The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલાંક કિસ્સા જીવનનાં બહુ ખાસ છે, મને લાગે છે કે એ જ મારાં શ્વાસ છે... 😊 -Anami D
#ઉત્સાહી 'મા આ જો હું શું લઇ આવી ?' નાના નાના બે હાથથી રંગ ભરેલો ખોબો માને બતાવતા જીવી ઉત્સાહથી ખીલી ઉઠી હતી. 'આ ક્યાંથી લઇ આવી..?' માને આશ્ચર્ય થયું. 'સામેના ચોકમાં કેટલાક છોકરાઓ રંગોથી રમતાં હતાં. એ જતા રહ્યાં પછી રસ્તા પર જે રંગ પડ્યો છે એમાંથી લઈને આવી.' ખોબો ભરેલા કચરા સહિતના રંગને જોઈને જીવી હસતાં હસતા આટલું બોલી ત્યાં સામે બેઠેલી જીવીની મા વિચારમાં સરી પડી, 'ગઈ કાલે સાઇબને હપ્તો આપવો પડ્યો ઉપરથી કાંઈ સારી કમાણીય નતી થઈ. સારો વકરો થયો હોત તો હુંય મારી દીકરીને નવા રંગ લઇ દેત, પિચકારી લઇ દેત' 'હોલી હૈ...!!!' જીવીએ મોટેથી બૂમ પાડતાં જીવીની મા વિચારોમાંથી બહાર આવી. જીવીએ ખોબો ભરેલાં રંગ ખુદ પર ઉડાડયા. રંગવાળા હાથ એની માનાં ચહેરે ફેરવ્યા ને પછી પાલવે હાથ લૂછયાં અને રસ્તા તરફ દોટ મૂકી. 'જીવલી... ક્યાં હાલી પાછી?' 'સામેના ચોકે, ત્યાં હજુ રંગ પડ્યા હશે. હું ખોબો ભરીને રંગ લેતી આવું' ચોકમાં વેરાયેલા હોળીના રંગબેરંગી રંગો જીવીના ઉલ્લાસથી ભરેલાં રંગની સામે ઝાંખા અને ભોંઠાય પડ્યાં. - અનામી D #ઉત્સાહ #ઉત્સાહી #ઉલ્લાસી
આશા ઇચ્છા સપના અને અપેક્ષા આ બધું જ ઢંકાયેલુ જ્યાં હોય એવો કોઈ પુછે જો તને કે તારો ને એનો સંબંધ કેવો તો કહેજે કોઈ નવોઢાની લાશ પર રહેલા સફેદ કફન જેવો - અનામી D
ગુલાબને હમેંશા ચૂંટી લેવામાં આવે છે. શું કોઈ ગુલાબે ખરવાની મજા માણી હશે કયારેય...!?
ક્યાંક વાંચ્યું હતું કંઈક અને એના આધાર પર જ એક વાત મેં હંમેશાથી સાચી માની છે કે કંઈક અધૂરું છૂટ્યું હોવું જોઈએ કોઈ એક વેળા એ શ્વાસમાં, કશુંક અંદરથી ખાય રહ્યું હોવું જોઈએ તો જ કલાકારની કલા પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આજના આ સમયમાં પૂર્ણતા છલકાતી હોય એવી કલા બહુ ઓછી જોવા મળે છે ને એવાં કલાકારો પણ જે અધૂરપ સાથે બાથ ભીડીને જીવતા હોય... (ને હા અહીં પેલી પૈસેટકે વાળી કે પછી gf/bf ના બ્રેકઅપ વાળી અધૂરપની વાત નથી. અને મને પૂછવું નહીં કે કેવી અને કઈ અધૂરપ કારણ હું સમજાવી નહીં શકું ને હું એ લાયક પણ નથી કે કોઈને આ વાત સમજાવી શકું. એ તો સૌ કોઈએ આત્મસાત જ કરવી જોઈએ) બાકી તો આજકાલ બધાં સ્ટાર્સ છે બધાં પ્રચલિત છે. સંગીત ના -સં- નું ઉચ્ચારણ પણ ખબર નથી હોતી એવા લોકો સોશિયલ મીડિયા પર સંગીતકાર બની બેઠા છે. પાંપણો ને નેણ ઊંચા નીચા કરે અને થોડાં હોઠ મલકાવી દેય એમાં તો એ મહાનુભાવો એક્ટર્સ બની બેઠા છે. સમયનો બગાડ ન કરો, મનોરંજન એક હદ સુધી જ સારું લાગે છે છેવટે તો મન શાંતિ જ ઝંખે છે. એવી વાત નથી કે મનોરંજન ન મેળવો પણ જે લોકો ખરેખર મહેનતું છે, જે ખરેખર સાંભળવા, સમજવા લાયક છે એમને તમારો થોડો સમય આપો. બધા જુએ છે એ જોવું જરૂરી નથી. બધાં કહે છે એ જ સારું હોય એ જરૂરી નથી. તમને જે શાંતિ અર્પે એ સારું બીજું બધું ખરાબ તો નહીં પણ હા તમારા માટે સારું નથી એમ માનવું. આ બધું હું મને કહી રહી છું... પણ જે કોઈએ માનવું હોય એ માની શકે છે હું ના નહીં પાડું. 😜
घर से निकलना कभी मीरा भी होता है
આ શહેરની હવા તારા હાથમાં રહેલી ચાની પ્યાલીમાંથી આવતી સુગંધને પ્રસરાવે છે. - Anami D
આ શહેરનું સઘળું આકાશ તારા હોવાપણાની સાબિતી ધરે છે. - Anami D
આ શહેરના દરેક રસ્તાના દરેક વળાંકો તારા મળવાની આશા સેવે છે. - Anami D
इक दफ़ा उसकी नोटबुक के आख़िरी पन्ने पर लिखी हुई पायीं मैंने अपनी कविता । कविता के नीचे भी कुछ लिखा था । ध्यान से देखा तो ये किसी ख़त का शुरुआती हिस्सा था । 'प्रिय लड़की, वैसे तो यह कविता मेरी क्लास की इक लड़की ने लिखी है पर मुझे लगा मानों तुमने ही लिखी हैं मुझ पर यह कविता । उस लड़की की फेसबूक वॉल से उठा लाया और बड़े नाज़ों से यहाँ बिठा रहा हूँ ये सोचकर कि मानों तुमने ही लिखी हैं मुझ पर यह कविता । वैसे...' 'वैसे...' के बाद उसने क्या लिखना चाहा होगा और लिखा क्यों नहीं !! क्या टीचर आ गई होगी क्लास में... या फिर बिन मौसम बरसात... और वो प्रिय लड़की कौन है ? यही सब सोचते हुए सुबह हो गई । फिर मैंने कोई शाम, कोई सुबह वो ख़याल मन में नही लाया जिसमें उसका ज़िक्र हो पर फिर भी सोचती हूँ 'वैसे...' के बाद उसने क्या लिखना चाहा होगा..!! ख़ैर मुझे क्या ? मैंने तो फिर कविताएँ लिखना ही छोड़ दिया । - Anami D
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser