The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આભાર તારો કે આવી મિત્રતા આપી, આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી, દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે, પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી... કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને, મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી, નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે, આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી, હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના, તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી.
Please..... Reading this લગ્નમાં હું જતો જ્યારે જ્યારે.. મનમાં થતો સવાલ ત્યારે ત્યારે..... વિદાયમાં બધા કેમ રડે છે... રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે.... "મારી વહાલીને સાચવજો " એમ કહેવાય છે.... તો પેલો શું એને હેરાન કરવા લઈ જાય છે ? ઉત્તર ના જડ્યો કેટકેટલી થોથીઓ પઢયો... સમજાયું બધુ જ્યારે હું દિકરીનો બાપ બન્યો......
ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે.. આંખો "તળાવ" નથી, તો ય "ભરાય" જાય છે.. ઇગો "શરીર" નથી, તો ય "ઘવાય" જાય છે.. દુશ્મની "બીજ" નથી, તો ય "વવાય" જાય છે.. હોઠ "કપડું" નથી, તો ય "સિવાઈ" જાય છે.. કુદરત "પત્ની" નથી, તો ય "રિસાઈ" જાય છે બુદ્ધિ "લોખંડ" નથી, તો ય "કટાઇ" જાય છે.. અને.. માણસ "હવામાન" નથી, તો ય "બદલાઈ" જાય છે.
જુઓ ગુજરાતી ભાષા નો વૈભવ..... આશા અમર છે. અમર પ્રેમ છે. પ્રેમ સાગર છે. સાગર કુંવારો છે. કુંવારો સુખી છે. સુખી ગાયક છે. ગાયક ગાય છે. ગાય માતા છે. માતા સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે. શક્તિ દુધ છે. દુધ સફેદ છે. સફેદ કલર છે. કલર ચેનલ છે. ચેનલ ચાલુ છે. ચાલુ આઇટમ છે. આઇટમ હોટ છે. હોટ સમર છે. સમર વેકેશન છે. વેકેશન લાંબું છે. લાંબું જીવન છે. જીવન યાત્રા છે. યાત્રા સાહસ છે. સાહસ વીર છે. વીર જવાન છે. જવાન અમર છે અને અમર તો આશા છે. સાલુ...જબરૂ છે નઈ..... મજા આવી ને વાંચવાની ....તો..... ગુજરાતીઓ ને મોકલો આગળ.
પુરુષ એટલે શું? MUST READ ! (Writen By Kajal Oza "Vaidya") પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. પુરુષ એટલે શું ? પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ. પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ. પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ. પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ. પુરુષ એટલે રફટફ બાઇકમાં ઝૂલતું હાર્ટશેપનું કીચેઇન. પુરુષ એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું. પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી.માં જોવા મળે છે પુરુષ એ છે જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે. પુરુષ એમ કહે કે 'આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી' પણ એમ ના કહે કે 'આજે મન ઉદાસ છે.' સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો. સ્ત્રી પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે. જેમ દુનિયાભર ની સ્ત્રીઓને પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે. હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષનો દિવસ સુધરી જાય છે. જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે. સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે પણ... બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે. ધંધામા કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદારનો દગો ખમી નથી શકતો. સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી. પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે, પુરુષ માટે નહી. એક જ પથારીમાં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી. પુરુષને સમાધાન ગમે છે, પણ જો એ સામે પક્ષેથી થતુ હોય તો. ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે. સ્ત્રીનું રુદન ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે પણ પુરુષનું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..! કહેવાય છે કે 'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી' હું કહુ છુ પુરુષને બસ.. સમજી લો.. આપોઆપ ચાહવા લાગશો. 🌹🍂🍂🍂🍂🍂🍂🌹
કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને, એને કહેવાય "મોહ" 😅😂🤣😀😀😁 ------------- એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને, એને કહેવાય "લોભ" 🙄😣🤔🤗😂😅 ------------- અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ, એને કહેવાય "ઈર્ષ્યા" 😂😂🤣🤣😅😃😀😁 ------------- કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે, એને કહેવાય "ક્રોધ" 😡😠😳😬😰🤠😇 ------------- ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું, એને કહેવાય "આળસ" 🙄🙄😉🤔🤣🤣😅 ------------- રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ, એને કહેવાય "તુચ્છતા" 🤔🙄😣😁😅🤣 ------------- જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું, એને કહેવાય "ભય" 🤣😅😅😰😬😳 ------------ પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને, એને કહેવાય "શોષણ" 😢😖😞😂🤣😃😀 ------------ ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને, એને કહેવાય "ભ્રમ" 😂🤣😀😁😅 ------------ દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને, એન કહેવાય "અક્ષમ્ય અપરાધ" 😀😁😂🤣😃 ------------ પંગતમાં બેસીને જમતી વખતે, રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને, એને કહેવાય "છલ" 😀😁😂🤣😃 ------------- આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને, એને કહેવાય "આત્મશાંતિ" 😀😁😂🤣🤣😅😆😉
સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહીં ગરબડ ન કર. બિલ્લીની માફક મને નડનડ ન કર, શ્વાન સમજીને મને હડહડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર. પ્રેમની ટપલીને ટપલી રાખ તું, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર. કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે, એ જગા પર તું હવે અડઅડ ન કર. ધૂળ જેવી જિંદગી છે આપણી, એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
હવેતો પક્ષી ને પણ ખબર પડવા માંડી છે.. માસ્ક વિના બાજુ માં ન આવવું.. 🤣🤣
જે અનુભવું છું તે કહી નાખું છું, બસ હું શબ્દો સાથે દગાખોરી નથી કરતો... Divyesh Parmar
જયારે પણ કોઈ સ્ત્રી ને છોકરી ને જોવા માં આવે છે ત્યારે કેટલાય માપદંડ અમલ માં આવતા હોય છે.. હાલ ના સમય માં બાહ્ય સુંદરતા ને જ વધુ મહત્વ આપવા આવે છે.. ભાગ્યેજ કોઈ એ અંદર ની સુંદરતા જોવે છે.. નકર અત્યારે એવો સમય આવી ગયો છે કે વહુ તો સુંદર જ હોવી જોઈએ.. દરેક જણ આવું ઈચ્છે એ સ્વાભાવિક છે.. પણ તમે જાણો છો સ્ત્રી નું સુંદર હોવું અને સુંદર ના હોવું બંને સ્થિતિ માં એક સ્ત્રી નું મૌત નક્કી જ છે એક સ્ત્રી ની યોગ્યતા,પ્રતિભા,ક્ષમતા,સામર્થ્ય બધું જ આ માપદંડ પર આધારિત હોય છે.. આ કુંઠિત સોચ છે.. તમે સુંદર છો તો તમારી સુંદરતા પાછળ હંમેશા વાસના જ ભાગતી જોવા મળશે તમને, કેટલાય તમારા દેહ થી લલચાતા રહશે, લાલચ ની નજર હંમેશા તમારી આસપાસ ફરતી જ રહશે. ચહેરા ની સુંદરતા જોયા પછી નજર સીધી ચહેરા થી 3 ઇંચ નીચે આવી જશે, ત્યાં થી સીધી નજર કમર સુધી પહોંચી જશે... ક્યારેક તમે આ નજર ના બાણ મહેસુસ કરી પણ શકો છો... કેટલીક વખત સુંદરતા નું પ્રદર્શન પણ ખુદ સ્ત્રીઓ જ કરતી હોય.. (આ અપવાદિત વાત છે) તમે સુંદર નથી તો કેટલીક જગ્યા એ તમારે ઉપેક્ષા અને ઘૃણા નો ભોગ બનવું પડે છે.. સગાઇ જેવા સંબંધ માં ના ના સાંભળી ને કેટલીય છોકરીઓ હતાશા માં ગળકાવ થઇ જાય છે.. કેટલીક વખત એવું સાંભળવા માં આવે છે ઘર બાર તો બધું જ સારું છે પણ છોકરી જરા દેખાવ માં નથી, કેટલીક વખત આજ વસ્તુ છોકરાઓ સાથે પણ બનતી હોય છે.. સુંદર સ્ત્રી માટે એટલે ગાલીચા બિછાવવા માં આવે છે કે ગાલીચા પર ચલવી ને એને બેડ સુધી લઇ જઈ શકાય.. આ કડવું સત્ય છે.. કેમ કે સ્ત્રી ની સુંદરતા ની પહેચાન એની યૌવનતા થી જોડવા માં આવે છે.. સ્ત્રી જાતિ માં સુંદર હોવું અને સુંદર ના હોવું બંને ભયંકર અપરાધ જેવું ક્યારેક સ્ત્રીઓ ને ફીલ થતું હોય છે.. આ દુનિયા માં હજુ પણ આંતરિક સુંદરતા ને પારખનાર લોકો છે.. ક્યારેય ખુદ ને નીચા ના સમજવું, કોઈ ની સુંદરતા સાથે ક્યારેય ખુદ ની તુલના ના કરવી અને તમે જો તુલના કરવા જશો તો ખુદ ની જ નજર માં નીચા સાબિત થશો... એક ઉણપ તમને મહેસુસ થશે.. ઉણપ મહેસુસ થાય એ પહેલા તમારી ખૂબીઓ ને મહેસુસ કરી લો... બીજું કે ક્યારેય મિત્રતા, આત્મીયતા ના સંબંધ માં જે સાચે જ સાચા સંબંધો છે એ સુંદરતા કે અસુન્દરતા ના મહોતાજ નથી હોતા.. અને જે સુંદરતા અને અસુન્દરતા ના માપદંડ પર સંબંધો હોય છે એ સંબંધો માં સ્વાર્થ,વાસના, લાલચ હોય છે.. જ્યાં નિઃસ્વાર્થતા છે ત્યાં આવા કોઈ માપદંડો નથી હોતા..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser