Quotes by Dixit Gauswami in Bitesapp read free

Dixit Gauswami

Dixit Gauswami

@dixitgauswami1894


નથી કોઈ મુકામ હકીકત માં
કલ્પના ની રૂએ એક હુંકાર કરું છું

નથી કોઈ આ બંદગી બાદશાહ ની
આતો નિત્ય નવો એક પડકાર કરું છું

નથી કોઈ ખોટું મૃગજળ આ
બસ સત્ય માટે હવે બહિષ્કાર કરું છું

નથી કોઈ સુરા સમી હિંમત મારી
તોયે લક્ષ્ય હજુ દળદાર કરું છું

Read More

Mitane hmari takhtiya naam ki,
bhale h aa jaye kayamat kaam ki.....

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/dixit-gauswami-931r/quotes/agr-mr-jaanaa-hai-aise-nhiin-kii-hm-mren-aur-cnd-log-ro-rhe-sdr2n

મંજુર છે મને ચાલવું
બસ સાથ તારો માંગુ છું.....
નથી જરૂર કોઈ ટેકા ની
છતાં હાથ તારો માંગુ છું.....

ધસમસતા સાગર માં જો નાવ હોવ હું
અને મુસાફર બને તું તો
તુફાન ની પણ ક્યાં ખબર પડે છે ......

ભયાનક વગડા માં જો મશાલ હોવ હું
અને અગ્નિ બને તું તો
અંધકાર ની પણ ક્યાં ખબર પડે છે......

ધગધગતા રણ માં જો તૃષ્ણા હોવ હું
અને જળ બને તું તો
તાપ ની પણ ક્યાં ખબર પડે છે......

જીવન ની હરીફાઈ માં જો સમય હોવ હું
અને મંજર બને તું તો
ક્ષણ ની પણ ક્યાં ખબર પડે છે.......

ભલે ને એક કોરું પુસ્તક હોવ હું
અને દાસ્તાન બને તું તો
લખવાં ની પણ ક્યાં ખબર પડે છે......

Read More

પ્રસ્વેદ ના તુજ બિંદુ થી
નિર્માણ થયું છે મારું અસ્તિત્વ
ટાઢ ને તાપ વેઠ્યાં મુજ થકી
જે થઇ હુંફાળું પ્રગટ્યું કર્તુત્વ
આંખો જલાવી રાત મા
તે ઠારી અંતર ક્ષુધા નું સત્ત્વ
તુજ સ્નેહ ના સ્પર્શ થી
મળ્યું છે એક વિશાળ મમત્વ
સંસ્કાર મુજ સિંચતા તુંજથી
એ નથી છાનું મારું બ્રમ્હત્વ
એક જ યાચના ઈશ્વર તણી
પિતા પૂજ્ય થાય એ મહત્વ............


???????

Read More