Quotes by Hitesh Patel in Bitesapp read free

Hitesh Patel

Hitesh Patel

@hiteshpatel1815


તારા આંસુઓને મારી પાંપણનું સરનામું આપી દે,
તારી વેદનાઓને મારા હ્રદયનું સરનામું આપી દે,
તારી એકલતાને મારા સાથનું સરનામું આપી દે,
તારે જીવવી છે જે જીંદગી તેને મારે સરનામું આપી દે...
તારા હાથને મારા હાથનું સરનામું આપી દે,
બીજુ શું જોઈએ તારે હવે વ્હાલી...
? હિતેશ "પરી"

Read More

જીંદગીના મેદાનમાં સમય જયારે બોલીંગ કરે છે ત્યારે મહેનત રુપી બેટ વડે જોરદાર ફટકો માર્યો હોવા છતા નશીબ નામનો ફિલ્ડર બાઉન્ડ્રી પર જ સપનાઓને કેચ કરી લે છે.
IPL ના લીધે મને તો એક વાક્ય રચના મળી ગઈ. ..
હિતેશ 'પરી'

Read More

સાચી વાત છે,
નથી હોતું સહેલું એકબીજાને સમજવું,
જરૂરી છે સમય અેકબીજાને આપવું
પણ એજ તો નથી વ્હાલી તારી પાસે,
તું જ કહે 'પરી' કેમ કરીને તને સમજવું,
જરૂરી છે એ માટે અેકબીજાને મળવું,
પણ સમય જ તો નથી વ્હાલી તારી પાસે...
હિતેશ 'પરી'

Read More

સાચી વાત છે,
છે ખૂબજ સહેલું કોઈના પ્રેમમાં પડવું,
પણ તેટલું જ અઘરૂ છે તેના દર્દને વેઠવું,
છે ખૂબજ સહેલું કોઈને મળવાનું વચન આપવું,
પણ તેટલું જ અઘરૂ છે અેકબીજાને મળવું,
મારી ને તારી પણ આવી જ છે કહાણી,
પ્રેમની પાંખો તો નીકળી છે બંનેની,
મળવું છે બંનેને ને મળતી શકાતુ નથી...
હિતેશ 'પરી'

Read More

છે તું જીંદગીમાં મારી,
છતાંય પરિસ્થિતિ આજે કાંઈક એવી છે,
તું મારી આંખોની સામે છે,
છતાંય તને જોઈ શકતો નથી,
તું મારી ઘણી નજીક પણ છે,
છતાંય તને મળી શકતો નથી,
તું મારા હ્રદયમાં વસેલી છે,
છતાંય તને પ્રેમ કરી શકતો નથી,
મારી હથેળીમાં પ્રેમની લકીર છે,
છતાંય તારૂ નામ લખી શકતો નથી,
મારા દરેક શ્વાસમાં તારુ નામ છે,
છતાંય તારૂ નામ લઈ શકતો નથી.. ? હિતેશ "પરી"

Read More