Quotes by Boricha Harshali in Bitesapp read free

Boricha Harshali

Boricha Harshali

@harshalibirichagmail
(37)

સાથે લઇ હજારો યાદો
દિલમાં ડોકિયું કરવા
ક્ષણભર આવે
લાગે સુગંધ લઈને
ફાગણ આવે 💚🖤

-Boricha Harshali

નથી જરૂર રંગની
છલકે તારા આત્મીયતામાં
મેઘધનુષ્યના સાતેય રંગો
તો વળી શાંની જરૂર આઠમાં ની?
harshali😇💚🖤

Read More

આખી કવિતા નઈ તો કંઈ નહિ,
ખાલી છેલ્લી લીટીનો એક શબ્દ જ બનજે,
જિંદગી નઈ તો કંઈ નહિ,
ખાલી મૃગજળ તણું અસ્તિત્વ જ બનજે 🌺🌼

હર્ષાલી 😇💚

Read More

દિલ થી લઈને દિમાગ સુધી
બસ છે તારી જ વાતો
એટલે જ છે અનોખો
તારો ને મારો નાતો 💚🌺

હર્ષાલી

ખોજ, મોજ ને મસ્તીથી ભરેલી
જિંદગીની હરપળ એટલે મિત્રતા

સાથ, સંપ, સ્નેહ ને સહકારથી
પૂર્ણ થતો સહવાસ એટલે મિત્રતા 🌼🌺

Harshali 😇

Read More

ભર ઉનાળે ખીલી પ્રકૃતિ
લાગે ઘટી પ્રદુષણની આવૃત્તિ
હરખાતી, લહેરાતી થતી રાજી
પવન સંગે ઝુમી વનરાજી
પશુ પક્ષીને જંતુનો કિલ્લોલ
જયારે કોરાનાએ કર્યો હલ્લાબોલ
ન ડર્યા, ન હાર્યો વધારતો ગયો પ્રદુષણ નો દોર,
થયો નિરાશ જયારે ઈશ્વરે કાપી જીવન ડોર,
માફ કર ઓ પૃથ્વી માતા,
તું જ તો છે અમ જીવન દાતા.

હર્ષાલી આહીર 🌳🌴

Read More

તું હૃદય નહીં પણ
જ્યારે હું ધબકારો ચુકી જાઉં ત્યારે કામ આવતું પેસમેકર છે મારું.

તું આંગળીઓ નહિ પણ
એના સહકારથી બનતી મુઠી છે મારી.

તું લોહી નહિ
પણ એમાં રહેલું હિમોગ્લોબીન છે મારું.

તું આંખ નહીં પણ
એમાં રહેલી કિકી છે મારી

તું શ્વાસ નહિ પણ
એમાં રહેલો ઓક્સિજન છે મારો.

તું સાથે નહિ પણ
અદ્રશ્ય સ્વરૂપે સાથે રહેતી
શીખ ને સંસ્કાર છે મારાં.
હર્ષાલી આહીર 😇🌺

Read More

જે ક્ષર થી પર છે
અક્ષરથી પણ ઉત્તમ છે વેદમાં જે પુરુષોત્તમ છે એ અમારો કૃષ્ણ છે.

મીરાંનો શ્યામ છે
વહાલો સૌનો અચ્યુતમ છે યોગમાં એ યોગવિતમ છે એ અમારો કૃષ્ણ છે.

રાધાનો માધવ છે
મથુરાનો યાદવ છે
બ્રહ્મા નો એ કેશવ છે.
એ અમારો કૃષ્ણ છે.

યશોદાનો જાયો છે ગોપીઓનો કાનો છે ગાયોનો ગોવાળ છે
એ અમારો કૃષ્ણ છે.
harshali ahir

Read More

હે માનવ, ખુબ દોડી લીધું
હવે થોડોક પોરો ખા.
જંગલો કાપ્યા, પદૂષણ વધાર્યું
વાયુ, જળ ને જીવન ઘટાડ્યું.
હવે થોડોક પોરો ખા...
ધરા પર તે કચરો ફેલાવ્યો
ગરમીનો તે પારો વધાર્યો
હવે થોડોક પોરો ખા...
કુદરતે સર્જેલી આકૃતિ
તે મેલી કરી આ પ્રકૃતિ
હવે થોડોક પોરો ખા..
પોતાનાઓ સાથે ફરી જીવતા શીખવાડવા
લાગે કુદરતે આ ચક્રવહયું ચલાવ્યો
હે માનવ હવે થોડોક પોરો ખા...હર્ષાલી આહીર 😇

Read More

દરરોજ ની આહલાદક સવારમાં
આ જિંદગી ના હરએક રંગમાં
સૂર્ય ની રોશનીમાં
ચાંદની શીતળતા માં
આકાશની ભવ્ય વિશાળતા માં
પક્ષીના મધુર કલરવમાં
પવનની મંદ ગતિમાં
યાદોની મધુર મીઠાશ માં
ફૂલ ની ખુશ્બુ માં
ઢળતી સાંજ માં
રાત્રી ના સ્વપ્ન માં
શા માટે દેખાય છે તે??
અરે, આ તો છે કાલ્પનિક હકીકત. 😇
#ભવ્ય

Read More