Quotes by Kaajal Shah in Bitesapp read free

Kaajal Shah

Kaajal Shah

@kaajal204gmail.com7723


?શીખતા જઈશું...?

ઈંટ સામે પથ્થરથી તો શબ્દો સામે ગઝલથી,
જેવા સાથે તેવા થઈ, હવે જવાબ આપતા જઈશું,

ના કોઈ હઠ, સાચું કે ખોટું, સાબિત કરવાની,
ભૂલ હશે, સમજાશે, તો, અચૂક ઝૂકતા જઈશું,

પર્વત સામે આવેલો, ઓળંગવો જ, જરૂરી નથી,
અમે થોડું ફરીને પણ, મંઝિલે પહોંચતા જઈશું,

દીવો છે જ હાથવગો, સૂરજ ની ગરજ નથી,
અંધારામાં સોય પરોવતા, છેવટે શીખતા જઈશું,

વરસશે વરસાદ તો તો ઊગી નીકળશે નક્કી,
પરસેવાના ટીંપાથી પણ, એક કોશિષ કરતા જઈશું,

એકતરફી ચુકાદો, જો કોઈ સંબંધમાં જાય આપી,
દિલથી રમનાર દરેકને, હવે બાજુમાં મુકતા જઈશું,

એ કવિ છે, એમ નહીં હારે, જેવી ખબર પડી,
અંતે વિચાર્યું લોકે, એની કલમ જ તોડતા જઈશું.

- કાજલ શાહ

Read More

? ચકી ચકી પાણી પી જા...?

ચકી ચકી પાણી પી જા,
બે પૈસાનો બરફ લઈ જા,
આવું જોડકણું ફરી ગાવું છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

રમવું છે મારે પકડા પકડી,
તને ગમે તો સંતાકૂકડી,
આવી રમતો ફરી રમવી છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

અંચાઈ કરીશ તો તારી કિટ્ટી,
ચાલ ખવડાવ હવે પીપર મીઠી,
ખોટું મોઢું ચડાવી ફરવું છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

ઝાડવે ચડીને બેસી જઈએ,
તોડી આંબલી કાતરા ખાઈએ,
ફરી ગલુડિયું જાડું રમાડવું છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

એ બહેન મારી, હું ભાઈ એનો,
વચ્ચે જે આવે, મરો થશે એનો,
વિશ્વ-યુદ્ધ શેરીમાં લડવું છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

માચીસના ફોનથી હેલ્લો હેલ્લો,
ગાડી, વિમાન જોઈ ઘેલો ઘેલો,
આવું નિર્દોષ થઈને ફરવું છે,
મારે બચપણમાં પાછું જાવું છે..

- કાજલ શાહ

Read More