😎 #कलम कैलास की#
તારી લાગણી મા જો હું થાવ તરબોળ, તો થોડો વહાલ તું પણ તો મારા પર ઢોળ! થોડો સ્નેહ હું ઘોળુ થોડો તું ઘોળ, બસ આમ એકલી રહી મારા સપના ન રોળ!
प्यार हक़ जताना चाहता है, और दोस्ती आज़ादी देना..... प्यार सब समझाना चाहता है, और दोस्ती कुछ समझना..... प्यार हँसाना चाहता है, और दोस्ती दर्द में भी मुस्कुराना..... प्यार साथ चलना चाहता है, और दोस्ती राह दिखाना..... प्यार पंख है पंछियों की, और दोस्ती खुला आसमान..... #कैलास नी कलमे #
સાત સંમુદર પાર કરી ને તરવાનું થોડું રહી ગયું , ખીલ્યો ચાંદ પૂનમનો આભેને તારા નું તેજ ઓછું થઇ ગયું. વાયો વાયરો અનેરી વસંત નો,ને ફૂલોને ખીલવાનું થોડું રહી ગયું, મોંધેરા જીવન મા માણસ બની જીવવાનું રહી ગયું . જેને માન્યા મન ના મીત એને ચાહવા નું થોડું રહી ગયું, રસ્તે મળ્યા જ્યારે સામા એ નજર મેળવવાનું રહી ગયું, હશે હજી પણ અનહદ સ્નેહ , બસ લાગણી સ્વરૂપે છલકાવાનું રહી ગયું ... # કૈલાસ ની કલમે ....
यहाँ ना कोई तेरा है,ना तू किसी और का फिर भी सब दावा करते अपनो के होने का। ना जाने ये मोह है या लीला ईश्वर की, चाहकर भी मोह ना छूटा संसार का।।
અનહદ ને કયાં હદ હોય છે, આઝાદીઓ ની કોઈ સરહદ હોય છે???
ગીર તો ગીર છે, કેવા નમણાં એના નારી ને નર છે, ઝરણાં ના વહેતા નિર્મળ નીર છે. ગીર તો ગીર છે. ડુંગરા ખૂંદતા ડાલામથાં, ગીર નું સાચું હીર છે. ખળખળ વહેતી નદીઓ ના, વિહામો દેતા તીર છે. ગીર તો ગીર છે. શામળાં ને પણ સ્વર્ગ ભૂલાવે, એવા ખોરડાં,ખાનદાની ને ખમીર છે. અગણિત છે વીર ગાથાઓ, કેટલાક પાળિયા તો કેટલાય પીર છે. ગીર તો ગીર છે. આપી શકે જે બાપ ના દાન, એવા એભલવાળા વીર છે. ગીર તો ગીર છે.... #શાંતિ #આંનદ # કુદરત ને ખોળે# મોજીલું ગીર........
રમી લીધું ઘર ઘર રમત માં ઘણું, હવે ઘરે જવાનો સમય થઇ ગયો. બંધ મુઠ્ઠી સહેજ માં પરખાઈ ગઈ, શ્વાસની મુડી બધી જ ખર્ચાઈ ગઈ. એ પછી એની મજા ક્યાંથી રહે? એ મૂંગી વેદના ચર્ચાઈ ગઈ. ડૂબવામાં શું ગયું એ સૂર્ય નુ! આપણાં સંગાથની પરછાઇ ગઈ. સૌ વચાળે જે મને શોધી રહી, એજ આંખો રૂબરૂ શરમાઈ ગઈ. કેમ આવ્યા હતા દુનિયા મહી? વાત છેલ્લી પળ સુધી વિસરાઈ ગઈ....
દર્દ જેને કહી શકું એવા દિલદાર જોઈએ, હર કદમ રહે સાથ એવા રાહદાર જોઈએ. તમન્ના નથી જીવનમાં કે ફૂલ બની મ્હેકી શકું, પણ ફૂલ ને રક્ષનાર કાંટા એવા ધારદાર જોઈએ. આજ સુધી નથી મળ્યા છતાં તમે યાદ છો, પણ વિયોગ કેરા વન એવા ઘટાદાર જોઈએ. આજે પ્રેમ આપે ને કાલે દર્દ,આંસુ ગમ! દિલસાના શબ્દો પણ એવા ધારદાર જોઈએ. અધવચ્ચે મૂકી દઈને વાત કરે મતલબ ની, વફાના હોય જાણકાર એવા વફાદાર જોઈએ. નથી આશા મને કે મળી જાય કોઈ દિલબર, તારી દે ભવપાર એવા દોસ્તાર જોઈએ...... મારી ડાયરી માંથી.......
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser