The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ સાત દિવસના પ્રેમનું શું કરવું મારે..? અમે તો સાત જન્મારામાં માનનારા છીએ..! વેલનેન્ટાઈ-બેલેન્ટાઇન આવશે ને જશે પ્રિયે.. અમે તો બારે મહિના તને ચાહનારા છીએ..! -Jatin.R.patel
Jatin.R.patel લિખિત નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/novels/22994/operation-chakravyuh-1-by-jatin-r-patel આ સાથે જ ઑપરેશન ચક્રવ્યૂહની પ્રથમ સિઝન અહીં પૂર્ણ થાય છે..આશા રાખું છું કે રહસ્ય, રોમાંચ અને દેશભક્તિથી તરબતર આ નવલકથાની પ્રથમ સિઝન આપ સૌને પસંદ આવી હશે. બીજી સિઝન એક મહિના બાદ ઉપલબ્ધ થશે તો એ માટે રાહ જોવી જ રહી..અત્યંત વ્યસ્તતાના લીધે લેખન માટે સમય નથી મળતો છતાં આપ સૌના પ્રેમના લીધે લેખનનો સાથ છોડવાનું મન નથી થતું. મર્ડર@રિવરફ્રન્ટ હાર્ડકોપી સ્વરૂપમાં ઉપલબ્ધ છે, તમારે જે એની હાર્ડકોપી જોઈતી હોય તો આ નંબર પર ગૂગલ પે કે ફોન પે કરી શકો છો. ધન્યવાદ..🙏🏽💐
પહેલા મહિને આવતા(પત્ર).. હવે દિવસમાં સેંકડો વખત એના સંદેશ (ચેટ મેસેજ) આવે છે.. શું કરું આ હજારો મેસેજનું..? એ ક્યાં સાથે તારા બદનની ખુશ્બુ લાવે છે..? -જતીન પટેલ (શિવાય)
First hardcopy book get on first day of year...I think 2021 will be owcem ❤️ ઓનલાઈન ઈબૂક પ્લેટફોર્મ પર મળેલી ભવ્ય સફળતા બાદ મારી પ્રથમ હાર્ડકોપી બુક મર્ડર એટ રિવરફ્રન્ટ આખરે પ્રકાશિત થઈ ચૂકી છે...ખૂબ ખૂબ આભાર વાચકમિત્રોનો.
thanks to all..for making me no.1 author in no.1 eBook app in gujarati.
આપ સૌના પસંદગીના પાત્ર એસીપી અર્જુનને સાંકળતી ચોથી નવલકથા આજે તા-30/09/20 ના રોજ માતૃભારતી પર પ્રકાશિત થવા જઈ રહી છે. જેનું નામ છે ઑપરેશન ચક્રવ્યૂહ. દેશમાં થનારા આતંકવાદી હુમલાને વિફળ કરવા મેદાને પડતા યોદ્ધાઓની કહાની છે ઑપરેશન ચક્રવ્યૂહ. ખૂબ જ મહેનત, રિસર્ચ કરીને લખવામાં આવેલી આ નવલકથાની ટોટલ બે સિઝન આવશે અને આ નવલકથા ગુરુવાર અને રવિવારે પ્રકાશિત થશે. અર્જુન અને એના જોડીદાર નાયક ઉપરાંત મારી અગાઉની બે નવલકથાના પાત્રો પણ આ નવલકથામાં સામેલ છે. તો વાંચવાનું ચૂકતા નહિ, ગજબની સસ્પેન્સ, થ્રીલર નવલકથા ઑપરેશન ચક્રવ્યૂહ.!! Jatin.R.patel લિખિત વાર્તા "ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19897049/operation-chakravyuh-1-1
યાદ રાખવું એને આમ તો મારા માટે મોટો દંડ છે. આમ છતાં ભૂલાતી નથી,એની યાદોનો વેગ પ્રચંડ છે. #પ્રચંડ
પ્રેમમાં પણ બેકારી લાગે છે.. પ્રેમ કરવામાં પાવરધા હોય એમને નિભાવવામાં લાચારી લાગે છે. લોકડાઉન પછી તો પ્રેમના બઝારમાં પણ ભારે બેકારી લાગે છે.! એ આવશે, તમને મળશે અને હેતથી એમના ગળે પણ લગાવશે. પીઠમાં ખંજર પણ ઉતારશે, દગાની વર્ષો જૂની બીમારી લાગે છે.! નદીકિનારે બેસીને કર્યા હતા સાત જન્મ નિભાવવાના વાયદા. પૂરા કરવાની તસ્દી જ ના લીધી, વાયદા એના સરકારી લાગે છે.! લાખોની લાગણીઓ નિલામ કરી દીધી સાવ મફતના ભાવમાં. આજે જાણ્યું કે પ્રેમમાં લાગણીઓની પણ રવિવારી લાગે છે.! હતી એક રાત જ્યારે મેં ચાંદ કહીને એને ખૂબ વખાણી હતી. એ સાચેમાં ચાંદ સમજી બેઠી પોતાને, એ રાત ગોઝારી લાગે છે.! તમે કહેશો કે ભૂલી જા એને, ભૂલવામાં સાચી મજા છે દોસ્ત. ભૂલી જ ગયો છું, આમ છતાં સૌને સમજાવવું મગજમારી લાગે છે.! રાવણ અને દુર્યોધન જેવાનાં તો હવે જમાના આવી ગયા છે 'શિવાય' રામ જેવો પ્રેમી મળવો, આજકાલ તો સૌને જવાબદારી લાગે છે.! -જતીન પટેલ (શિવાય)
પ્રેમના વિષયમાં મોટાભાગના પ્રેમીઓ સાવ ઠોઠ છે. કેમકે, એમના રસનો વિષય પ્રેમિકાના ગુલાબી હોઠ છે. #હોઠ
આજથી ફિટ બાવીસ મહિના પહેલા માતૃભારતી એપ્લિકેશન પર મારી લેખનયાત્રા 'આખરી દાવ' નામક લઘુનવલથી થઈ હતી. એ સમયે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આજે ડાઉનલોડ સંખ્યા 10 લાખને આંબી જશે. આવું શક્ય થયું છે મારી મહેનત અને લગનના લીધે, આ ઉપરાંત આ સફળતાનો શ્રેય હું મારા વફાદાર વાચકોને આપું છું. એમના સતત પ્રેમ અને પ્રતિસાદના લીધે જ હું પ્રારંભિક નિષ્ફળતાઓ પછી આ મુકામે પહોંચી શક્યો. મારી લેખનની આ સફર દરમિયાન મને સારા એવા મિત્રો મળ્યા જેને હું સ્નેહીજનની સમકક્ષ ગણું છું. ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ઈબુક એપ્લિકેશન એવી માતૃભારતી પર કાજલ ઓઝા, આશુ પટેલ, શિશિર રામાવત, કનુ ભગદેવ, એચ.એન.ગોલીબાર , પ્રવીણ પીઠડીયા જેવા માંધતા લેખકો; જેમની બુકો હાર્ડકોપી સ્વરૂપે પણ આવી ચૂકી છે, એમના વચ્ચે એમની હરોળમાં રહેવું નાનીસૂની વાત તો નથી જ. નજીકમાં મારી બે બુક્સ હાર્ડકોપી સ્વરૂપે આવવાની છે અને એ સિવાય પણ નજીકમાં બીજી આવી જ નાની-મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે એમાં કોઈ મીનમેખ નથી. બસ એટલું જ કહીશ કે આ તો માત્ર પડાવ છે હજી મંજીલ તો ઘણી દૂર છે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser