Quotes by Dasa Ranjit in Bitesapp read free

Dasa Ranjit

Dasa Ranjit

@dasaranjit6999


& Ranjit dasa &

heppy navratri

" માથા વિના ધળ , ધળ વિના માથા "

અટંકી મેર છે એવા, જોરાળા સિંહના જેવા
માધવપુર જઈ માંગ્યો સુબે, કર પુજારી ની પાસ
વાત સુણી ને ઉઠીઓ વાઢેર, ભીમ શમો ભડ્દાસ….
વદે જાકારો જામ વિદુ ને, જસો નગર થી જાય
બારોટ ને તેદી કોણ બચાવે, બાંધરે જાલી બાંય….
કુંવર પછેડા માં રાહ કહે, મારે ઢાંક લેવું ધરાર
મરદ કાંધલ કે વાત મૂકી દે, હું મેર યુદ્ધે મરનાર….
વડારે મુળુ વિરજે વંકો , મરદ મોઢો ઈ મેર
જામ સામો ઈ જંગ માં ખેલે, સિંહ ભાલે સમશેર….
મોઢવાડા માં મર્દ પાક્યો, નરવીર જે નાથો નામ
જોરાળે તે ડી જામ ને દીધા, દંડ ના કેવા ડામ….
મઢ લુંટેવા માતનો જેદી,સંધી આવ્યા એકસાથ
બળેજે જેતમાલ બાદુરે , ભાળ માંડ્યો ભારાથ…
વાઘ બાલાની વીરતા જુઓ ,માથું પડ્યું ચોક્માઈ
ધળા ને ધમરોળતા ઈ તો , ધળ નદી લગ ધાઈ….
કળાવટ તો કાળવે કીધી, ઓડેદરે અખ્યાત
નમાવી નવાબ ને (ઈતો), હજી ઉભો હયાત….
લગનમાં ધંધુસર ના લાડા, વેરવા ગયાતા વીર
ગામ માટે તેદી ભીમશી ગજાળો, શહીદ થયો સુરવીર….
“બારોટ ભૂપત”કે વીર બાદુરો, કેતા આવ્યા છે કામ,
લાડ લડાવ્યા મેર લાડા ને , હયે ધણેરી હામ….રણજીત દાસા

Read More

' છે જર્જરીત દિવાલો એટલે છત ઝુકી રહી છે ! ' બહારો લઇ ગઇ સઘળું ને શુન્ય મુકી ગઇ છે ! ' કરીને યાદ ‘ હૈયું ” કાલને થઇ જાય છે દુખી , ચાલી ગયા દિવસો સિર્ફ ગુંજ રહી ગઇ છે ! | ઈશ્ક કિતાબની અમારા આખરી પબ્દો ઉપર , ' ઉકલી શકે ના એવીજ એક ગુંચ રહી ગઇ છે ! | દુખ દર્દ ને મલકાટમાં સદા સાથ દેનારીએ , ' હસ્તીઓ વિરમી ગઇ બસ રૂખ રહી ગઇ છે ! કાતિલ કારમાં બાકી હજું ‘ આઘાત ’ નશીબા , | ' સુકાઇ ઉર્મીનો સાગ૨ એક બુંદ રહી ગઇ છે ! એ વાકયા સપના બની જઇ ને ‘ સતાવે ' છે , ' હવામાં ઓગળી કથાઓ ધૂદ રહી ગઇ છે ! ' રડવાથી કહે છે ભાર મનનો થાયછેહળવો , નેનોની રુદન કરવા અરેરે સૂઝ વહી ગઇ છે ! Ranjit Dasa

Read More

: દુહો : મંદિરમાં સઘળાં મળે , સ્મશાન મળે એક મુક્તિ તણો એ દેવતા , ગિરજાપતિ મા દેવ ઈશ્વર તો સર્વવ્યાપી છે , તે કોઈ એક ચોક્કસ જગ્યાએ જ બંધાયેલ ન હોય છતાં પણ આપણે ઈશ્વરની આરાધના કરવા માટે મંદિરે જઈએ છીએ કારણ કે મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને મંદિરમાં તમામ દેવી - દેવતાની પુજા કરવામાં આવે છે પરંતુ સ્મશાને તો માત્ર એક શિવની જ પૂજા થાય છે કારણ કે , શિવ એ મુક્તિનો દેવ છે . શિવ આરંભ છે , શિવ અંત છે , શિવ અનંત છે . મનુષ્યનાં જન્મથી મૃત્યુ સુધી જો કોઈ દેવ સાથે રહેતો હોય તો તે એકમાત્ર શિવ જ છે . હર હર મહાદેવ . . .

Read More

Ranjit Dasa

હકીકત