Quotes by DINESHKUMAR PARMAR NAJAR in Bitesapp read free

DINESHKUMAR PARMAR NAJAR

DINESHKUMAR PARMAR NAJAR Matrubharti Verified

@dineshkumarparmar2586
(912)

આજે હેપી વુમન્સ ડે..... સંદર્ભે.....

વસંત પંચમી નિમિત્તે.....

વસંત પંચમી નિમિત્તે...

સૂર્યની ગઝલ.... દિનેશ પરમાર ' નજર '

*****************************

પાંખ પર ઉચકી જનાજો જાય છે
સાંજ રડતી જો મરસિયા ગાય છે

શૂન્યતા ઉચકી ઉભુ પરવશ ગગન
રાત ઓઢી સાંજ વિધવા થાય છે

સાંજ એથી ગઈ ઢળી આઘાતમાં
તારલાના પોતને પથરાય છે

પ્રેમ કેવો છે? સનાતન જો ' નજર '
પુનર જન્મે સાંજ, ઉષા થાય છે

*****************************
(૨૧ - ૦૯ - ૧૯૮૨)

Read More

ગઝલ....

ગઝલ..............દિનેશ પરમાર ' નજર '

******************************

બંધ મુઠ્ઠી જઈ ખુલી સાકાર થઈ જશે
એજ જન, ખરા અર્થમાં દાતાર થઈ જશે

ચરણ છુટતાં, ધુળ પડેલું, મૌન એ નૂપુર
પ્રથમ છાંટે મેધનો, ઝંકાર થઈ જશે

દેહ સુંદર રુપ મળ્યા અભિમાન નો સુરજ
પરવશ બની લાશમાં, અંધાર થઈ જશે

એક સૂકા નગર વચ્ચે આંખની તરસ
વાદળ ભરી પ્રિતમાં ,ચોધાર થઈ જશે

છે ઉપેક્ષિત હાજરી, ફૂલો થકી ' નજર'
કંટક બચી ડાળનો શૃંગાર થઈ જશે

********************************
(૧૯ - ૧૨ - ૨૦૦૨),

Read More

**************************************

રણમાં રઝળાવે , ઝાંઝવા, એમ છળતો હોય છે
ખાલી દરિયો આખમાં, ખાલી ઉછળતો હોય છે

લઈ અરિસો હાથમાં, મલકાય એને શું ખબર?
સમય બળતા મીણનો, ચહેરો ઓગળતો હોય છે

કુરનીશ કરતા કાયમ ,અજવાળા શીશ ઝુકાવી-
એની કબર પર સાવ ઝાંખો દિવો બળતો હોય છે

આતુર થઈ ને પગલાં દોડે, ટપાલ સમજી આંગણ
ખાલી થેલો કાગળ શોધે? આંખને છળતો હોય છે

બરફ સરિખો જડભરત, જે રાતને જીવન ગણતો
સુરજ સામે થરથર કાંપી કેવો ગળતો હોય છે?

'નજર' ભરીને જોઈ લેજો પાછળ છૂટતા દ્રશ્યો
સમય ગયો જે સરી, ફરી ના પાછો વળતો હોય છે

*************************************
-દિનેશ પરમાર 'નજર ' (૦૯-૦૨-૨૧)

Read More

ગઝલ............ દિનેશ પરમાર 'નજર '
********************************

ભરેલા દડાને, હવામાં ઉછાળી
કરે કોણ ખાલી, પછાડી પછાડી

સુતેલા બધા છે સદીઓ યુગોથી
ચહે છે શુ કરવા પ્રભુને જગાડી?

જીતવા હરિફને સીડી જે બતાવે
પછાડે પછી તે, સરપ થી ગળાવી

જગતમાં શિકારી-રમત ની, રસમ છે
હરણને બતાવે, હરણને ભગાડી

અભિનય કરે છે, સજળ જે 'નજર' થી
લૈ પાણી ઉભો છે, અગનને લગાડી

*********************************
તા. ૧૦-૦૨-૨૦૨૧

Read More

જે રીતે....
કેદી જેવી વેદના ભોગવી...
થાકેલા હારેલા શ્રમિકો..
આખરે પોતાના સમગ્ર અસ્તિત્વ ને દાવ પર લગાવી.
પોતાની,
ઉચાટ મનથી, કાગ ડોળે રાહ જોતા
જેને ખરા અર્થમાં પોતાના કહી શકાય..
તેવા...
તે માબાપ હોય કે ભાઈ બહેન કે દીકરી દીકરો...
કે....પછી
જેના લગ્ન નો સમય પણ, સમયની વ્યાખ્યા માં ન આવે
તેવી સતત ખુલ્લી આંખે રાહ જોતી.... કોઈ
જુની ફાટેલી જર્જરીત સાડીમાં વિંટળાયેલ...
એક મજૂર ની થાકેલ આંખમાં જીવવાની આશાનું....
અજવાળું પુરતી.. તેની હૃદય સમ્રાગ્નિ.....ને
મળવા
ઊંધું ઘાલીને... અંતરાલ ને..
અંતર.. તાલ.. સમજી નીકળી પડેલા...
રેલવે પટરી ને સમાંતર.....
ને અધવચ્ચે જ શરીરના થાક આગળ ઝુકી ને પરવશ પિંડ
જડ તંત્ર જેવા લોખંડી પાટા ને,
જેના ખોળામાં માથું મૂકી શકાય
તેમ
ઓશીકું સમજી બેઠા....
અને...???
******
વર્ષો થી રાહ જોતી
એ અરમાનો ના પિંડ ની વ્યથા કેવી હોય...???
એક સરસ ફિલ્મ મમતા નું ગીત યાદ...આવી ગયું.
સંગીત રોશન અને શબ્દકાર મજરુહ સુલતાનપુરી.
પણ વર્ષો પહેલાં.. આ ગીત સાંભળીએ તો -
તે ગીત ના....' યુગ સે ખૂલે હૈ પટ નૈનન કે યુગ સે અંધેરા મેરા આંગના....' શબ્દો આરપાર નીકળી જતા...

ગીત
*****.
વિકલ મોરા મનવા તુમ બિન હાયે
આયેના સજનવા રૂતું બિતી જાયે

ભોર પવન ચલી બુઝ ગયે દિપક
ચલ ગયી રેન સિંગારકી
કેસ પે બિરહા કી ધૂપ ઢલી
અરી એરી કલી અખિયન કી પડી કુંભલાએ
વિકલ મોરા મનવા તુમ બિન હાયે

યુગ સે ખુલે હૈ પટ નૈનન કે,
મેરે યુગસે અંધેરા મોરા આંગના
સુરજ ચમકા ન ચાંદ ખીલા
અરી એરી જલા રહી અપના તન મન હાયે
વિકલ મોરા મનવા તુમ બિન હાયે
(આ ગીત નો અંતિમ પડાવ છે)

Read More
epost thumb

પાંઓ કી સાંસો કો તલાશથી કોન સી ખુશ્બુ?
આયા જહાં મેં તબ સે લેકર મોત તક ચલતા રહા.
દિનેશ પરમાર નજર

Read More