Quotes by Dr harshad solanki in Bitesapp read free

Dr harshad solanki

Dr harshad solanki

@drharshadsolanki6464


આ તે કેવી આંટીઘૂંટી! આ તે કેવી અસમંજસ!
હાથ હથેળીથી છૂટ્ટો ને આંખો અશ્રુમાં સમરસ!
-હર્ષદ સોલંકી

મારા વિશેનો ઘરનો હું મત કળી ગયો'તો,
આવીને છેક દ્વારે પાછો વળી ગયો 'તો.

જ્યારે મને થયો'તો મારો જ સ્પર્શ ત્યારે,
હું થરથરી ગયો'તો, હું ખળભળી ગયો'તો.

ભૂલું પડી ગયું'તું જ્યાં ગામ એક આખું,
બસ એ જ માર્ગમાં હું ખુદને મળી ગયો'તો.

રણમાં ભળી ગયો'તો કયારેક રેત થઇને,
ક્યારેક જળ બનીને જળમાં ભળી ગયો'તો.

ચઢતો જ હું રહ્યો'તો કપરા ચઢાવ કાયમ,
આસાન ઢાળ જોઈ હું ક્યાં ઢળી ગયો'તો!
-હર્ષદ સોલંકી

Read More

મિત્રો,
નવી ગુજરાતી ગઝલો મેળવવા ફોલો કરો..

સદીઓ કેટલીયે એક ક્ષણમાં કેદ થઇ ગઇ છે,
જનમભરની પીડા એકાદ વ્રણમાં કેદ થઇ ગઇ છે.

કથી કોઈ નથી શક્તું; નથી કોઈ સુણી શક્તું,
કથા પ્રત્યેકની પ્રત્યેક જણમાં કેદ થઇ ગઇ છે.

કદી ઉત્સાહથી સેવેલ જાજરમાન ઝંખા પણ,
સમયના કારમા કોઈ કળણમાં કેદ થઇ ગઇ છે.

અમારા ટેરવામાંથી વહીને નીકળી'તી જે,
નદી એ ક્યાંક કો' અદ્રશ્ય રણમાં કેદ થઇ ગઇ છે.

જણસની જેમ જેને સાચવી'તી એ તરસ ઉત્કટ,
સરીને શુષ્ક કોઈ રેતકણમાં કેદ થઇ ગઇ છે.
-હર્ષદ સોલંકી
#ઝડપી

Read More

તું નથી-નો વસવસો ઓગાળવા માટે,
ચા ભરેલા કપ મહીં ચમચી હલાવું છું.
-હર્ષદ સોલંકી

ગઝલ

ગઝલ