Quotes by Geetbhatu Kandoriya in Bitesapp read free

Geetbhatu Kandoriya

Geetbhatu Kandoriya

@geetbhatukandoriya5772


તારા નામે ધરમ કરૂ
તારા ઉપર થોડો ભરમ કરૂ
ને કરૂ બસ તારી જ વાતુ.....
લાજ શરમ ને નેવે મુકી
તોય તને કેમ ન સમજાતુ....
ગીત....

Read More

રસ્તો ઘણો લાંબો છે સફરની દોળમા,
સાથ આપતા રહેજો.
ડરે જો મનડુ ભવસાગરમાં,
તો હાથ થામતા રહેજો.
જીવન વિતાવુ હુ તારી જ ચાહમા,
પુષ્પ બિછાવજો પ્રેમના
તમે મારી રાહમા.
હરહંમેશ ખુશી સાથે માણતા રહેજો.
આંખ્યુનો કોઇ ખુણો ભીનો કે ચમકારો કોઈ ખુશીના તેજનો,
પેહચાણતા રહેજો.
પણ હરહંમેશ મારી સાથે રહેજો.
તમારા વગર આ જીવન અધુરુ છે
તમારા થકી જ હર સપનુ પુરુ છે.
Happy anniversary my jan😍😙👫
"""""""Geet Bhatu kandoriya.

Read More

આંખ્યુ ધમકાવે હવે
રોવુ નથી જાજુ,
તોય
તારા સંભારણા રોજ
આંખ્યુમા આંજુ..
"""""""ગીત ભાટુ કંડોરીયા.

#વિશ્વ
બનાવ્યુ'તુ તુજને મારુ સકલ વિશ્વ

તે બતાવ્યા તારા પરચા.

પીત્ઝા,બર્ગર ખુબ ખવડાવ્યા
પછી નીકળી તુ બેવફા,

માથે પડ્યા મને ચોકલેટના પણ ખરચા.

ફરે છે તુ આજે કોઈ અન્યની સંગ
કસમથી
એનાથી તીખા તો ન જ હોય કોઈ જાતના મરચા.
""""""""""""""""ગીત ભાટુ કંડોરીયા.

Read More

જીંદગી મારી જોઊ તો ઠરીઠામ છે
પણ મને તો તારી ક'ને જ રહેવાની હામ છે.

તુ છે તો જગત આખુંય સ્વર્ગની લહેરખી
તારા વિના તો આ જીંદગી જ પૂર્ણવિરામ છે.

રુધિરની જરૂર હવે લેશ ન મુજને,
રકતવાહિનીમા દોડતુ બસ તારુ જ એક નામ છે.

તારી ચાહત ભરી જાદુગરીથી બંધાઈ છે ગીત એવી
જેમ જેમ વાંસળીવાળાની પાછળ મૂષકોની જાણ છે.

""""""""""""""""ગીત ભાટુ કંડોરીયા.

Read More

दिल टूटा है आज उसका,

मगर रिश्ता निभाना जरूरी था।।

उस राह मे आगे बढते तो

न छुटने वाली आदत बन जाते,

आदत को छुड़ाना जरुरी था ।

आग लगी है शहर मे सारे,

उस आग को बुझाना जरूरी था ।।

लो लगती तो मेरे घर को जलाती,

कुछ चिनगारीया तेरे घरको भी आती

आग की लपटो से सबको बचाना जरुरी था

माना कि मजबूरीया भी कुछ होती है,

इसलिए तो एक हद तक दुरिया बढ़ाना जरूरी था ।।

""""""""""""""गीत भाटु कंडोरीया ।

Read More

જે હતા શોખીન ડોલર ને પાઉન્ડના

આવ્યા છે ચકકરમા લોક ડાઉનના

એશીવાળી બિલ્ડિંગ તરછોડીને

બેઠા છે ગામડાની જુની જુપડીની ઝાંયમા

કોરોનાએ તો કેર વરતાવ્યો

પણ ગામડાના શીતળ સમીરનો લ્હેર જતાવ્યો

જે કહેતા'તા કે ગામડે શુ છે? ? ? ? ? ? ?

ઈ બેઠા છે ખટખટ કરતા પંખાની છાંયમા.

મા-બાપ જેને શહેરમા પોસાતા ન'તા

ઈ મા-બાપે જ આશરો આપ્યો છે

આ કોરોનાની લ્હાયમા .

"""""""""""""ગીત ભાટુ કંડોરીયા.

Read More

#આશ્ચર્ય
અહો .......
ગજબ આશ્ચર્ય. ........
છે ગરીબોને બે ટંક ભોજનના પણ સાંધા,

કપડાના પણ વાંધા,
ને, ઓલા પ્રભુને

સોનાના આભૂષણોથી શણગારાય છે ....

અહો.....
ગજબ આશ્ચર્ય. ........
ફોરવીલમા ફરવાવાળા

ડોગી માટે ડોગ ફુડ મંગાવાય છે

ને ઓયલા બુઢ્ઢા માવતર ને ટીફીનમાં

પેઢા છોલી નાંખે એવા ટાઢા ટુકડા અપાય છે

અહો........

ગજબ આશ્ચર્ય. ........
""""""""""""""ગીત ભાટુ કંડોરીયા.

Read More

#વિવિધ
વૈવિધ્યસભર લાગણીઓ રાખે
ઈ માંગ્યા પહેલા સઘળુ આપે
જાત ઘસીને વ્હાલ લુટાવે
ઈ મીઠી માવલડી મનડા ઝાંખે
કુળી નજરૂ પળમાં ભાખે
ઈ મીઠી માવલડી મનડા ઝાંખે

"""""""""ગીત ભાટુ કંડોરીયા.

Read More