Quotes by Jay Makwana in Bitesapp read free

Jay Makwana

Jay Makwana

@jdmak1996


थोड़ा नशा चाय का थोड़ा तुम्हारा भी है..!!

आज बहक जाने का मन मोहतरमा हमारा भी है....!!!!
?

આજે મારી બાજુ વાળી સીટ પર બેઠેલ યુવાનને કંડક્ટરે કહ્યું.., આ મોબાઈલ તને જીવનમાં બઉ આગળ લઈ જશે..

યુવાન:- કેમ?

કંડક્ટર:- ટિકિટ તે જેતપુરની લીધીતી ને બસ જુનાગઢ વટી ચૂકી છે..???

Read More

જગતમાં ક્યાં સદા કોઈની કોઈએ તરફદારી કરી છે ,
એ તો હોયે જરૂરત ત્યારે વાતો આ સદા સારી કરી છે.

બધા આજે લગાવી બેઠા છે સાગર ઉપર ઇલજામ ,પણ આ
નદીઓએ, જઇ સાગર ભળી નિત જાતને ખારી કરી છે.

કદી ભીષ્મ ને ક્યાં કોઈ અહીં મારી શકત જગમાં આ રીતે,
આ તો આડશ લઈને અર્જુને, આ ચોટ ગોઝારી કરી છે.

સદાથી મુજ અશ્રુને માં જરામાં ઓળખી જાયે, ને બોલે
બેટા તે તો અશ્રુ છૂપાવવા ભારે અદાકારી કરી છે.

કરી ધારણ તે ભગવા, ને સદા બદનામ ભગવા ને કરે છે,
મળે છે ઓછા જેણે જાત ભગવા સાથે અલગારી કરી છે.

સતત ગરમી વધે છે એવી ફરિયાદ તારી સાચી ક્યાં છે?
તે નિત આ ઝાડ કાપીને બધે જગ્યાઓ એકધારી કરી છે.

Read More

English છોડી ને ગુજરાતી માં પણ અમુક શબ્દ silent હોય છે.
જેમ કે..
ધ્યાન રાખજો કે કોઈ દુકાનદાર ભાવ કરતી વખત કહે છે “ *તમને વધારે નહી લગાડું*” તો આમાં
.
.
.
*ચુનો* શબ્દ silentછે..
????????

વિદાય વખતે દુલ્હા રાજા ને કહે છે
*ખયાલ રાખજો*
આમાં *તમારો* શબ્દ silent છે..????

લગ્ન વખતે એ પણ કહે છે કે અમારી દીકરી તો *ગાય છે ગાય*
આમાં *શિગડાવાળી* silent છે. ????????????

Read More

કાલે બેંક માથી ફોન આવ્યો.

કહે : - *'કવિતા બોલું છું.'*

મેં કીધું - *આખી આવડતી હોય તો જ બોલજે.*

એને ગુસ્સો આવ્યો -
*નોનેસેન્સ* કહી ફોન કાપી નાખ્યો.

?????

Read More

Jo koi udas hoy ane e udas chahera par Smit aave ane e hasi nu Karan tame hov to samji lejo ke aa duniyama Tamara thi vadhu amir koi Nathi ...

*જિંદગી :*

*ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!*

ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું' છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે"
એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!


"આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...

ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!"

Read More