The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સપનુ નહી પણ રાત બદલાય છે મંજીલ નહી પણ રાહ બદલાય છે આશા જીવંત રાખજો વાલા નસીબ બદલાય કે ન બદલાય પણ સમય જરૂર બદલાય છે....
સહેજ ભીની સહેજ કોરી હોય છે, લાગણી તો ચંચળ છોરી હોય છે, હોય છે રંગીન પતંગો બધાની પાસે, પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે. ********મકરસંક્રાંતિ ની શુભકામના*******
इस दुनिया में असंभव कुछ भी नहीं| हम वो सब कर सकते है, जो हम सोच सकते है और हम वो सब सोच सकते है, जो आज तक हमने नहीं सोचा|
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું, બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું. જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો, મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું. પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે, સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું. ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે, હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું. થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’ આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.
પરસેવાની શાહીથી જે લખે છે ઇરાદાઓ.. એમના નસીબના પન્ના કોરા નથી હોતા...
ચહેરો દેખાય ને સ્મરણ થાય તે ....... " ઓળખાણ " સ્મરણ થાય ને ચહેરો દેખાય તે ....... " સમ્બન્ધ " ?
જિંદગી આમ તો પળોજણ છે, પણ ન છૂટી શકે એ વળગણ છે. આ તે અસ્તિત્વ છે કે છે આરસ ? છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે ! કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે ! આયખું લીલુંછમ, છતાં રણ છે ! મન રહે છે સતત તણાવોમાં, રામ એમાં છે, એમાં રાવણ છે ! હાથમાં ક્યાં છે અંત કે આદિ ? એ જ તો ‘જિંદગી’ની મથામણ છે.
રાત આખી જાગવા જેવી હતી, એક વ્યક્તિ ચાહવા જેવી હતી. માત્ર આંસુઓ જ જોયાં છે તમે, આંખ એની વાંચવા જેવી હતી..... જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે મણાય એટલી માણી લેજો મિત્રો કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે. '''કેવી અજીબ વાત છે ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે"""""" ???? પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે આંખોમાં વસનારા જ રડાવી જાય છે... દસ્તુર તો જુઓ આ દુનિયાનો, પોતાના મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે... કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ. જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે.!
ત્રણેક દાયકા પહેલાં ઉનાળો એટલે; સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો. "ચાલો ચાલો જલ્દી. આ કેરી ઓ ઘોળીને મૂકી છે. ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને પછી ન્હાઈને રમવા જાવ." અને નાના ટેણીયાઓ માત્ર ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા. થાળી અને મન ભરીને કેરીઓ ચુસાતી. માત્ર જીભ જ નહીં, આખું શરીર કેરીમય બની જતું. અને એ મેંગો ? સ્પાથી રિલેક્સ થઈ પછી મસ્ત ઠંડા પાણીની પાઇપમાંથી શરૂ થતી આનંદની છોળો. ? ? મામા-ફોઈના છોકરાઓની ધમાલ છેક ચાર ઘેર સંભળાતી. જો કે કોઈ ને એમાં નવાઈ ના લાગતી.. કેમ કે બધા ઘરે આવું જ વાતાવરણ હોતું. કંઈક કેટલીય રમતો રમી, લડી-ઝગડીને અને પાછા બુચ્ચા કરીને જમવાના ટાઈમે બધા ભેગા થઈ જતાં. મમ્મી / મામીને રોટલી બનાવતા જોઈ નવાઈ લાગતી.. "આ થાકતા નહીં હોય!" પણ એ ક્ષણિક જ, કેમ કે રસ-રોટલી ખાવામાં હરીફાઈ જામતી અને પેલી રોટલીનો ઢગલો બનતો જ જતો. બપોરે મોટાઓની આંખ મીંચાઈ નથી કે ઘરની બહાર.. અને આખું ફળીયું માથે લેવાતું. મોટા ઓટલે સાડીઓ બાંધી ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા. માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું.. સાંજે પાછા પેલું પાઇપ સ્નાન કરી રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું અને રાત્રે પાછા રમવા..!! વળી ક્યારેક રાત્રે ભાડાની સાઇકલ લાવ્યા હોય તો એ વસુલ કરવા છેક અગિયાર વાગ્યા સુધી ચલાવવાની અને સવારે ય વહેલા ઉઠીને ચલાવી લેવાની. એ બે રૂપિયામાં જાણે ઢગલો આનંદ લૂંટી લેતા.. ધાબે નંખાયેલી ઠંડી પથારીમાં મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય વધારે મઝા આવતી ને એક જ ઊંઘમાં સીધી સવાર પડતી. કોઈ જ કલાસીસ નહીં, કોઈ સમરકેમ્પ નહીં.. ના કોઈ વિડિઓ ગેમ કે નહીં કોઈ જ પાબંદી. ડાન્સ અમેય કરતાં જ.. પણ મિત્રો સાથે, જ્યારે આપણી ટીમ જીતી જાય ત્યારે કોઈ કલાસ વાળા ના શીખવાડી શકે એવો ડાન્સ થતો. આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં પણ જૂની નોટોના કાગળિયા ફાડીને કૈંક કેટલુંય બનાવતા. ક્રિકેટ ના કોચિંગ નહોતા.. પણ મમ્મીના કપડાં ધોવાય ત્યાં સુધી રાહ જોઈ પછી એ ધોકો અમારું બેટ બની જતું. મેનર્સના કોઈ કલાસ નહોતાં પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું, ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું.. આ બધું વગર શિખવ્યે ય ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું. વખત વખતની વાત છે.. પણ દુઃખ થાય છે એ બાળપણ ગુમાવ્યાનું અને અત્યારનું બાળપણ જોયાનું. બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં..!! મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે. મૂકો યાર, આ મેચ્યોરિટીને માળિયે.. લૂંટવા દો બચ્ચાઓને એમની જિંદગીની ખરી મઝા.. ને સાચું કહું; બને તો બની જાઓ તમેય નાના બાળક, રમી જુઓ એમની જોડે એકાદ રમત.. પછી જુઓ, એ જમાનો પાછો આવે છે કે નહીં.!! અરે. બાપની બાય ઝાલીને આવશે, જશે ક્યાં..??
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser