Quotes by Harshika Suthar Harshi True Living in Bitesapp read free

Harshika Suthar Harshi True Living

Harshika Suthar Harshi True Living Matrubharti Verified

@harshika
(113)

મન મૂકી ને વરસ તું વરસાદ દિલથી વધામણાં છે.
બધાં કવિ ઓ ને પણ ઈર્શાદ મોસમ આવી ગઇ છે......

રોહિત અને સિયા ની સફરનો next part આવી ગયો છે

આજે રોહિતને ફરીથી જોયા બાદ મન અને મગજ બન્નેમાં ધમાસાન ચાલતું હતું. રાત્રે ફરીથી આની મિટિંગ થશે અને સિયાની ઉંઘ બગડશે. પરાણે લથડિયા ખાતા મનને મગજને સમજાવ્યું હતું કે તું એને ભૂલી જા. આનાથી સારું કોઈ તારી રાહ જોઈ રહ્યું હશે. મન કહેતું, "ના, એવુ મારાથી નહિ થાય. ભલે હું એને આમને સામને એક જ વાર મળી છુ, પણ વેડિંગ ડોટ કોઈન ની સાઈટ પર તો અમે રોજ વાતો કરતા હતા. એની સાથે વાત કર્યા વિના મને ઊંઘ જ નતી આવતી. શું એના મેસેજ ની રાહ જોવાની મજા હતી કે સજા એ હું હજી નક્કી નથી કરી શકતી. ભલે મેં એ સાઈટ જ ડિલીટ કરી નાખી, પણ મનની વેબસાઈટ પર હજી તેના પેજ ખુલ્લા હતા જે આજે રીફ્રેશ થયા હતા."




Harshika Suthar Harshi True Living લિખિત વાર્તા "WEDDING.CO.IN-5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19961463/wedding-co-in-5

Read More

આ વરસાદ થી ભીંજાયેલી માટી માંથી આવતી મહેક જેવું અત્તર ક્યાં મળશે?....

*****અભિલાષા*******
કંટાળી હું તળાવ મહી કંકર ફેંકી ...
પત્થર ખૂટશે પણ ખાન પૂરી નહિ થાય.
એ મારા પ્રતિબિંબ ને તોડ્યો મેં વારંવાર.
તું આવશે ત્યારે રૂપ નિવારણ નહિ થાય.....#H @R$!

વિચારી રહી હતી કે આજે આંખ ભીની નહિ થાય.
રાહ જોતા જોતા રૂમાલ ભીનો નહિ થાય
વીતી જસે સમય જલ્દી ને વાત પૂરી નહિ થાય
તને જોવાની અભિલાષા કયારેય પૂરી નહિ થાય...#H @R$!

HARSHIKA SUTHAR

Read More

આજે ટુ વ્હીલર ચલાવી ને જોબ પરથી ઘરે આવી રહી હતી. અને મે બે બાઈક સવાર ની સાઈડ કાપી, તેઓએ તરત જ એક્સીલેટર વધાર્યું અને મારી સાઈડ કાપી આગળ જતાં રહ્યા . ત્યારે મને વિચાર આવ્યો કે એક સ્ત્રીનું સાઈડ કાપી ને જવું આ સમાજ ના પુરુષો ને મંજૂર નથી . ત્યારે એ લોકો કાળ કિર્દી માં આગળ વધી રહેલી સ્ત્રીઓ માટે શું વિચારતા હશે?Anyone have an answer?

# H@R$!

Read More

આઈપીએલ ચાલતી હતી ત્યારે બનાવેલી મારી આ કવિતા વર્લ્ડકપ ચાલે છે ત્યારે રીપોસ્ટ કરુ છુ. #World cup 2024

*****મેરે ડ્રીમ ઈલેવન મે , ગ્યારા થે ખેલાડી, ****

મેરે ડ્રીમ ઈલેવન મે , ગ્યારા થે ખેલાડી,
મેરી ટીમકે મેમ્બર ચુનકે ,બન ગઈ મે જુઆરી.....

હર બોલ પે બોલતી મે, 'તુ ખેલના મેરે યાર' ,
એક ઓવર મે ચોંકા લગતા , દુસરે પે વિકેટ ચાર,

આજ યહાં હાર-જીત કા કોઈ નહિ સવાલ,
બસ મેરી કિસ્મત કી પારી કોઇ લે સભાલ ,

ફર્ક નહિ પડતા કયાં ? જીતે ટીમ એ યા કોઈ ઓર,
જીતને ચાહિયે વહીં, જો હમને ચૂને થે દાવેદાર,

સાથમે બેઠ કર દેખને કા મજા હી છીન ગયા યાર,
હર બોલપે રીફ્રેશ કરકે પોઈન્ટ દેખુ હર બાર.

ગલી મેચ કી ક્રિકેટ ખેલને કોઈ નહિ તૈયાર ,
યહાં પે સો દોસો લગતે, વહાં પે દો પાંચ.# Harshi Suthar

# સાઈડ ઈફેક્ટ ઓફ વર્લ્ડકપ 😀

Read More

મારે તો ઓનલાઇન લીધેલું બધું ખરાબ નીકળે એ પછી કોઈ વસ્તુ હોય કે સબંધ. આ ક્વોટને મારા નીજી જીવન સાથે કોઈ લેવા દેવા નથી.... પણ ક્યારેક ઓનલાઇન એપ્લીકેશન કે સાઈટ પરથી ખરીદી કરતી વખતે છેતરાય જવાય. પણ અહીં મારી વાર્તા માં ઓનલાઇન બાંધેલા સંબંધ વિષે વાત કરુ તો સિયા અને રોહિત ની " wedding.co.in" નામની મારી વાર્તાનો 4th એપિસોડ આવી ગયો છે ......


Harshika Suthar Harshi True Living લિખિત વાર્તા "WEDDING.CO.IN-4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19961145/wedding-co-in

Read More

મારે તો ઓનલાઇન લીધેલું બધું ખરાબ નીકળે એ પછી કોઈ વસ્તુ હોય કે સબંધ. આ ક્વોટને મારા નીજી જીવન સાથે કોઈ લેવા દેવા નથી.... પણ ક્યારેક ઓનલાઇન એપ્લીકેશન કે સાઈટ પરથી ખરીદી કરતી વખતે છેતરાય જવાય. પણ અહીં મારી વાર્તા માં ઓનલાઇન બાંધેલા સંબંધ વિષે વાત કરુ તો સિયા અને રોહિત ની " Wedding.co.in " નામની મારી વાર્તાને આગળ નો એપિસોડ જલ્દી થી આવશે......

https://www.matrubharti.com/novels/9238/weddingcoin-by-harshika-suthar-harshi-true-living

Read More

પારકા પ્રદેશમાં સિંચ્યા સપના મેં અણી ના સમયે લણી ના શક્યો.# Harsh!