Quotes by Jitendrabhai in Bitesapp read free

Jitendrabhai

Jitendrabhai

@jitendrabhai1742


ભીતર દીવો પ્રગટાવજે
🔥🔥🔥🔥🔥🔥
દીન-દુઃખીયાની સેવા કરજે,
અંતર કદી ના બાળજે.
ભીતર દીવો પ્રગટાવજે...
તન મેલું તો ચાલશે,
મનનો મેલ ઉતારજે.
ભીતર દીવો પ્રગટાવજે...
સ્નેહ-કરુણા દિલમાં ભરી,
પ્રેમનાં બીજ તું વાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...
અમીરી-ગરીબી નેવે મૂકી,
મીઠાં સુર તું રેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...
લાગણી કેરું તેલ પૂરી,
દિલમાં પ્રકાશ ફેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...

✍️જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

🌹🙏🏻 નારી 🙏🏻🌹

નારી તું છે જગથી નીરાળી,
લાગે છે તું સૌથી ન્યારી.

મા ની મૂરતમાં મમતાની ક્યારી
બહેન તો લાગે છે સૌને પ્યારી
બેટી તો બેટી છે સૌની દુલારી.
નારી તું છે જગથી નીરાળી.

તું સમજે છે બધી દુનિયાદારી.
કેટલા છે રૂપ ને કેટલી કહાણી
બધા ઉપર તું તો છે ભારી.
નારી તું છે જગથી નીરાળી,

કેટલા કિરદાર છતાં તું ના હારી
મુખ પર ક્યારેય ના દેખાઈ લાચારી
તારી ઉપર હું જાઉં વારી વારી
નારી તું છે જગથી નીરાળી,
લાગે છે તું સૌથી ન્યારી.

જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

*ગુજલીશ ગઝલ*
બંધારણ - ગાલગા×3

રોજ જાણે દિવસ Last છે,
જિંદગી કેટલી Fast છે?

મોજથી જીવી લે આજ તો!
ભૂલી જા જે બધું Past છે.

એમ કંઈ ના મળે એ તને,
દુનિયા તો બહું Vast છે.

મૂકી દે આગ સાથે ના રમ,
કોઈ દિ જોજે ભૈ Blast છે.

સૂર્ય સૃષ્ટિનું પોષણ કરે,
તે છતાં ક્યાં કદી Hast છે?

જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

જ્યારથી નક્કી થયું છે લક્ષ્ય એ,
દ્વાર પણ જાણે બધા ખૂલી ગયા.

✍️ જીતેન્દ્ર પરમાર "રોશન"

-Jitendrabhai

નમસ્કાર!!🙏મારી એટલે કે, જીતેન્દ્ર પરમાર "રોશન" ની you tube ચેનલ પર એક સુંદર ગઝલ મૂકી છે..તો જોવાનું ચૂકતા નહીં. લાઈક,કૉમેન્ટ કરશો.

જો ચેનલ પર નવા હો, તો subscribe કરવાનું ભૂલતા નહીં.👍👍🙏

https://youtu.be/SgEh20Ifp0c?si=GZkokvCmku7SMMNI

Read More

ભાષા મારી ગુજરાતી

હું તો પાક્કો ગુજરાતી,
મારી ભાષા ગુણવંતી.
એતો સર્વેના મુખે બોલાતી,
એવી ભાષા મારી ગુજરાતી.

મારી લાગણીની વાચા,
મારા ઘડતરની ભાષા.
એતો ઘડીકે ના વિસરાતી,
એવી ભાષા મારી ગુજરાતી.

મા ના ધાવણમાં બોલે
કોઈ ના આવે એની તોલે.
આખી દુનિયામાં જે વખણાતી,
એવી ભાષા મારી ગુજરાતી.

✍🏻 જીતેન્દ્ર પરમાર "રોશન"

વિશ્વ માતૃભાષા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

-Jitendrabhai

Read More

જુવાનીમાં પગ મૂકતાં જ મારી જાત ભૂલી ગયો,
હું માણસ છું એ જ મૂળ વાત ભૂલી ગયો..

✍️ રોશન..

-Jitendra Parmar

બોલે પુસ્તક

વણબોલ્યે પણ,
બોલે પુસ્તક.
રાજ ભીતરનું,
ખોલે પુસ્તક.
ભાત ભાતના,
રંગ બે રંગી;
પાને પાને,
ડોલે પુસ્તક.
મોબાઈલના આ,
વાઇબ્રન્ટ યુગમાં;
પ્રેમ અમીરસ,
ઘોળે પુસ્તક.
માંય પડ્યું છે,
જીવન આખું.
છતાં કોઈ ના,
ખોલે પુસ્તક.

✍️જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

વેર-ઝેર બધું ભૂલી જઈને નવા વર્ષને વધાવજો..
દુઃખ બધું હેઠું મૂકી ખુશીઓ લઈને
આવજો.

✍️રોશન 🌹

🪔 *ભીતર દીવો પ્રગટાવજે* 🪔

દીન-દુઃખીયાની સેવા કરજે,
અંતર કદી ના બાળજે.
ભીતર દીવો પ્રગટાવજે.

તન મેલું તો ચાલશે,
મનનો મેલ ઉતારજે.
ભીતર દીવો પ્રગટાવજે.

સ્નેહ-કરુણા દિલમાં ભરી,
પ્રેમનાં બીજ તું વાવજે.
ભીતર દીવો પ્રગટાવજે.

અમીરી-ગરીબી નેવે મૂકી,
મીઠાં સુર તું રેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે.

લાગણી કેરું તેલ પૂરી,
દિલમાં પ્રકાશ ફેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે.

*જીતેન્દ્ર પરમાર "રોશન"*

Read More