The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*“ તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે....* પણ *તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!!!*
અજાણ્યું કોણ મુજથી છે ? બધાંની જાણ રાખું છું , ખુશીની સાથ હું કાયમ વ્યથાની જાણ રાખું છું ! ન સરનામું મને મસ્જિદ કે મંદિર તણું આપો , વસે છે કંઈ જગા ? ઈશ્વર - ખુદાની જાણ રાખું છું ! ' મને દરકાર કોઈની નથી ! ' એ વાત ખોટી છે , સગા તો ઠીક હું તો પારકાની જાણ રાખું છું ! હશે મુજ પ્યાસને આભાર તારો માનવો બાકી , નહીંતર ક્યાં કદી, રણ - ઝાંઝવાની જાણ રાખું છું ? કે બદલાતો યુગોથી છે જમાનો તો પળેપળ પણ , ન બદલે લેશ, મુજ શ્રદ્ધા - દુઆની જાણ રાખું છું ! જીવન - ઘટમાળ એક જ સરખી કોઈની રહેતી ક્યાં ? ન હું એથી દશા કે દૂર્દશાની જાણ રાખું છું ! ' સિકંદર ' રૂપ એનું દિવ્ય જાણે નૂર હો કો' સ્નિગ્ધ , શશીની કે સુમનની ઉપમાની જાણ રાખું છું !
?શિક્ષકે એકવાર *એક ખીલ્લી* પાણીમાં નાખી.. તો ખીલીનું શું થયું..?? તે ખીલી ડૂબી ગઈ પછી બીજીવાર શિક્ષકે *લાકડું* નાખ્યું તો શું થયું.. ?? તે લાકડું તરવા લાગ્યું... જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..?? ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી *ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..* પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો *લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...* શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ... ? કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું... *આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ* *કુટુંબ* રૂપી *લાકડા* માં ✊? જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે...
*ચારિત્ર્યની વાત* હોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા. રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું. મીનલદે બોલ્યાં - " હા દરબાર ! ચાંપરાજ જુએ છે " એભલે રાણીનું વેણ હસી કાઢ્યું - " રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? " ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો. દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !! શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે ! એક વાત કહેવાની ગુસ્તાખી કે - ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો ! પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો. મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે ! એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય જ કર્યુ પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ તે દી' જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં શત શત નમન જય માતાજી
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser