Quotes by Column_of_writer in Bitesapp read free

Column_of_writer

Column_of_writer

@columnofwriter9699


બહારથી ભલે ગમે એટલો સુંદર ના હોવ,
ભીતરથી ક્યારેક મને ઓળખી તો જો,
મુશ્કેલીના સમયે ચહેરા પર સ્મિત રૂપી પરદા રાખેલ છે.
અંદર દર્દ ભરી બેસવાની કળા જાણી તો જો.

- Darshit Chandarana

Read More

તું આગ તો હું પાણી બની જઈશ,
આપણાં સંબંધને હૈયાં માં ઝીલી લઈશ.

તું સૂરજ રૂપી તડકો બનીશ,
તો હું ચંદ્ર રૂપી છાંયો બની જઈશ.

તું મોસમની વાયરી હો,
તો હું તને મહેકતી ફૂલ બની જઈશ.

તું ગગન તો હું ધરા બની જઈશ,
આપણાં પ્રેમને સદા સાથે રાખીશ.

- Darshit Chandarana

Read More

Tera muskurana mere liye khaas hai,
Tere bina Mera muskurana bekar hai.

Tu hai zindagi me mere saath,
To zindagi ka nazariya kuch khaas hai.

-Darshit Chandarana

બધી આ ભીંજાયા પછીની વાત છે,
પ્રેમ હોય કે પાણી, પલળ્યા પછીની વાત છે.

તરિતૃપ થાય એ ધરતી ને આકાશ,
આતો વાદળો વરસ્યા પછીની વાત છે.

આવે પ્રકાશ પાથરતી કિસ્મત ગોતવા એને,
આતો અંધારે ભટક્યા પછીની વાત છે.

લાગે નહિ એમ રંગો પ્રેમના,
થોડાક નજીક ગયા પછીની વાત છે.

એમ ના મળે સ્થાન કોઈના હૃદયમાં,
નિસ્વાર્થ પ્રેમ ધાર્યા પછીની વાત છે.

લાગે નહિ કાંટા વસમાં ,
આતો હૈયા થી હૈયું મળ્યા પછીની વાત છે.

-Darshit Chandarana

Read More

ઘરના ફળિયામાં મોરપીછ પડયું હતું !
કદાચ મોર આવ્યો હશે.

દાદા : તારે વિચારવામાં ભુલ થઈ હશે કદાચ કૃષ્ણ પણ હોઇ શકે.

બસ વાત વિશ્વાસ ની છે.

-Column_of_writer

Read More

પંખીઓના કલરવ સાથેની શરુઆત લાવી,
હકારાત્મક વિચારો લાવી.

ચા ની ચુસકી ની સાથે નવી તાજગી લાવી,
કંઈક નવું કરવાની સુજ લાવી.

મલકાતા ચહેરે બિંદાસ રહેવાની શીખ લાવી,
તાજીમાજી ચહેરા ઉપર સ્મિત લાવી.

જૂનો દિવસ ભૂલીને વિશ્વાસ સાથે ચાલવાની તક લાવી,
ખુશીઓના સંગે આવી, નવી પરોઢ આવી.

-Column_of_writer

Read More

જીવન એ કોઈ કોંક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈ-વે નથી જેમાં એક શહેરથી બીજા શહેર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહિયાં કશું જ પૂર્વ-નિર્ધારિત નથી હોતું. આવનારી પ્રત્યેક ક્ષણ Unpredictable હોય છે.

-Column_of_writer

Read More