Quotes by Shailesh Jani in Bitesapp read free

Shailesh Jani

Shailesh Jani

@janishailesh4031


🌷🙏🌹મહિલા દિવસ🌹🙏🌷

🌹💐 દીકરી તરીકે જન્મ લઈ બહેન,મિત્ર,નણંદ, પત્ની, દેરાણી, જેઠાણી, માં, ફોઈ, કાકી, માસી, મામી અને સાસુ તરીકેની વિવિધ ભૂમિકા ભજવતી આપ સહુ મહિલાઓને મહિલા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ💐🌹

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વની સહુ મહિલાઓને સન્માન સાથે સ્નેહ સભર વંદન.

માનવજાતને ટકાવી રાખવા, સંવર્ધિત કરવા અને વિકસાવવાનો યશ વિશ્વની તમામ માતાઓને જ આપી શકાય.

સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવ સાથે પોતાના બાળકને સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર ત્યાગની મૂર્તિ એટલે માં,ભાઈને હેતથી હાલરડાં ગાઈ જુલાવતી બહેની, પોતાના માં બાપને મૂકી આજીવન પારકા ઘરને પોતાનું કરવા આવતી ભાભીનો એકમાત્ર સહારો નણંદ, નવી વહુને સ્વીકારી ઘરના સંસ્કારથી પરિચિત કરાવી કુટુંબમાં ઢાળનાર જેઠાણી,સગા ભાઈ બહેન જેવો પ્રેમ અને સ્નેહ આપતી ભાભી અને દેરાણી, પતિના જીવનને પ્રકાશિત કરવા સદાય સાથ આપતી પત્ની,મિત્રનું મન હળવું કરવા ખૂબ શાંતિથી સાંભળી શહારો આપતી મિત્ર, કુટુંબનું ભાવિ ઉજવળ કરનારી વહુ અને દીકરાનું દાંપત્યજીવન સુખમય બને તેવી આશા અને અરમાનો રાખતી સાસુ.આવી અનેક વિવિધ ભૂમિકા નિભાવતા આપ સહુને અભિનંદન.

જેમ તાજા અંકુરને બગીચાનો માળી ખૂબ પ્રેમથી સિંચન કરી સાચવે તેમ નવા જન્મેલા બાળકને માતા સ્નેહથી સાચવે, શાળામાં દાખલ થતાં બાળકને શિક્ષિકા વાત્સલ્ય,લાગણી અને હેતથી સાચવે. આમ મહિલા પોતાના અધિકારના સુખનો ઉપયોગ કરતી નથી માટે સહુનું માન સન્માન પ્રાપ્ત કરવાની અધિકારી બની છે.

આપનો સહૃદયપુર્ણ વ્યવહાર, સ્મિત સભર ચહેરો,અમિ ભરી દૃષ્ટિ,માધુર્ય સભર શબ્દોચ્ચાર જ આપને આદરપાત્ર બનાવે છે.

દીવો નાનો હોય તોયે પ્રણામનો અધિકારી બને છે,આગ ગમે તેટલી મોટી હોય તોયે ધૃણા પાત્ર બને છે ઉપેક્ષાપૂર્ણ સદ્વ્યવહાર તિરસ્કારનું કારણ બને છે પણ સ્ત્રીઓનો પ્રેમ અને સ્નેહ સભર સદવ્યવહાર હંમેશા વંદનીય જ બને છે.સુખ અને હિત વચ્ચેની પસંદગીની કળાનો વિવેક પ્રભુએ આપ્યો છે જે આપને આદરપાત્ર બનાવે છે.

આવા ગુણો મારામાં પણ સતત વિકસે તે માટે પ્રભુને સહૃદય પ્રાર્થના અને આપની પણ શુભકામના મારા પર વર્ષે તેવી આશા.
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🌹🙏નારી તું નારાયણી 🙏🌹🙏

Read More

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં Please આવી ગયું છે,
અને આ શું ??? સાચા સબંધો માં પણ Sorry હોય છે ???
ખબર જ નથી પડતી કે ફરજ માં Thanks ક્યાંથી ????
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે.
પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે
મારે માત્ર એટલું જ જાણવું છે...
મોટા ને પણ કહેવાનું You, અને નાના માટે
પણ You ???
તો તો શું મોટાઈ છે આ ભાષાની ????
અરે આની કરતા તો સારી છે માતૃભાષા "ગુજરાતી"
સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે.
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે છે..
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!

#વિશ્વમાતૃભાષાદિવસ # from...shailesh suresh jani

Read More

🌞શુભ સવાર નમસ્તે🌞

હરી-ફરી લે, હમણાં
તબિયત છે ફાંકડી ,,

કાલે કેડેથી વળેલો હશે
અને હાથમાં હશે લાકડી ...

નીરખી લે, નીરખી લે
હમણાં નજર છે વશમાં ,,

કાલે આવશે મોતિયો અને
આંખે હશે કાળા ચશ્મા ...

નીકળી પડ મિત્રો સાથે ફરવા
મોજ મસ્તી કરવા ,,

કાલે બધા આવશે તને
બીમાર ખાટલે મળવા ...

આજે જ રૂબરૂ મળવાનો છે
પુરેપૂરો સ્કોપ ,,

કાલે સામે બેઠો હશે
ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ ...

કરી નાખ ઉજાણી
પી લે પાણી લીટર બે લીટર ,,

જોજે કદાચ કાલે મોમાં
ખોસેલું હશે થર્મોમીટર ...

ચાલો દોસ્તો ભેગા થઇએ
હરીએ ફરીયે હસતા રહીયે ,,

મોજ મસ્તી કરતા રહીએ
એક બીજાને સાથ આપતા રહીએ ,,

મારૂ તારૂ છોડી દઇએ
પ્રભુના ગુણ ગાતા રહીએ ...

કોઈ નથી જાણતું
ક્યારે પુરા થઈ જાશે
આ હૃદય ના કિલોમીટર ..

ઝીંદગી ડોકટરની ગોળી સાથે નહીં , પણ

મિત્રોની ટોળી સાથે જીવવાની હોય છે !!!

Read More

शुभरात्री..
तुम्हे पाने की कोशिश मैं हजार करूंगीं, जब तक चलेगी मेरी सांसे मैं तुमसे प्यार करूंगीं।

-Shailesh Jani

Read More

*સ્વર્ગ અહીંયા જ છે...*

*તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દો,*

*પોતાનું દુઃખ અને બીજાનું સુખ...*

🌹 *Good Morning* 🌹

Read More

સુકાઇ ગઈ છે લાગણી માણસની
વધી છે જ્યારથી માગણી માણસની

સંબંધો પણ બની ગયા સાવ સ્વાર્થના
સંબંધોમાં કરે છે માપણી માણસની

મળે છે મોકો જ્યારે જીવનમાં ત્યારે
પોતાના જ કરે છે કાપણી માણસની

જરૂરિયાત હોય જેટલી જેની જેની
એટલી સંબંધોમાં વાવણી માણસની

નિભાવશે સાથ કે આપશે છેહ કોઈ
હવે ક્યાં રહી છે એ ખાતરી માણસની
💞🌹શુભ સવાર🌹💞

Read More

મને ખાલી પુસ્તકીયો
ભાર ન આપો,
હું શિક્ષક છું.
મને માનવ ધર્મ નો
સાર ન આપો,
હું શિક્ષક છું.

મારે સાંકળ નહી
ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર
બંધિયાર ન આપો,
હું શિક્ષક છું.

મારે તો ચાંદ સુરજ
ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશીનનો
આકાર ન આપો,
હું શિક્ષક છું.

હું મથું છું ચોમાસું
જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણ જેવી
કટાર ન આપો,
હું શિક્ષક છું.

હું તો શાળાના વૃક્ષનું
પતંગિયું છું ભલા આમ,
લડવા હવા સાથે મને
તલવાર ન આપો,
હું શિક્ષક છું.

હથેળીમાં મે
હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને
અંગાર ન આપો,
હું શિક્ષક છું.

સાત સમંદરની ખળખળ
ભરી છે મારી ભીતર,
મને ખળખળ કોઈની
ઉધાર ન આપો,
હું શિક્ષક છું.

મારી ડાળે ડાળમાં
ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ
સવાર ન આપો,
હું શિક્ષક છું.

હું નથી મ્હોતાજ
કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકિયો
પ્યાર ન આપો,
હું શિક્ષક છું.

હું ફૂલ છું નાજુક ભણતરનું,
ભણાવવા દ્યો,
કરમાઈ જાઉં એવા કામ
હજાર ન આપો,
હું શિક્ષક છું.

*શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,*
*મને કાશી, મથુરા કે*
*હરિદ્વાર ન આપો,*
*હું શિક્ષક છું.*


*સર્વેને*
*શિક્ષક દિવસની*
*શુભકામનાઓ*
🍀

Read More

*બહુ સારો સ્વભાવ પણ સારો નહીં*
*કેમકે પછી એ નથી સમજાતું કે તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ.*

*GOOD MORNING*

-Shailesh Jani

Read More