Quotes by Dr Priya Gorasiya in Bitesapp read free

Dr Priya Gorasiya

Dr Priya Gorasiya

@drpriyagorasiya9261


એક કપ ચા સાથે બસ તારો જ સંગાથ જોઈએ,
જિંદગીમાં આ રીતે જ બસ તારી હાજરી જોઈએ!

dr.priyanka gorasiya

અવાજ જ નથી મનનો કે ઘરનો,
તો પછી પડઘો ઉછીનો લાવું તો કોનો?

બધે જ છે ઘોંઘાટ અહીં વૈભવનો,
મારી સાદગીનું મૌન બતાવું તો કોને?

છુપાવી દીધા છે બધા જ દુષ્કર્મોને પૈસાનાં ચાદરમાં,
હવે મારી પ્રામાણિકતાનો પરસેવો દેખાડું તો કોને?

રહ્યું નથી હવે કશું જ મારું આ દુનિયામાં,
"શ્વાસો" ઉધાર માંગુ તો કોના?


✍️dr. Priyanka v. Gorasiya

Read More

Share

"ફેસબુકનાં ફળિયામાં"
ફેસબુકનાં ફળિયામાં અમે શોધીયે ખુદને,
બીજાની 'like' અને comment પર મૂલવીએ જાતને,

છુપાવી દીધી બધીય ભૂલો ને 'delet'નાં ડબલામાં,
"રામ" થઈને ફરે છે બધા ફેસબુકનાં વૃંદાવનમાં!!


ઘરની દીવાલોને લાગણીથી ભીંજાવી નાં શક્યાં ને,
ફેસબુક ની દીવાલો ને ધ્રુજાવી ધ્રુસકે રડીને!!

કાંઠે બેસીને તરવું છે અને પાછું ડૂબવું પણ,
સામે કાંઠે થી મળે શબ્દોનું વાવાઝોડું તોય પાછું નાં ફરવું,

મળી શું બે -ચાર મિત્રોની મહેફિલ ને,
ભુલી ગયો બાળપણની મિત્રો સાથે ની મોજ ને,

હંફાવી દે એવુ દોડે છે 5G NET!!
તોય એવું લાગ્યાં કરે છે કે એનો REPLY આવે છે બહુ LATE!!

બહું જ દોડ્યાં ફેસબુકનાં ફળિયામાં!!!
તોય ત્યાં નાં ત્યાં જ !!
મળે જો કોઈ કિનારો તો મારી નાવડી બાંધી દઉં!!
એવા વિચારે ફરે આખુંય જગ!!
તોય ત્યાં નાં ત્યાં... !!

સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે રમે છે લોકો facebook નાં ફળિયામાં!!
વસંત અને પાનખર માં પણ પા -પા પગલી માંડે છે facebook નાં ફળિયામાં!!

✍️dr. Priyanka vijay gorasiya

Read More

""""પ્રેમનો રંગ"""''"
તારાં પ્રેમનાં રંગે રંગાવું મને ગમશે પણ,
એ રંગ કાયમ માટે એક જ રાખજે.

તારી સાથે પ્રેમની "હોળી"રમવી મને ગમશે,
પણ જિંદગી ની રમત માં સાથ કાયમનો આપજે.

કાંઈ કેટલાંય રંગો અમસ્તા જ વિખેરાયેલા લાગશે તને,
પણ એ મારાં પ્રેમનું મેઘધનુષ્ય છે જરાં સાચવજે!

તારી સાથે ભીંતર થી ભીંજાવું મને ગમશે,
પણ તારાં હૃદયમાં એક ખૂણો મારાં નામે કરીને રાખજે.

રંગ કોઈ પણ હોઈ લાલ, પીળો, લીલો કે ગુલાબી! તો પણ ચાલશે,
પણ જીવનની હોળીમાં પ્રેમનો 'અકબંધ' રંગ જ મને ફાવશે!

ઉંમર ક્યાં નડે છે? હોળી ને કે પછી પ્રેમ ને,
તારો છેલ્લો ધબકારો પણ મારાં પ્રેમનાં રંગનો રાખજે.


સાવેય કોરી નથી વરસતી મારી આંખડી!!
જીવનના અંતિમ શ્વાસ સુધી નિભાવી શકાય એવા પ્રેમનો રંગ લગાડજે

✍️dr.priyanka vijay gorasiya

Read More

" ફરિયાદ છે કોને? "

શ્વાસ સાથે જ સગપણ છે મારે,
બીજા સંબંધો માં ભળવું છે કોને??

શબ્દો ની ધારે ચાલે છે જીવન,
અહીં અર્થનાં વિવાદ માં પડવું છે કોને??

મજદરીયે ડૂબતી નાવમાં તરવું છે મારે,
દરિયાનાં પ્રલય અને વલયો થી ડરવું છે કોને??

છું હું મારાં "આત્મા"નો સારથી,
અહીં ફરિયાદી બનીને જીવવું છે કોને?

અંધારે વીણું છું હું સપનાનાં મોતી,
ફરિયાદ અંજવાળાની કરું તો કોને?

સ્વયં ને પામી લેવાની જીદ માં ડુબી છું હું,
જીવન સંગ્રામ માં તરવૈયા ની રાહ છે કોને??

✍️by dr.priyanka vijay gorasiya

Read More

શ્યામ! તારી વાંસળી સાંભળીને હું રણ માં પણ ડુબી,
રેતી ના દરિયામાં તને મળવા હું, રણ ને પણ હું તરી!!
Dr. Priyanka gorasiya

Read More

ઢોળાયું છે મુજ હૃદય તુજ ભીંતર,
ને શોધ્યાં કરે તું મુજ ને ફેસબુક ઉપર!!!!!!
Dr. Priyanka gorasiya