Quotes by Jiten Gadhavi in Bitesapp read free

Jiten Gadhavi

Jiten Gadhavi

@jitengadhavi7092


શબ્દ સાથે છે વ્યવ્હાર અમારે, ને ગઝલ સાથે છે ગોઠડી, જીવન અમારું જાજરમાન કે કવિતા ના કિનારે ઝૂંપડી...... જીતેન ગઢવી.

Read More

ચાલો મનાવીએ એક દિવસની દેશભક્તિ
પછી તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે

આપણે ક્યાં કાયમ દેશ દાઝ રાખવી છે
બૌ થયું એક દિવસ તો, પછી તમે તમારા ઘરે ને અમે અમારા ઘરે

આપણું સેટ થઈ જાય ડીપી ને મળે લાઈક
સો બસો એક દિવસ, પછી તમે તમારા ઘરે ને અમે અમારા

આપણે તો ખાલી વાતો કરવી છે શૂરવીરતા ની આ એક જ દિવસ, પછી તમે તમારા ઘરે ને અમે અમારા

Jiten Gadhavi

Read More

જય શ્રી કૃષ્ણ......એક અરજી

કાળ આવ્યો છે આ કપરો, કાન હવે તો કાંઈક કરો
ફાવતી કોઈ કારીગીરી કોઈ, કાન હવે તો કાંઈક કરો

સમય થયો છે આ અવળો, કાન હવે તો કાંઈક કરો
ફફળે છે આ કાળજા કુણા, કાન હવે તો કાંઈક કરો

સાગરય થઈ ગયો છે ખાલી, કાન હવે તો કાંઈક કરો
ઘરમાં વધી નથી એકેય પાલી, કાન હવે તો કાંઈક કરો

કંસોની વધી રહી છે સંખ્યા, કાન હવે તો કાંઈક કરો
જન્મ્યા છે જરાસંઘો નવા, કાન હવે તો કાંઈક કરો

ગોકુળ તો ગોત્યું જડતું નથી, કાન હવે તો
કાંઈક કરો
ભુલાયો છે મારગ દ્વારકાનો, કાન હવે તો કાંઈક કરો

કરો કાંઈક એવું કે યુગ આવે જરા જુદો,
થાય નહીં મહાભારત બીજું ને રામનું આવે રાજ્ય પાછું

જે.ડી.ગઢવી

Read More

ક્યારેક બોલે આમ તો ક્યારેક બોલે તેમ
જાત છે માણસની ખબર નહીં બોલે કેમ !!
- જીતેન ગઢવી

किसे अपना बनाएँ कोई इस क़ाबिल नहीं मिलता

यहाँ पत्थर बहुत मिलते हैं लेकिन दिल नहीं मिलता

मख़मूर देहलवी

Read More

જય માતાજી 🙏🙏

✍️✍️✍️

આજે મને એક રમુજી વિચાર આવ્યો, આ કોરોના અને કૃષ્ણ ની રાશિ એક છે.......

જેમ કૃષ્ણ ને અડવાથી કૃષ્ણમય થઈ જવાય છે, એમ કોરોના નું પણ આવું જ છે ને !!!

જેમ કૃષ્ણ મોક્ષમાર્ગી છે. તેમ કોરોના પણ કેટલાક કેસો માં મોક્ષ નો માર્ગ દેખાડ્યો !!!

જેમ કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું હતું તેમ કોરોનાએ પણ એ જ્ઞાન ને આજ યાદ કરાવ્યું (લોકો ને ધર્મ તરફ વાળવાનું કામ કર્યું છે લોકડાઉન સમયમાં).

જેમ કૃષ્ણ સર્વવ્યાપી છે તેમ કોરોના પણ હાલ સર્વત્ર દેખાય છે ને !!!

આતો ખાલી રમૂજ હતી બાકી કૃષ્ણ એટલે આપણને ખબર જ છે પુરણપુરુષોત્તમ, કૃષ્ણ એટલે માનવ ઉદ્ધારક......એની સામે કોરોના એટલે દાનવકાળ, માનવ સંહારક.🙏🙏

જય શ્રી કૃષ્ણ

✍️✍️✍️
જીતેન ગઢવી

Read More

મૌન તણી દુનિયામાં હું આજ બહુ ખુશ છું
ઉતારી ભારો શબ્દોનો હું આજ બહુ ખુશ છું

છે એટલું બસ છે આ જીવનમાં જીવવા મારે
ખાલી ખિસ્સામાં પણ હું આજ બહુ ખુશ છું

હાથ નાખ્યો ખિસ્સામાં ને નિકળા થોડા શબ્દો
અધૂરી ગઝલમાં પણ હું આજ બહુ ખુશ છું

જવબદારીનું નાવડું લઈ ને નીકળો સાગરમાં
મધદરિયે તોફાનોમાય હું આજ બહુ ખુશ છું

કદી ક્યાં ખબર હતી કે મળશે નહીં મંઝિલ
છતાં 'જીત' અડધે રસ્તે હું આજ બહુ ખુશ છું

જીતેન ગઢવી

Read More

જય માતાજી

મનવ જીવન એ અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે. પારિવારિક થી સામાજિક સુધીની. સમસ્યા કોઈ પણ હોય તે મોટાભાગે સમાધાન સાથે જ આવે છે ફક્ત આપણને એનું સમાધાન શોધતા થોડોઘણો સમય લાગે છે.

સમસ્યાઓ સામે હારી ને બેસી જવા કરતા તેની સામે પડવામાં જ ક્યાંક ને ક્યાંક સમાધાન રહેલું હોય છે.

નાની નાની સમસ્યાઓ નું જો સમાધાન કરવામાં ન આવે તો એક દિવસ હિમાલય જેવડી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

અમુક સમસ્યાઓ ને જેમનીતેમ રહેવા દેવાથી પણ સમાધન મળી જાય છે. સમય પસાર થવા દો.
જીતેન ગઢવી

Read More

જય માતાજી 🙏🙏🙏

મારા વિચારો મારી કલમે✍️✍️✍️

હમણાં આ નવરાશની પળોમાં કાંઈક ને કાંઈક લખવાનું થાય છે, મનમાં આવતા વિચારો ને આપ લોકોની સાથે વહેંચવાનું થાય છે. આજે પણ એક વિચાર લખું છે જે જરૂર ગમશે.

લોકડાઉન નો ચોથ્થો તબ્બાકો ચાલી રહ્યો છે. અને કોરોના ના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે જે એક ચિંતાનું કારણ છે. ભારત જેવા દેશમાં તો આ લોકોડાઉન કારણે ઘણી આડ અસર પણ થઈ રહી છે. જેમ કે બેરોજગારી, ઉદ્યોગ બંધ હોવાના કારણે આર્થિક નુકસાની, ગરીબોની ભોજનની સમસ્યા, એવા લોકો કે જે રોજ નું કમાઈ ને રોજ ખાતા હોય તેવા લોકો વગેરે વગેરે....અનેક સમસ્યાઓ.........એટલે જ સરકારે મજબૂર થઈ ને અમુક છૂટછાટો આપવી પડી છે.

દરેક રાજ્ય પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે છૂટ આપે છે જેમાં ગુજરાત સરકારે પણ ઘણી છૂટો આપી છે જેમાં દુકાનો અને ઓફિસો ખુલ્લી રાખવાનો સમય પણ નિર્ધારિત કર્યો છે સવાર ના 8 થી 4 વાગ્યા સુધી બધું ખુલ્લું રાખવું.

જો ઓફિસો બાબત આ સમય કાયમ માટે લાગુ કરવામાં આવે તો બહુ સારું એવું મારો વિચાર છે. દુનિયાના ઘણા દેશોમાં પણ ઓફીસ સમય આ મુજબ નો જ છે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. લોકોની કામ કરવાની ક્ષમતા સવાર ભગમાં વધારે હોય છે અને બપોર પછી ઘણી ઘટી જાય છે એ વાસ્તવિક બાબત છે. ઘણાએ આ અનુભવ્યું પણ હશે અને જેણે ના ધ્યાન આપ્યું હોય એ હવે જરૂર આપજો. મોટા ભાગના ખાનગી અને સરકારી ઓફીસ કામ કરતા કર્મચારીઓ તો 4 પછી તો ઠાગા-ઠયા જ કરતા હોય છે અને બસ 6 વાગવાની રાહ જોતા હોય છે આથી એ ઉત્તમ છે કે 4 વાગ્યા પછી છૂટી........જો 8 થી 4 નો ઓફીસ સમય કાયમ માટે થાય તો મને તો બહુ ગમશે તમે શું વિચારો છો એ કહો........

વિશ્વ આરોગ્ય સંગઠને તો કહ્યું જ છે કે આ કોરોના કાયમ લોકોની સાથે જ રહેવાનો છે તો આપણે સામાજિક અંતર પણ કાયમ રાખવું જ જોઈશે.!!!!

જો સરકાર આ બાબતે વિચારે તો બહુ સારું......હાં હાલ તુરંત નહીં પણ આ કોરોના કાળ થોડો હળવો થાય ત્યારે.........

જય માતાજી 🙏🙏🙏

મારા વિચારો મારી કલમે✍️✍️✍️

- જીતેન ગઢવી

Read More

મૌન તણી દુનિયામાં હું આજ બહુ ખુશ છું શબ્દોનો ઉતારી ભાર હું આજ બહુ ખુશ છું

છે એટલું બસ છે આ જીવનમાં જીવવા મારે ખાલી ખિસ્સામાં પણ હું આજ બહુ ખુશ છું - જીતેન ગઢવી

Read More