Quotes by Darshan Jani in Bitesapp read free

Darshan Jani

Darshan Jani

@darshanjani


પ્રેરક કથા:-
લઘુકથા:
કોરોના પોઝિટિવ (Written By - Bijal 🙂🙂)

સુકેતુ ના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવા ની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધ ની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા.
નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજન નું કોઈ સાધન નહિ , પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા કે વાત કરવા માટે કોઈ વ્યક્તિ નહિ , જમવાની થાળી કે ચા પણ દૂરથી કોઈ સરકાવી જતું, પોતાનું બધું કામ જાતે કરવાનું અને એકલવાયું જીવન. તેના હૃદયએ એક હતાશા ભરેલો નિશ્વાસ નાખ્યો અને હોસ્પિટલમાં થી રજા લઈ ઘરે પરત આવ્યો.

પત્ની અને બાળકો તેનું ઉમળકા ભેર સ્વાગત કરવા ઉત્સુક હતા . પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ સમગ્ર હતાશાને ખંખેરી સીધો એ માંની નાની અમથી ઓરડી તરફ ગયો અને માંને ખેંચીને બહાર લઈ આવ્યો. પત્ની અને બાળકોની સામે જ એણે માંને કહ્યું " આજથી તારે અમારી સાથે બેસીને જ જમવાનું , વાતો કરવાની અને ટીવી પણ જોવાનું આમ એકલા રૂમમાં નહી બેસવાનું"

આંખની પાંપણ પર ઉભરાઈને આવેલો અશ્રુ લૂછતાં માં એ કહ્યું

" અરે વાહ!!આ કોરોના તો પોઝિટિવ આવ્યો."

Read More

कौन है जिसमें कमी नहीं हे ।
आसमान के पास भी तो ज़मीन नहीं है...

?એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.?

– કુમાર જૈમિની શાસ્ત્રી

Read More

આજે ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર બેફામ સાહેબનો જન્મદિવસ છે. પરંપરાગત ગઝલમાં તેમનું મોખરાનું નામ છે. અનેક યાદગાર શેર આપીને તેમણે ગુજરાતી ગઝલને મુઠ્ઠી ઉંચેરી બનાવી છે. �

?” કોણ જાણે મુજ હૃદયના ભાવને?

કોણ જાણે તુજ વિના? બતલાવને. ”?

#ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.

?” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને

જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”?

?કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ’

?જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.?

– બરકત વિરાણી ‘બેફામ’

?અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં..!!?

– બરકત વિરાણી ‘બેફામ’

Read More

*બંકિમભાઈ મોતીવાલા લિખીત રચના -*

*વાંચીને મૂછમાં મલકાઈ જશો ....!*

?તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી

દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા ?

Read More

સુપ્રભાત ? By @architapandya

"સુદ અને વદ"
એતો આંખો નો આભાસ છે,
તમારા જેવા દોસ્ત હોય સાથે,તો કાયમ પુનમ જેવો જ ઉજાસ છે"..
?શરદ પૂઁણિમા ની શુભકામનાઓ?

Read More

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

Read More

બરોડા - યુનાઇટેડ વે - ૭૦,૦૦૦ લોકો રાષ્ટ્રગીત ગાતા

epost thumb