Quotes by Hetal Rathod in Bitesapp read free

Hetal Rathod

Hetal Rathod

@hetalrathod8043


"હેતુદાદા" ઉપનામ રાખતાં તો રાખી લીધું મેં, પણ હવે આ જિંદગી દાદા જેવડાં અનુભવ કરાવે છે એનું શું???

-Hetal Rathod

આમ રોજ મને નવાં જખ્મ આપી ને તું થાકી જઈશ મારી વ્હાલી જિંદગી! "આવ થોડીવાર આરામ કરી લે તું, લે હું તને મલમ લગાવી આપું જેથી તું વધું ઊંડા જખ્મ આપી શકે મને."

-Hetal Rathod

Read More

લોકો પૂછે છે કે "કેમ આજકાલ તું કંઈપણ લખતી નથી?" કેમ સમજાવું કે કોઈની યાદોએ મગજને હેંગ કરી નાખ્યું છે ને ctrl+alt+delete થાય એમ નથી.

-Hetal Rathod

Read More

થઈ ગયો છું હું ચકનાચૂર ને તમને નાની અમથી વાત લાગે છે
પૂછો અમને કે ગમતું ગીત પણ આજ મને ઘોંઘાટ લાગે છે.

-Hetal Rathod

Read More

માનવતાં નહીં અહીં કોઈનાં મનમાં,
માનવની બસ જાતો જ છે.
અમી નહીં અહીં કોઈની આંખોમાં,
પ્રીતિ કેરી બસ વાતો જ છે.

-Hetal Rathod

Read More

તમારી દુનિયા હશે ભલે પૃથ્વીનો ગોળો, મારી દુનિયા મારી મમ્મીનો ખોળો...

-Hetal Rathod

સંબંધો સાચવવા હંમેશા છોલાતો રહ્યોં છે.
હુંફાળા સ્પર્શની જગ્યાએ ગાલ પર તમાચો રહ્યોં છે.
દોસ્તોની મહેફિલો નહિ પણ મોતનો મલાજો રહ્યોં છે.
સમુંદર આંખોમાંથી હંમેશા ઢોળાતો રહ્યોં છે.
રૂપાળાં સમાજમાં શ્યામ રંગ મારો તોળાતો રહ્યોં છે.
ખુદની જાનમાં મારો ખુદનો જ જનાજો રહ્યોં છે.
લાખો પ્રયત્ન છતાં નિષ્ફળતાં સાથે નાતો જોડાતો રહ્યોં છે.
મારી શું વાત કરું અહીં ચરિત્ર સીતાનો પણ ડહોળાતો રહ્યોં છે

-Hetal Rathod

Read More

કેમ મુંજાય છે મનમાં બેસ પાસે મારી અને ફરમાવ તું.
છે બાજી હજી હાથમાં પરિશ્રમ કરી નસીબને આજમાવ તું.
જીવન છે જીવતાં શીખવ્યા વિના છોડશે નહિ આમ મિજાજ ના ગુમાવ તું.
મળે ક્યારેક નિષ્ફળતાં તો એને પણ સિરપાવ તું.
જીવ જિંદગીને તું મોજથી ને મોતને પણ ભરમાવ તું.
આવ બેસ મારી પાસે, શું ચાલે છે તારાં મનમાં ફરમાવ તું.

-Hetal Rathod

Read More

આજની બે પેઢી વચ્ચે સૌથી મોટો તફાવત કયો છે?
આજની પેઢી પોતાનાં પપ્પાને આઈ લવ યુ કહીને ગળે મળી શકે છે.

-Hetal Rathod

આજકાલ લોકોને બધીજ વસ્તુઓમાં કે વ્યક્તિઓમાં વેરાયટી જોઈએ છે અને આ વેરાયટી પાછળ જે તે વસ્તુ કે વ્યક્તિનાં મૂળ સ્વભાવ,રંગ, રૂપ, તાસીર બદલાઈ જતાં હોય છે અને જે output સામે આવે છે એ વેરાયટી નહિ પણ આપણી માનસિક વિકૃતિનો નતિજો હોય છે. દા. ત આઈસ્ક્રીમના વડાપાઉં. ભાઈ એમાં બટેકું હોય તોજ મજા આવે..(વ્યક્તિ કે વસ્તુને મૂળ સ્વભાવ સાથે સ્વીકાર કરો)

-Hetal Rathod

Read More