Quotes by G.... in Bitesapp read free

G....

G....

@gayu3401


ધાર કે મારે સ્મૃતિઓની ક્ષણો વહેંચવી હોય તો,
કંઈ કેટલીયે અખૂટ એવી વાતો વહેંચવી હોય તો.
જૂનું ઘરને એની ગલીયોમાં મારેલા કેટલાય આંટા,
એ મિત્રો સાથે ઘરઘત્તા, સંતાકૂકડી ને કુદેલા દોરડાં.
સાથે રમતાં, પડતાં, આખડતાં મોટાં થવાની મજા,
મુગ્ધાવસ્થામાં ગમી ગયેલું કોઈ અજાણ્યું જણ.
ને પછી એના પગલે પગલે સુંદર થયેલું આખું જગ,
એ પોતાનાં સુંદર હોવા વિશે થયેલી પ્રથમ જાણ.
ને પછી ધીરે ધીરે ઠરેલ થઈ સમજવા મથતી હું,
આમ કંઈ કેટલીયે વાતો અંકાયેલી સ્મૃતિ પટ પર.
એ ક્ષણો વહેંચીને જાણે ફરી એ સમયમાં જતી હું.

Read More

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

અત્યારે જ્યાં જુઓ ત્યાં અવનવા ડે નો ક્રેઝ વ્યાપ્યો છે મને સવાલ એક જ થાય કે પ્રેમ નો તો કોઈ દીવસ થોડો હોતો હશે સાહેબ પ્રેમ તો એકવાર જેની સાથે થઈ ગયો એ થયો પછી કદાચ એનાથી અતિસુંદર પાત્ર પણ દિલના દરવાજે દસ્તક દે તોય દિલ માં જગ્યા તો દૂર બારણું પણ ન ખુલે પેટ ભરાય ગયા છતાં જો તમને બીજા ની થાળી પર નજર પડે તો ભૂલ તમારામાં હોય પીરસનાર માં નહિ અરે આજના જનરેશને તો પ્રેમ ને વાસના ને એક લાઈનમાં મૂકી દીધા પ્રેમ જેને કરો એને જેવા છે એવા જ અપનાવી શકવા ની ત્યારી હોય તો જ કરો પ્રેમ કરવો થઈ જવો અપનાવવો પસંદ આવવો ખૂબ સહેલો છે અઘરો તો ત્યારે પડે જ્યારે વારો નિભાવાનો આવે સારા સારા પાછા પડી જાય ટૂંકમાં એટલું જ કહેવું છે પ્રેમ ના કોઈ દિવસ ન હોય મિત્રો સાચા પ્રેમ માટે તો આખું જીવન ઓછું પડે...😊👍🏻

Read More

આજ જન્મદિન તારો બેટા😘, ને એના પર ઉત્સાહ મારો..
બધો સ્નેહ તારો દીકરા, પણ એમાં છુપાયેલો ભાવ મારો..
જોઈ સ્મિત તારા ચહેરે, ઊગતો હર દિ સુરજ મારો..
ગુંજતો સદાય તારા બાળપણ નો કિલકાર....
દિલથી નીકળતા આશિષ સદાય હર ધબકારે ...
તને આજ દુનિયાની ક્ષણભગુંર વસ્તુ શું આપું બેટા?
જ્યાં અમારા માટે તારા થી અનમોલ કંઈ જ નથી..
પરિવાર ના દરેક સ્નેહીજનો ના આશીર્વાદ વરસતા રહે તારા પર...
ને રહે ખુશીઓ નો ખજાનો હરપલ સંગ તારા..
માં ઉમિયા ને પ્રાર્થના...🙏🏻 કે માં ઉમિયા ની કૃપા ને આશીર્વાદ હંમેશા મારા લાડલા પર વરસતા રહે....❤🌹❤

Read More

જય શ્રીકૃષ્ણ..🙏

હતા રેતી ના ઘર યાદો ના સાગરકિનારે
આવ્યું મોજું તો ઘર ધોવાઈ ગયા

હતો ભ્રમ કે ચાલે છે સાથે લોકો સફરમાં
જોયું પાછળ તો લોકો જ છુપાઈ ગયા

કહેતા હતા જે જરૂર પડે યાદ કરજો
કર્યા યાદ તો એ જ બદલાઈ ગયા...

Read More

હું વાંચીશ આપને..

-G....

આંખો માં આંસુ ચહેરા પર સ્મિત
દિલ મા એક આશ કે ક્યારેક સમય મળશે એને
મન ઉદાસ લાગણીઓ મૌન
દિલ મા ફરી એક આશ ક્યારેક એ મારી ઉદાસી સમજશે ને મારા મૌન ને વાચા આપશે
એમ છતાંય તુ દુર હોવા છતા હુ હંમેશા મારા પાસે મહેસુસ કરુ છુ
લાગણી ના દોરા થી પ્રેમ ના આ સંબંધ ને હુ મારા તરફ થી હંમેશા જોડી રાખીશ..

Read More

તુ મારા હાલ પુછે કે ન પુછે
તને શુ ફેર પડવાનો
અંતે તો હુ તારા જીવન ની અધુરી કહાની જ છુ...

ને હા સાથે કોઈ સાથે બાંધેલી લાગણીઓ જેના થી જીંદગી જીવી જવાય....

-G....