Quotes by Indrajitsinh Jadeja in Bitesapp read free

Indrajitsinh Jadeja

Indrajitsinh Jadeja

@indrajitsinhjadeja235652

અમારો અબડાસા (અસાંજો અબડાસા)

આપણા દેશનો સૂર્યાસ્ત જ્યાં થાય છે (મોટી ગુહાર તાલુકા : લખપત ) અને દેશ નો સૌથી મોટો ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો અમારો કચ્છ વિવિધતા ધરાવતો પ્રદેશ છે. નાના મોટાં ડુંગરા , ત્રણ બાજુ સમુદ્ર, સમતળ રણ  આવા ત્રણ કુદરતી ભૌગોલિક વિવિધતા બહુ જૂજ જગ્યાએ જોવા મળતી હોય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિ એ પણ આ પ્રદેશ અલગ ભાત પાડે છે. અલગ બોલી, અલગ ભાષા, ઘણી બધી

પેટા જ્ઞાતિ આધારિત જીવનશૈલી ધરાવે છે. તેમની રહેણીકહેણી, હાથ કસબ  માં પણ વિવિધતા જોવા મળે છે.

આજે આપણે વાત કરશું અબડાસા તાલુકા ની કેટલીક જાણી અજાણી વાતો ની. કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ક્ષેત્ર નક્કી કરવા અંગ્રેજી મૂળાક્ષર “Z” ને અનુસરવા આવે છે એટલે કે જે ક્ષેત્ર સૌથી પશ્ચિમ માં હોય તેને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે આ દ્રષ્ટિએ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકા ભેગા કરી ને 01 અબડાસા વિધાનસભા ક્ષેત્ર બનાવાયુ છે#. અબડાસા ઘણા બધા મા ક્ષેત્રમાં 01 છે જેમ કે સીમેન્ટ ઉત્પાદન. સાંઘી અને આદિત્ય બિરલા જૂથ દ્વારા મોટાપાયે વિદેશ માં નિકાસ કરવામા આવે છે. ગુજરાત માત્ર બે જગ્યાએ બોક્સઇટ ખનીજ મળે છે તેમાંથી એક નરેડી રિઝર્વ અબડાસા માં આવેલું છે. પવન ઊર્જા ક્ષેત્રે પણ આ વિસ્તારે સારું કાઠું કાઢ્યું છે.

ભારત મા વિલુપ્ત ના આરે ઉભેલુ ઘોરાડ (great Indian bustard) પક્ષી નું અભ્યારણ્ય આવેલું છે. ગુજરાત નું પ્રથમ હેરીટેજ વિલેજ ‘તેરા વિલેજ’ તેના રામાયણ ના ચિત્રો, કિલ્લો અને ત્રી સ્તરી તળાવ માટે પ્રખ્યાત છે. દર વર્ષે ઠંડી માં નંબર એક બનવાનુ બિરુદ મહદઅંશે પાટનગર નલિયા એ જાળવી રાખ્યું છે. દરેક સરહદીય પ્રદેશ ના અમુક સારાં અને અમુક નરસા પાસા હોય છે  એમ અમુક નકારાત્મક બાબતો માં પણ અબડાસા પ્રથમ નંબર પર છે. ગુજરાત મા સૌથી ઓછો વરસાદ અબડાસા અને લખપત તાલુકામાં પડે છે. એંસી અને નેવું ના દાયકામાં આ પ્રદેશ દાણચોરી મા પ્રથમ ક્રમાંકે રહ્યો હતો ખાસ કરીને સોના અને ચાંદી ની દાણચોરી હાલ માં સ્થિતિ મહદઅંશે કાબુ છે પણ ક્યારેક છમકલાં થતાં રહે છે.

અબડાસા તાલુકાના(પ્રદેશ) નું નામ વીર પુરૂષ અબડા અડભંગ ના નામ પરથી પાડવા મા આવ્યું છે. સિંધ પ્રદેશ માં સત્તા મેળવવા માટે

રાજકીય ખટરાગ મા ચનેશ્ચર પોતાના ના ભાઈ ઘોઘા સુમરા રાજા વિરુદ્ધ દિલ્હી ના સુલતાન અલ્લાઉદીન ખિલજી ને સિંધની સત્તા અને સિંધ ની સુમરી સુંદરીઓ ની લાલચ આપી ચઢાઈ લહી આવે છે. સિંધ પ્રદેશ થી લગભગ 140 જેટલી સુમરા જ્ઞાતિ ની સુંદર નારીઓ કચ્છ તરફ આશ્રય માટે પ્રયાણ કરે છે. રસ્તા મા આવતા નાના મોટા ગામના આગેવાનો, રજવાડાં તેમને વધતે ઓછે અંશે મદદરૂપ થાય છે અને તેમને વડસર ના અબડા અડભંગ પાસે જવાની સલાહ આપે છે. વડસર મા અબડા અડભંગ તેમનુ ભલે આવ્યા બહેનો. (કચ્છીમાં ભલે આયા ભેનરીયું) હિન્દુ રાજા હોવા છતાં મુસ્લિમ મહિલા નુ સ્વાગત કરે છે.  પાછળ આવી રહેલા અલ્લાઉદીન જે રસ્તો ભૂલી ગયો હોય છે તેને તેના રાજ્ય મા ના બધા કપાસ મંગાવી તેને સળગાવી સુલતાન ના સૈન્ય ને વડસર તરફ વાળે છે. અંતે 72 દીવસ ના યુદ્ધ પછી સંવત 1356 શ્રાવણ સુદ 12 ના 40 વર્ષ ના અબડા અડભંગ વિરગતી પામે છે. તેમના મૃત્યુ નિપજ્યાં બાદ તેમના રાણી અને અન્ય રાજપુત સ્ત્રીઓ જૌહર કરે છે જ્યારે 100 જેટલી સુમરી જમીન મા સમાઈ જાય છે.

Read More

અમારો અબડાસા (અસાંજો અબડાસા)

આપણા દેશનો સૂર્યાસ્ત જ્યાં થાય છે (મોટી ગુહાર તાલુકા : લખપત ) અને દેશ નો સૌથી મોટો ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો અમારો કચ્છ વિવિધતા ધરાવતો પ્રદેશ છે. નાના મોટાં ડુંગરા , ત્રણ બાજુ સમુદ્ર, સમતળ રણ  આવા ત્રણ કુદરતી ભૌગોલિક વિવિધતા બહુ જૂજ જગ્યાએ જોવા મળતી હોય છે. સાંસ્કૃતિક દ્રષ્ટિ એ પણ આ પ્રદેશ અલગ ભાત પાડે છે. અલગ બોલી, અલગ ભાષા, ઘણી બધી

પેટા જ્ઞાતિ આધારિત જીવનશૈલી ધરાવે છે. તેમની રહેણીકહેણી, હાથ કસબ  માં પણ વિવિધતા જોવા મળે છે.

આજે આપણે વાત કરશું અબડાસા તાલુકા ની કેટલીક જાણી અજાણી વાતો ની. કોઈ પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ક્ષેત્ર નક્કી કરવા અંગ્રેજી મૂળાક્ષર “Z” ને અનુસરવા આવે છે એટલે કે જે ક્ષેત્ર સૌથી પશ્ચિમ માં હોય તેને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે આ દ્રષ્ટિએ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકા ભેગા કરી ને 01 અબડાસા વિધાનસભા ક્ષેત્ર બનાવાયુ છે#. અબડાસા ઘણા બધા મા ક્ષેત્રમાં 01 છે જેમ કે સીમેન્ટ ઉત્પાદન. સાંઘી અને આદિત્ય બિરલા જૂથ દ્વારા મોટાપાયે વિદેશ માં નિકાસ કરવામા આવે છે. ગુજરાત માત્ર બે જગ્યાએ બોક્સઇટ ખનીજ મળે છે તેમાંથી એક નરેડી રિઝર્વ અબડાસા માં આવેલું છે. પવન ઊર્જા ક્ષેત્રે પણ આ વિસ્તારે સારું કાઠું કાઢ્યું છે.

ભારત મા વિલુપ્ત ના આરે ઉભેલુ ઘોરાડ (great Indian bustard) પક્ષી નું અભ્યારણ્ય આવેલું છે. ગુજરાત નું પ્રથમ હેરીટેજ વિલેજ ‘તેરા વિલેજ’ તેના રામાયણ ના ચિત્રો, કિલ્લો અને ત્રી સ્તરી તળાવ માટે પ્રખ્યાત છે. દર વર્ષે ઠંડી માં નંબર એક બનવાનુ બિરુદ મહદઅંશે પાટનગર નલિયા એ જાળવી રાખ્યું છે. દરેક સરહદીય પ્રદેશ ના અમુક સારાં અને અમુક નરસા પાસા હોય છે  એમ અમુક નકારાત્મક બાબતો માં પણ અબડાસા પ્રથમ નંબર પર છે. ગુજરાત મા સૌથી ઓછો વરસાદ અબડાસા અને લખપત તાલુકામાં પડે છે. એંસી અને નેવું ના દાયકામાં આ પ્રદેશ દાણચોરી મા પ્રથમ ક્રમાંકે રહ્યો હતો ખાસ કરીને સોના અને ચાંદી ની દાણચોરી હાલ માં સ્થિતિ મહદઅંશે કાબુ છે પણ ક્યારેક છમકલાં થતાં રહે છે.

અબડાસા તાલુકાના(પ્રદેશ) નું નામ વીર પુરૂષ અબડા અડભંગ ના નામ પરથી પાડવા મા આવ્યું છે. સિંધ પ્રદેશ માં સત્તા મેળવવા માટે

રાજકીય ખટરાગ મા ચનેશ્ચર પોતાના ના ભાઈ ઘોઘા સુમરા રાજા વિરુદ્ધ દિલ્હી ના સુલતાન અલ્લાઉદીન ખિલજી ને સિંધની સત્તા અને સિંધ ની સુમરી સુંદરીઓ ની લાલચ આપી ચઢાઈ લહી આવે છે. સિંધ પ્રદેશ થી લગભગ 140 જેટલી સુમરા જ્ઞાતિ ની સુંદર નારીઓ કચ્છ તરફ આશ્રય માટે પ્રયાણ કરે છે. રસ્તા મા આવતા નાના મોટા ગામના આગેવાનો, રજવાડાં તેમને વધતે ઓછે અંશે મદદરૂપ થાય છે અને તેમને વડસર ના અબડા અડભંગ પાસે જવાની સલાહ આપે છે. વડસર મા અબડા અડભંગ તેમનુ ભલે આવ્યા બહેનો. (કચ્છીમાં ભલે આયા ભેનરીયું) હિન્દુ રાજા હોવા છતાં મુસ્લિમ મહિલા નુ સ્વાગત કરે છે.  પાછળ આવી રહેલા અલ્લાઉદીન જે રસ્તો ભૂલી ગયો હોય છે તેને તેના રાજ્ય મા ના બધા કપાસ મંગાવી તેને સળગાવી સુલતાન ના સૈન્ય ને વડસર તરફ વાળે છે. અંતે 72 દીવસ ના યુદ્ધ પછી સંવત 1356 શ્રાવણ સુદ 12 ના 40 વર્ષ ના અબડા અડભંગ વિરગતી પામે છે. તેમના મૃત્યુ નિપજ્યાં બાદ તેમના રાણી અને અન્ય રાજપુત સ્ત્રીઓ જૌહર કરે છે જ્યારે 100 જેટલી સુમરી ઊંડા ખાડા મા સમાઈ જાય છે.

Read More

, *ચિંતન*

મૌલિકતા તો મરી પરવારી અને હવે સમય આવ્યો છે નકલ તણો,
પોતાના લેખન માં નામ બીજા નું જોઈ ને શાશ્વત એનો જીવ દુભાતો હશે ઘણો.

- તમામ નકલબાજો ને સમર્પિત જે બીજા ની રચના અને લેખન માં પોતાનું નામ ઉમેરી ને અથવા રચનાકાર નું નામ હટાવી ને એને પ્રસારીત કરતા હોય છે.....
જે વ્યક્તિ એ બહુ મુશ્કેલીએ ઘણી મહેનત અને મંથન પછી કંઈ લખ્યું હોય અને આપણે તેને પોતાના નામે વટાવી
જ્યારે એ વ્યક્તિ પોતાના જ લખેલ માં અન્ય નું નામ જોવે ત્યારે એના હૃદય ને કેટલો આઘાત થતો હશે એ આપણે ક્યારેય વિચાર્યું...??
અને અન્ય ની લેખની માં પોતાનું નામ ઠોકી બેસાડવા નો ફાયદો પણ શું...?? ક્યાં સુધી ચોરી કરતા રહીશું...??કારણ કે આજે એક ની નકલ કરી કાલે અન્ય ની કરશું હવે આ બન્ને લેખન માં,શબ્દ ભંડોળ માં અને વિચારધારા માં અંતર આવશે જ....અને એ સાથે જ આપણી પોલ પણ પાધરી થશે....
ખોટું હાથે કરીને હાંસીપાત્ર શા માટે થવું જોઈએ...
થોડી માનવતા દાખવો અને રચનાકાર ને જ એની મહેનત નો શ્રેય આપો જેથી એની કલમે વધુ સારું લખવા નો ઉત્સાહ જાગે...

- ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)

Read More

શ્રીજી મુખ દીંઠુ આજ હરી મુખ દીંઠુ રે
સઘળા સંસાર નું આજ સુખ મે દીંઠુ રે

માથે મુગટ દીઠું આજ કિરીટ શોભતું દીઠું રે
સઘળા સંસાર નું આજ છત્ર મે દીંઠુ રે

ભાલે તિલક દીઠું આજ લલાટે ઊર્ધ્વપુંડ્ર દીઠું રે
સઘળા સંસાર નું આજ સૌભાગ્ય મે દીંઠુ રે

યોગી મહારાજ દીઠા મેં પ્રમુખ સ્વામી દીઠા રે
ઈન્દ્ર કે જાણેમેં નર માં નારાયણરૂપ દીઠું રે

ઈન્દ્રજીતસિંહ જાડેજા
( મોથાળા, કચ્છ )

Read More

*દાન લીધા વગર વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?* જાણો સાચું કારણ

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે.

૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.
સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.

‘ દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ‘ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.

દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.
છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.

*કઈ રીતે દાન લીધા વગર ચાલે છે જલારામ મંદિરમાં આટલું મોટું રસોડું ?*

દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે.
ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે, કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.

વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ.
પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?

તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.
દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે
હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે.

એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજેપણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.
વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.

Read More

બાપા સીતારામ

ખાલી હાથે

ખાલી હાથે આવ્યા હતા

ખાલી હાથે જવાના

જો હોય મઢવારી નો સાથ

તો નામ કરી જવાના

કપરા ચઢાણ જીવનમાં હતા

ભલે થાકી જવાના

જો હોય મઢવારી નો સાથ

તો ડુંગરા ચઢી જવાના.

દેખાદેખી ની દુનિયામાં હતા

ભલે ફેંકાઈ જવાના

જો હોય મઢવાળી નો સાથ

તો ફરી પાછા આવાના.

જીવનની શંતરજ માં હતા

ભલે હારી જવાના

જો હોય મઢવારી નો સાથ

તો ફરી જીતી જવાના

                        ઈન્દ્રજીતસિંહ જાડેજા

Read More