Quotes by GAJUBHA JADEJA in Bitesapp read free

GAJUBHA JADEJA

GAJUBHA JADEJA

@gajubhajadeja6269
(3)

નવોદય

નવોદય નું સપનું ને પામવાની કોશિશ
પર પાડીને હું એમાં દાખલ તો થઈ ગયો

મને તો લાગ્યું કે એકલો હું રહી જઈશ
એકલતાના બાને સાવ ભટકી જઈશ

પહેલા જ દિવસે હું તો રડી પડ્યો
રડવાના બહાને મને દોસ્તાર મળી ગયો

આ દોસ્તી ના સહારે હું અહી ટકી ગયો
લાગ્યું ઘણું એકલું પણ હું સમજી ગયો

છઠ્ઠા ધોરણ માં હું ઘણું શીખી ગયો
સાતમા માં આવતા એ બધું ભૂલી ગયો

મોજ મજા અને મસ્તી એ મંત્ર આઠ નો રહ્યો
નવમા ધોરણ હું આખું રાજસ્થાન ફરી ગયો

દસમા માં આવતા હું ગંભીર થઈ ગયો
ફળી મહેનત મને કે પાસ હું થઈ ગયો

બસ આટલી જ હતી સફર યારો
દસમા બાદ સાથ મારો છૂટી ગયો

વિદાય લેતા પાછો હું રડી પડ્યો
બસ ખુશી એ વાતની કે હું મને મળી ગયો

Read More

मोमबत्तियां राज बताती है
जिंदगी के अनुभव का ,
कैसे खुद को जलाकर
अपने आप को जिंदा रखना है ।

મેહુલો


વણનોતર્યો અણધાર્યો તું આવશે તી શું ખબર
એ જળરૂપી શક્તિ ને તું બતાવશે તી શું ખબર

વન વગડે - કોઈક ગામડે પધારશે તી શું ખબર
વૈકુંઠ રૂપી પ્રભુપાદ ને પખારશે તી શું ખબર

ઉજ્જડ ભૂમિ પર ચરણ તું કંડારશે તી શું ખબર
તરસી ધરા પર અખૂટ જલ વરસાવશે તી શું ખબર

પેલા મોરલા ના કંઠ ને તું માનશે તી શું ખબર
વનરાઈઓ ના રાજ ને નવળાવશે તી શું ખબર

વાદળરૂપી શંખનાદ તું વગાળશે તી શું ખબર
જીવસૃષ્ટિના વનપટ માં ઝંપલાવશે તી શું ખબર

અમ ચિત્ત કેરા ભાવને તું ભાંખશે તી શું ખબર
એ ભાવ કેરા શબ્દો ને સત્કારશે તી શું ખબર

અમી કેરા આંસુઓને વધાવશે તી શું ખબર
જીવનરૂપી અમ સ્વર્ગ ને શણગારશે તી શું ખબર

તું આવીને મન મોહ ને ભિંજાવશે તી શું ખબર
આમ બાળ રૂપી અમને હરખાવશે તી શું ખબર

તું આવશે ! તું આવશે ! આમ આવશે તી શું ખબર
આમ આવવાના નોતરા નહીં આપશે તી શું ખબર


ગજેન્દ્રસિંહ જાડેજા (ગજુભા)

Read More

પ્રેમ ની પરિભાષા


તને મળ્યો ત્યારે જ લાગ્યું કે ,

મારી જિંદગીની રાહ ને એક મંજિલ મળી ગઈ
અને જીવન ના સફર માં તારી મુલાકાત થઈ ગઈ
મારે તો સફર માટે એક પ્રેમાળ રાહી ની શોધ હતી
તને સાથી પામીને મને તો મારી દુનિયા જ મળી ગઈ.

જીવન માં "તું અને હું " એટલો જ સ્વાર્થ છે
અને તારા માટે મારો પ્રેમ હંમેશા નિસ્વાર્થ છે
સાથ તારો મારી જિંદગીમાં હંમેશા કાયમ રહે
બસ તું મારી સાથે રહે અને પ્રેમ મને મળતો રહે.

પરિભાષા આ પ્રેમ ની હું પહેલેથી જ શીખતો આવ્યો છું
આજે મોકો મળ્યો ને અનુભવ પણ કરતો આવ્યો છું
બસ વિચાર મને એટલો આવે આ પવિત્ર પ્રેમ નો ,કે
નજર લાગતા પ્રેમ ને, તૂટતા દિલ પણ જોતો આવ્યો છું.

નસીબદાર છું કે મળ્યો સાથ મને તારા જેવો
તારો અને મારો પ્રેમ રાત્રિ અને ચાંદા જેવો
કાયમ રહે આપડો સંબધ મીઠા મધ જેવો
તારો અને મારો સાથ અતૂટ સંબધ જેવો.

મારા જીવનની નાવડીને બસ તું જ સંભાળતી રહે
મારા હૈયા કેરા ઘર માં હંમેશા તું જ વસતી રહે
પ્રાર્થના મારી ભગવાન ને હંમેશા એટલી જ રહેશે
કે, તારા મલકતા મુખડાના દર્શન કાયમ થતાં રહે.


ગજેન્દ્રસિંહ જાડેજા ( ગજુભા )

Read More