Quotes by hemang patel in Bitesapp read free

hemang patel

hemang patel

@hemangpatel103514
(24)

જામનગર

😊♥️♥️♥️❤️

Brothers and sisters
MY family❤️
😊

ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ હોઈ તો sorry બેન.

ભાઈબેનના નિસ્વાર્થ પવિત્ર સબંધમા મને ભાઈ બનવાનો મોકો મળ્યો એનો મને ગર્વ છે. મે સાંભળ્યું હતુ કે કર્મ કરે તેવા ફળ મળે મે સારા જ કર્મ કર્યા હશે મને પ્રેમાળ,સંસ્કારી બહેન મળી.

સબંધો કહેવાથી નહી પણ નીભાવવાથી સાકર બને ભાઈ છું તો ભાઈની જવાબદારીતો જરૂરની નિભાવીશ.

પરમ કૃપાળુ ઈશ્વરને એજ પ્રાર્થના કે મારી બહેન
હમેશા ખુશ રહે અને હું મારી બહેન માટે મારું સર્વોચ્ચ
આપી શકુ.

HAPPY રક્ષાબંધન

Read More

ખુશી ની બે પળ😊
My sweet cousin sister

મિત્રો વચ્ચે મતભેદ હોઈ તો ચાલશે.
પણ મન ભેદ નહી હોવુ જોઈએ.
મતભેદ દૂર થશે,મન ભેદ દૂર નહી થાય.

સસ્તી નથી...!

ગામમાં પુસ્તક મેળો હતો ત્યાં તેજસ તેના મિત્ર વિપુલ સાથે પોહોંચીયો વિપુલને પુસ્તકોમા રસ ન હતો પરંતુ તેજસએ સારો વાચક હતો.

તેજસએ એક પુસ્તકની ખરીદી કરી તેની કિંમત ₹100 હતી.
વિપુલ : આ પુસ્તક મોંઘુ કહેવાય...!
તેજસ : પુસ્તક મોંઘુ નથી, domino's ના એક pizza
કરતા એની કિંમત ઓછી.
ગુજરાતી ભાષા એટલી સસ્તી નથી,એની કિંમત આકી ન શકાઈ..!
લેખક પૈસા માટે નથી લખતા સમાજને જાગૃત કરવા લખે.
વિપુલ : ભાઈ તારી વાત સાચી.

Read More

જીવન અનિશ્ચિત છે ખુશી અને દુઃખ આવ્યા કરે કયારેક એવા સંજોગો પણ બનતા હોઈ કે ખુશીનો અને દુઃખનો પ્રસંગ સાથે આવી જાય ત્યારે શુ કરવું એજ ખબર ન પડે આવી જ ઘટના અકેશ સાથે બની.

ઘરમાં વર્ષો પછી શુભ પ્રસંગ આવી રહ્યો હતો
મોટીબેનના લગ્નને લઈને અકેશને અનેરો ઉત્સાહ હતો
અકેશએ લગ્નમાં શુ કરવું એની બધી તૌયારી કરી નાખી હતી.

મોટીબેનના લગ્નનો દિવસ આવી જ ગયો અકેશ અને એનું પરીવાર ખુશ હતુ મંડપમા પતિ પત્ની સાત ફેરા લઈ રહ્યા હતા ત્યારે અકેશના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો પહેલી વાર તો અકેશએ કોલ ઉપાડ્યો નહી ફરી એજ અજાણીયા નંબર પરથી કોલ આવ્યો અકેશએ કોલ ઉપાડિયો ત્યાર બાદ અકેશ કોઈને કઈ પણ કહ્યા વગર લગ્ન છોડી જતો રહ્યો.

શુ થયુ હશે કે અકેશએ લગ્ન છોડી જવુ પડ્યુ...?
અકેશના મિત્રનુ અકસ્માત થયુ હતુ મિત્રની હાલત ગંભીર હતી અકસ્માતના સમાચાર મળતા જ અકેશ લગ્ન માથી હોસ્પિટલ જવા નીકળી ગયો પણ અકેશને મોડુ થઈ ગયુ
મિત્રનુ મુત્યુ થઈ ગયું હતુ.

Read More

આખો દિવસ ખેતરમા કામ કરી સાંજે હિરેન ઘરે આવ્યો "મા " એ શીરો બનાવ્યો હતો હરેનને બહુ ભાવતો તેથી હિરેન માટે થોડી બચાવી રાખેલો.

"મા " એ હિરેનને શીરો આપ્યો એજ સમયે બાજુંમા રહેતો ચાર વર્ષનો પાર્થ આવી પોહોંચીઓ પાર્થએ કહ્યું મારે પણ શીરો ખાવો...! હિરેન ભૂખ્યો હોવા છતાં પોતાની પાસે રહેલો શીરો પાર્થ ને આપી દીધો.

પાર્થને શીરો ખાતા જોઈ હિરેનની ભૂખ સંતોષાય ગઈ અને નાના બાળકને જમતા જોઈ હિરેનને અનેરો આનંદ થયો જેને શબ્દોમા નહી લખી શકાઈ.

Read More

જેને મળ્યું પ્રકૃતિનુ આશીર્વાદ જ્યા છે બારે માસ લીલો છમ પ્રદેશ જ્યા નાથ જાતનો ભેદ નથી જ્યા જીવંત છે આદિવાસી સંસ્કૃતિ એવું છે એ મારું દક્ષીણ ગુજરાત.

Read More