Quotes by Chetan Joshi in Bitesapp read free

Chetan Joshi

Chetan Joshi

@chetanevil007gmailco


તું મારા દિલ માં છે પણ
પણ નસીબ માં નથી

જરૂરી નથી કે નજીક રહી ને જ પ્રેમ થાય

પ્રેમ ક્યારેય અધુરો રેહતો જ નથી

લોકો ની લાગણી નું ધ્યાન રાખતા
આજે
પોતે કોણ છું
તેનો ખ્યાલ નથી રહ્યો...

દુનિયા માટે બહાર થી ખરાબ દેખાતો હોઈશ
પણ
મારા અંદર જોવા માટે પોતાનું હોવું જરૂરી હોય છે

બુંદ બુંદ પાણી ની વરસે,
છુંદ છુંદ કરશે અંગ બદન,

ઠંડક ના છાંટણા ઉડ્યા જો,
આ ગોરા ગરમ જોબને,

ભીના ભીના વાળ ની સુગંધી,
ભીંજવે જાણે વરસાદી લહેર,

હાથ હીલોળતુ આખુ આયખુ,
પરોવાણુ પવન ની લહેરે વાયરે,

પહેલે વરસાદે ભીંજાણા નૈણલે,
જાણે તારી ને મારી નજર પહેલી,

ઉગ્યો આનંદ નો આ અવસર,
નહાયો શુ ઘડીક ભીંજાયો ઘણો,

'રવિસાહેબ' ચમક્યુ આ થરથરતુ જોબન,
ઘટા ઘનઘોર ગુંજી ગગન મા એવી,!

Read More

લાગણી ત્યાં રખાય,
જ્યાં નિઃસ્વાર્થ ભાવના હોય.

એમની સામે રડાય,
જ્યાં આંસુ સમજાતા હોય.

પ્રણય ત્યાં કરાય,
જ્યાં પૂજા ની ભાવના હોય.

મળવા ત્યાં જવાય,
જ્યાં આપણી રાહ જોવાતી હોય.

સાથ ત્યાં આપાય,
જ્યાં મરણ સુધી નિભાવાતો હોય.

Read More

::કૃષ્ણ અને ગોપીઓ

::કૃષ્ણનો ગોપિકાઓ પ્રત્યેનો પ્રેમ કેવો હશે ? માતા સિવાયની અન્ય સ્ત્રીઓ પર પાંચ વર્ષના બાળકની કેવા ભાવથી દૃષ્ટિ પડતી હશે ? આપણે સંસારીઓ એમ જાણીયે છીયે કે સમજણો માણસ પરસ્ત્રીમાં મા-બેન કે દીકરીના સંબંધની ભાવના પ્રયત્નથી બાંધીને જ નિર્દોષ રહી શકે. આનું કારણ એ છે કે આપણે બાલ્યાવસ્થાની નિર્દોષતા ગુમાવી બેઠા છીયે. બાળકને એવી ભાવના ઘડવી પડે છે ? જેના હૃદયમાં કુવિચાર જાગ્યો છે તેને નિર્દોષતા ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડે છે. બાળકને એ સહજ છે, પણ આપણે એમ માનીયે છીયે કે અમુક વય પછી ચિત્તની નિર્દોષ સ્થિતિ કલ્પી જ ન શકાય. આપણા યુગના મલિન વાતાવરણનું જ આ પરિણામ છે. જ્યારે ચિત્તની પુનઃશુદ્ધિ કરી વયે મોટા છતાં પાંચ વર્ષની ઉમરનો અનુભવ આપણે ફરીથી કરી શકીશું ત્યારે જ આપણે કૃષ્ણનો અલૌકિક પ્રેમ સમજવાને યોગ્ય થઇશું. પછી કૃષ્ણ પર કલંક લગાડવાની, એ કલંકને દિવ્ય ગણવાની કે એના ઉપર કાંઇ ભાષ્ય કરવાની જરૂર નહિ રહે; જે સહજ હોવું જોઇયે, તે જ જણાશે-અનુભવાશે. ત્યારે આપણી ખાત્રી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગોપીઓનો એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ નિર્દોષ હતો.

Read More

અભિમન્યુ એક મહાન યોધ્ધો
આપણે બધા જાણી એ છીએ ...
સાહેબ જેને ખબર હતી કે પોતાની મૃત્યુ નિશ્ચિત હતી
તોય મેદાન માં થી ભાગ્યો નતો
હસતા મોઢે મોત ને કબૂલ કરી હતી ...
મિત્રો ખબર હોઈ કે મોત નિશ્ચિત છે અને એનો સામનો કરવા નો છે તો હસતે મોઢે કરવો ના કે એના થી પીછો છોડાવવો ...... જરૂરી નથી કે મૃત્યુ ક્યારે આવશે એ ખબર હોઈ પણ આવશે તો સહી કેમકે એ નિશ્ચિત છે
જય શ્રિ કૃષ્ણ

Read More

ખુબ જ ટૂંકી છે જિંદગી મારી
કોઈના હોવા થી છે આ જિંદગી
કોઈ ના હસવા થી ખીલી ઉઠી છે મારી જિંદગી ..
પણ મારા હસવા કે હોવા પર ફર્ક છે ખરો ???
કે નથી .... પણ
મને તો છે કેમ કે હસવું અને એની હાજરી એજ જિંદગી ના સુર છે ...
સુપ્રભાત
? જય શ્રી કૃષ્ણ ?

Read More