Quotes by jignesh parmar in Bitesapp read free

jignesh parmar

jignesh parmar

@jigneshparmar095525


Raste se gujar raha Tha.
kuch is tarah Najar padgyi raste Par late Logo par.

or samj me aa gaya jindgi ki bhag dod he.

kuch nai aaj yaha kal. waha.

કેમ આજે પણ તારી જ યાદ આવે છે...

ક્યારેક રુબરુ મળવાની મજા એ Vidio Call ma નથી.
પ્રેમ ભર્યા બે શબ્દો સાંભળવાની મજા એ Massage નથી.
ક્યારેક કોઈ ને તમારા MASSAGE કે CALL ની જરુર નથી હોતી.
એમને જરુર છે એક સ્પર્શ ની.
એમને જરુર છે એક ખભાની.
એમને જરુર છે હાથ મા હાથ ની..
એમને જરુર છે એમના આંશુ ને તમારી આંગળીઓ ની.
એમને જરુર છે તમારે રુબરુ મળવાની

Read More

*વાહ રે જીંદગી.....*

રૂપિયાની ભુખ એવી લાઞી
કમાવવા નીકળી ગયા.
જ્યારે રૂપિયા મળ્યા ત્યારે
સંબંધો હાથથી જતા રહ્યા.
વાહ રે જીંદગી........
સંતાનો સાથે રહેવાનો
સમય ના મળ્યો અને
જ્યારે સમય મળ્યો ત્યારે
સંતાનો રૂપિયા કમાવવા
નીકળી ગયા.
વાહ રે જીંદગી........
જીંદગી ની અડધી ઉંમર સૂધી
રૂપિયા કમાવવા આ શરીરને
ખરાબ કર્યુ અને બાકી અડધી
જીંદગી એજ રૂપિયાને
શરીર સારુ કરવા વાપર્યા
અંતે ના શરીર રહ્યું
ના રૂપિયા.
વાહ રે જીંદગી વાહ....

સ્મશાન ની બહાર લખેલ હતુ...
મંજીલ તો તારી આજ હતી પણ
સમય નીકળી ગયો આવતા આવતા...
શું મળ્યું તને આ રૂપિયામાં
તારા એજ તને બાળી નાખ્યો
જાતા જાતા...
વાહ રે જીંદગી.......
??

Read More

લગ્ન અને છૂટા છેડા

બંને શબ્દો જ બોલતા વેંત ઘણું બધું કહી જાય છે..
લગ્ન બોલતા જાણે કઈ ભેગું કર્યું હોય, ૨ વ્યક્તિ જોડાઈ હોય એવો આભાષ દિલ ને થાય, અને છૂટા છેડા બોલવામાં જાણે કંઈક જુદું પડી રહ્યું હોય... એવું લાગે...
બે વ્યક્તિના સ્નેહ મિલનથી લગ્ન જીવન બંધાય છે, એ સમયની ખુશી, રોમાંચ અનેરો હોય, પણ જ્યારે એજ સંબંધ છૂટા છેડા સુધી પહોંચે એ સમયની ક્ષણો વિપરીત હોય છે. ક્યારેક ક્યારેક ઈશ્વરને આ સમયે ગાળો બોલવાની પણ ઈચ્છા થાય કે આવું જ જો થવાનું હતું તો બે પાત્રોને ભેગા જ કેમ કર્યા ?
સુખી સંસારની અપેક્ષા રાખતા મોટાભાગના લોકોના જીવનમાં છૂટા છેડાની આ ક્ષણ એક કાળા ડાઘ સમાન બનીને આવે છે.. છતાં એ ડાઘ ને લૂછવાનો પ્રયત્ન કરીને આગળ વધવાનું નામ જીવન છે...
કોઈપણ સ્ત્રી હોય કે પુરુષ.. પોતાના જીવન સાથીથી છૂટું ના પડાય એ માટે સતત ચિંતિત હોય છે, પણ ક્યારેક કોઈ એક પક્ષ આ વિષે અલગ વિચાર ધરાવતું હોય અને ત્યારે જીવન ડામાડોળ ભરેલું બની જાય છે.
છૂટા છેડામાં પતિ કે પત્ની પોતાનું જીવન ફરી તો શરુ કરી શકે પણ જો ખરેખર પીડાતું હોય તો તે એમનું બાળક છે.. બંને પક્ષ લડે ઝઘડે, કોર્ટ કચેરી માં જાય, છૂટા પડે પણ બાળક શું કરી શકે ? તેના પર અધિકાર તો માત્ર કોઈ એકનો જ રહેવાનો, ખરી માતા અને ખરા પિતા સમાન પ્રેમ અમને કદાચ ના પણ મળી શકે, પુરુષ ને બીજી પત્ની મળી જાય અને સ્ત્રી ને બીજો પતિ પણ મળી જાય, પણ ખરેખર બાળક ને બીજા માં બાપ મળે ખરા ? બાળક બિચારું કઈ બોલી ના શકે કે એને કોની પાસે રહેવું ? માનું હેત એને એક તરફ ખેંચી રહ્યું હોય તો બીજી તરફ પિતાનો વહાલ એને પોકારે છે, છતાં સમાજ કોર્ટ અને કેટલાક આગેવાનો ના કહ્યા અનુસાર એનું જીવન એક પક્ષ ને સોંપી દેવાય છે... ખરેખર બાળક એ સમયે ખુબ પીસાય છે.. પણ એનું સાંભળે કોણ ?.. એ સમયે પતિ કે પત્ની ને એ બાળકનો વિચાર નથી આવતો.. બંને જણ પોતાના અહમ ને ખાતર બાળકના પ્રેમની બલી ચઢાવે છે... મોટાભાગના ના પ્રસંગોમાં આવું બનતું જોવા મળે છે.. પણ ખરેખર જો બંને પક્ષ સાથે મળી અને આ બાબત નો વિચાર કરે તો કદાચ સમાધાન થવું શક્ય પણ બને છે... પરંતુ લગ્ન બાદ વિખુટા પડ્યા પછી બંને જણ વચ્ચે એવડી મોટી ગેપ બની ગઈ હોય છે કે આ સમયે કોઈ નીચું મુકવા તૈયાર નથી થતું... બંને ને પછી છૂટા પાડવામાં જ જાણે મઝા લાગતી હોય છે, પણ છૂટા પડ્યા બાદ ગમે તે એક પક્ષ તો દુઃખી થાય છે જ..એ વાત ચોક્ક્સ છે... એ પક્ષે જે ગુમાવ્યું છે તેનું દુઃખ કદાચ સામેનો પક્ષ નથી સમજી શકતો અને સમય આવે એ પણ દુઃખી થાય છે..

આ વિષય પર જો લખવા જઇયે તો ઘણું બધું લખાય એમ છે.. દરેક ની વિચાર સરણી અલગ અલગ છે.. આપ પણ આ વિષય પર આપનો અભિપ્રાય આપી શકો છો...

Read More

પ્રેમના પટાંગણમાં પણ ક્યારેક પગ મુકી મ્હાલી આવ,
સઘળુ ત્યાગી ભલે દે ત્યા ને માત્ર તુ જ ચાલી આવ...

ખજાનો અઢળકેય હેતનો, ભરેલ અહીં મુજ અંતરે,
નિરાશા- નારાજગી ત્યાગી, એમ જ અહીં ખાલી આવ...

આમ અબોલડે તો હવે, ક્યાં સુધી જીવ્યા કરવાનું,
એકવાર ફરી તું પાછી, વિસરેલું બધું ભૂલી આવ...

ઓચિંતું જ હવે તો મિલન થઇ જાય ક્યાંક,
સમય મળે જો સજવાનો, બની મારી વ્હાલી આવ...

સાકાર કરીશ હર કોશિશે, સપનાઓ તારા એ હજાર,
શમણાઓનુયે બેફીકર થઈ બાવડુ ફરી ઝાલી આવ...

Read More